Home /News /lifestyle /બહુ નસકોરાં બોલતા હોય તો આ રીતે સૂઇ જાવો, સાથે જાણો ઊંઘવાની સાચી રીત અને બચો અનેક દુખાવાથી

બહુ નસકોરાં બોલતા હોય તો આ રીતે સૂઇ જાવો, સાથે જાણો ઊંઘવાની સાચી રીત અને બચો અનેક દુખાવાથી

જાણો ઊંઘવાની સાચી રીત વિશે

Best Sleeping position: માણસે ઊંઘતી વખતે પણ નાની-નાની વાતોનું ધ્યાન રાખવું જોઇએ. જો તમે સાચી રીતે ઊંઘતા નથી તો પીઠથી લઇને શરીરના બીજા અનેક ઘણાં દુખાવાથી તમે પીડાવો છો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો ઊંઘતી વખતે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. જો તમે પ્રોપર રીતે ઊંઘતા નથી તો હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે જ્યારે તમે સૂઇ જાવો ત્યારે ખાસ કરીને સાચી પોઝિશનમાં ઊંઘવું ખૂબ જરૂરી છે. પ્રોપર રીતે ના ઊંઘવાને કારણે કમરનો દુખાવો, પીઠનો દુખાવો, ગરદનનો દુખાવો થાય છે. johns Hopkins Medicine વેબસાઇટ પર આપેલા ડોક્ટર રાચેલ સાલાસ જણાવે છે કે યુવા અને સ્વસ્થ લોકો માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. આ સાથે જ ઊંઘની સ્થિતિ પણ મહત્વની છે. તો જાણો તમે પણ ઊંઘવાની સાચી રીત વિશે...

    આ પણ વાંચો: પેરેન્ટ્સની આ ભૂલો બાળકોને કરી દે છે ખરાબ

    ઊંઘતી વખતે તમે કેવી સ્થિતિમાં ઊંઘો છો એ બહુ મહત્વનું છે. ઘણાં લોકો ઊંઘતી વખતે ઘૂંટણ અને ચહેરાને અડાડી દે છે. આ કારણે ગરદન અને પીઠમાં દુખાવાની સમસ્યા રહે છે. આ સાથે જ શરીર નીચે દબાવવાથી અને પગ વાળવાથી શરીરના અનેક ભાગોમાં દુખાવો થઇ શકે છે.

    આ પણ વાંચો: શિયાળામાં ખજૂર ખાવાના 5 મોટા ફાયદાઓ

    આ સાથે જ ઘણાં બધા લોકો એવા હોય છે જે સૂઇ જાય ત્યારે એમનાં નસકોરા બહુ બોલતા હોય છે. આ માટે તમે જ્યારે પણ સૂઇ જાવો ત્યારે પેટના બળ પર સૂઇ જાવો. આમ કરવાથી નસકોરાં ઓછા બોલે છે. ડોક્ટર રાચેલ સાલાસ આ વિશે જણાવે છે કે જો તમે પેટના બળ પર સૂઇ જાવો છો તો આ વાત જરૂર જાણી લો કે આ કારણે ચહેરા પર એક સમય પછી પ્રભાવ પડવા લાગે છે. આ સાથે જ તમે જે જગ્યા પર સૂઇ જાવો છો એ જગ્યાની સાફ-સફાઇ કરતા રહો. આ સાથે જ આરામદાયક તકિયો લઇને ઊંઘવાની આદત પાડો.



    આમ, જ્યારે પણ તમે રાત્રે કે બપોરે સૂઇ જાવો ત્યારે ખાસ કરીને સીધા ઊંઘવાની આદત પાડો. સીધા ઊંઘવાથી કોન્ફિડન્સ પાવર વધે છે. આ માટે જો તમને વાંકા-ચૂકા ઊંઘવાની આદત છે તો તમે હવે સીધા સૂઇ જાવો. સીધા ઊંઘવાની આદત તમારા શરીરના અનેક દુખાવા દૂર કરવાની તાકાત ધરાવે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Sleeping

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन