Home /News /lifestyle /તાવ આવે ત્યારે ખાઓ આ વાનગી, જલદી ફિવર ઉતરી જશે અને તરત ઉભા થઇ જશો
તાવ આવે ત્યારે ખાઓ આ વાનગી, જલદી ફિવર ઉતરી જશે અને તરત ઉભા થઇ જશો
તાવ આવે ત્યારે ખાઓ આ વાનગી
Food to be eat during fever: હાલમાં ડબલ સિઝન ચાલી રહી છે ત્યારે અનેક લોકો તાવની ઝપેટમાં આવી જતા હોય છે. તાવ આવવાને કારણે વ્યક્તિને કોઇ પણ કામમાં મન લાગતું નથી અને બેચેેની રહે છે. એવામાં જો તમે આ ખોરાક ખાઓ છો તો તમારા માટે સૌથી બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલમાં ડબલ સિઝન ચાલી રહી છે ત્યારે અનેક લોકો તાવની ઝપેટમાં આવી રહ્યા છે. તાવ આવવાને કારણે વ્યક્તિ મનથી હારી થાય છે. તાવ આવવાને કારણે ઇમ્યુનિટી લો થઇ જાય છે જેના કારણે વ્યક્તિ જલદી થાકી જાય છે. આમ તાવ આવે ત્યારે તમારે સાદો ખોરાક ખાઓ ખૂબ જરૂરી છે. ઘણાં લોકો તાવ આવે ત્યારે બહારનું જંક ફુડ ખાઇને મોંનો સ્વાદ બદલતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. તાવ આવે ત્યારે ખાવાનો ટેસ્ટ સારો આવતો નથી, પરંતુ એનો અર્થ એ નથી કે તમે બહારનું ખાવાનું ખાઓ. આમ, જો તમને તાવ આવે ત્યારે તમે આ વસ્તુઓનું સેવન કરો છો તો ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે અને પોષક તત્વોની ઉણપ પૂરી થઇ જાય છે.
બેસન-શીરો
ફર્સ્ટ પોસ્ટની ખબર અનુસાર બેસનનો શીરો ખૂબ અસરકારક છે. શરદી, તાવ અને કફમાંથી છૂટાકરો મેળવવા માટે બેસન સૌથી અસરકારક ઘરેલું નુસ્ખામાંથી એક છે. આ શીરો ખાવાથી ગળાની ખારાશમાંથી રાહત મળે છે અને શરીરને આરામ પહોંચે છે.
કોઇ પણ બીમારીમાંથી બહાર આવવા માટે ચિકન સૂપ તમારે ડાયટમાં એડ કરવો. ચિકન સૂપ શરીરમાં અનેક પોષક તત્વોની ઉણપને પૂરી કરે છે. આ સિવાય શરીરને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. સૂપમાં રહેલું સોડિયમ ઇલેક્ટ્રોલાઇટ્સને બનાવવામાં મદદ કરે છે. આ સિવાય ચિકન સૂપ વિટામીન,ખનીજ, કેલરી અને પ્રોટીનથી ભરપૂર હોય છે.
લીલા શાકભાજીમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ સારું હોય છે. લીલા શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે. એમાં પણ જો તમે પાલકનો જ્યૂસ પીઓ છો તો તમારા માટે સૌથી બેસ્ટ છે. આ સૂપ પીવાથી ફીવર જેવા મોસમી સંક્રમણો સામે લડવામાં મદદરૂપ મળે છે.
ખિચડી
કોઇ પણ વ્યક્તિને જ્યારે તાવ આવે ત્યારે ખાસ કરીને ત્રણથી ચાર દિવસ ખિચડી ખાવી જોઇએ. ખિચડી ખાવાથી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. જો તમને તાવ આવે ત્યારે એકલી ખીચડી ભાવતી નથી તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. આ સાથે જ ફુદીનાની ચટણી અને દહીં પણ લઇ શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર