Home /News /lifestyle /શક્કરિયાની તાસીર ઠંડી હોય કે ગરમ? કયા સમયે શક્કરિયા ખાવાથી હેલ્થને ફાયદો થાય, જાણો આ વિશે

શક્કરિયાની તાસીર ઠંડી હોય કે ગરમ? કયા સમયે શક્કરિયા ખાવાથી હેલ્થને ફાયદો થાય, જાણો આ વિશે

Benefits of sweet potatoes: શક્કિરયા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. પરંતુ તમને જણાવી દઇએ કે શક્કરિયા ખાવાનો પણ એક સમય હોય છે. જો તમે આ પ્રોપર સમયે શક્કરિયા ખાઓ છો તો હેલ્થને એક નહીં પરંતુ અનેક ઘણાં ફાયદાઓ થાય છે.

Benefits of sweet potatoes: શક્કિરયા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. પરંતુ તમને જણાવી દઇએ કે શક્કરિયા ખાવાનો પણ એક સમય હોય છે. જો તમે આ પ્રોપર સમયે શક્કરિયા ખાઓ છો તો હેલ્થને એક નહીં પરંતુ અનેક ઘણાં ફાયદાઓ થાય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શક્કરિયા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. શક્કરીયામાં નેચરલ મીઠાસ હોય છે જે ખાવાની બહુ જ મજા આવે છે. શક્કરિયા તમે માટલામાં બાફીને ખાઓ છો તો મજ્જા પડી જાય છે. શક્કરિયામાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. તમને જણાવી દઇએ કે શક્કરિયામાં વિટામીન એની માત્રા સારી હોય છે. આ સાથે જ શક્કરિયમાં ફાઇબર હોય છે જે મેટાબોલિઝમને તેજ કરવામાં મદદ કરે છે. પરંતુ શું શક્કરિયા તમારી હેલ્થ માટે ફાયદાકારક છે? શક્કરિયાની તાસીર ગરમ હોય કે ઠંડી? આ વિશે અનેક લોકોના મનમાં પ્રશ્ન થતા હોય છે. આજે અમે તમારી આ પ્રશ્નોના જવાબ જણાવીશું. તો જાણો આ વિશે વધુમાં તમે પણ...

આ પણ વાંચો:બ્લડ સુગર કંટ્રોલમાં કરવા આ 4 લોટની વાનગીઓ ખાઓ

શક્કરિયાની તાસીર ઠંડી હોય કે ગરમ?


શક્કરિયાની તાસીર ગરમ હોય છે. આ માટે આનું સેવન શિયાળામાં કરો છો તો સૌથી બેસ્ટ છે. શક્કરિયા વિટામીન સીથી ભરપૂર હોય છે જે ઇમ્યુનિટીને મજબૂત કરવાનું કામ કરે છએ. આ સાથે જ ફ્લૂ જેવી બીમારીઓમાંથી બચાવે છે. શક્કરિયા તમારા શરીરમાં ગરમી લાવવાનું કામ કરે છે.

આ પણ વાંચો: સરસવના પાનના ફાયદાઓ જાણીને વિચારમાં પડી જશો

જાણો શક્કરિયા ક્યારે ખાવા જોઇએ


શક્કરિયા ખાવાનો પણ એક સમય હોય છે. તમે ડાયાબિટીસ અને મોટાપાનો શિકાર છો તો શક્કરિયા રાત્રીના સમયે ખાશો નહીં. જો કે શક્કરિયામાં રહેલું કેલ્શિયમને શરીરમાં એવશોષિત થવામાં 4 થી 5 કલાક લાગે છે. આ માટે દરેક લોકોએ શક્કરિયાને બપોરના સમયે એટલે કે લંચના સમયે ખાવા જોઇએ. આ માટે તમે શક્કરિયા 2 થી 5 વાગ્યાની આસપાસ ખાઓ જેથી કરીને સ્વાસ્થ્યને ફાયદો થાય.

શક્કરિયા ખાવાના ફાયદા


શક્કરિયા ખાવાના અનેક ફાયદા હોય છે. એક્સપર્ટ અનુસાર દરેક લોકોએ શિયાળામાં શક્કરિયા ખાવા જોઇએ. શક્કરિયામાં ફાઇબરનું પ્રમાણ સારું હોય છે જેના કારણે મેટાબોલિઝમ તેજ કરે છે અને સાથે કબજીયાતની સમસ્યા દૂર કરે છે.  તમે બાળકોને શક્કિરયા ખવડાવો છો તો હાડકાં મજબૂત થાય છે.



આ સાથે જ જે લોકોનું વજન ઓછુ છે એમના માટે શક્કરિયા સૌથી બેસ્ટ છે. તમે વજન વઘારવા ઇચ્છો છો તો રોજ એક શક્કરિયુ ખાઓ. આમ કરવાથી વજન વધે છે, પરંતુ જો તમને ડાયાબિટીસ અને મોટાપાની સમસ્યા છે તો તમે શક્કરિયા ખાવાનું ટાળો.
First published:

Tags: Health care tips, Life style

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો