Home /News /lifestyle /Strep A Symptoms: 'સ્ટ્રેપ એ' ફીવરે લોકોમાં વધારી ચિંતા, જાણી લો કારણો અને લક્ષણો
Strep A Symptoms: 'સ્ટ્રેપ એ' ફીવરે લોકોમાં વધારી ચિંતા, જાણી લો કારણો અને લક્ષણો
જાણો સ્ટ્રેપ એ ફીવર વિશે
Strep A infection: સ્ટ્રેપ એ ફિવરથી હાલમાં અનેક લોકો ચિંતામાં છે. આ ફિવરના લક્ષણો ખાસ કરીને બાળકોમાં વધારે જોવા મળી રહ્યા છે. આમ, આ વિશે અનેક પેરેન્ટ્સ આ વિશે જાણવા જેવું છે. આ કારણે અત્યાર સુધીમાં 6 બાળકોના મૃત્યુ થયા છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કોરોના પછી ઇન્ફેક્શનથી થતી બીમારીઓએ લોકોમાં અનેક પ્રકારનો ભય ફેલાવી દીધો છે. સામાન્ય તાવ આવે તો પણ લોકો ચિંતામાં આવી જાય છે અને રાત્રે ઊંઘતા નથી. જો કે હવે બ્રિટેનમાં સ્ટ્રેપ એ (Strep A) ઇન્ફેક્શને સ્વાસ્થ્ય અધિકારીઓને ચિંતમાં મુકી દીધા છે. બ્રિટિશ સરકારે આ નાના બાળકોને માતા-પિતાને એલર્ટ રહેવા માટે કહ્યું છે. અત્યાર સુધી સ્ટ્રેપ એ ઇન્ફેક્શનથી બ્રિટનમાં 6 બાળકોના મોત થયા છે. સ્ટ્રેપ એ સ્ટ્રેપ્ટોકોકલ એ (Streptococcal) બેક્ટેરિયાના સંક્રમણથી થાય છે. આ ગ્રુપ એ સ્ટ્રેપ (GAS) પણ કહેવામાં આવે છે. સ્ટ્રેપ એ ઇન્ફેક્શન ગળા તેમજ સ્કિનથી શરૂ થાય છે જે ક્યારેક-ક્યારેક સ્કારલેટ ફીવર એટલે કે તાવમાં ફેરવાય છે.
આમ, જો બેક્ટેરિયા લોહીમાં પહોંચી જાય તો ગંભીર બીમારીમાં સપડાઇ જાય છે જે ઘાતક બની શકે છે. આ કારણે બ્રિટિશ હેલ્થ સિક્યોરીટી એજન્સે હેલ્થ વોર્નિંગ જારી કરતા માતા-પિતાને સતર્ક રહેવાની સલાહ આપી છે. એજન્સી આ વિશે વધુમાં જણાવે છે કે બાળકને ગળામાં ખારાશ, માથુ દુખવુ, તાવ તેમજ સ્કિન પર દાણાં જેવું થાય છે તો તરત જ હોસ્પિટલમાં લઇ જાવો.
જાણો સ્ટ્રેપ એ ઇન્ફેક્શન શું છે
ડેલીમેલ અનુસાર સ્ટ્રેપ એ એટલે કે સ્ટ્રેપ્ટોકોકસ એ બેક્ટેરિયાના સંક્રમણથી થાય છે. સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં બાળકોને ગળમાં ખારાશ અને સ્કિનને સંક્રમિત કરે છે. લગભગ સો વર્ષ પહેલાં આ બીમારીનો બહુ મોટો પ્રકોપ જોવા મળ્યો હતો. જો કે સ્ટ્રેપ એ મોટાભાગના કેસમાં જાતે જ ઠીક થાય છે પરંતુ ઘણાં ખરા કિસ્સાઓ ગંભીર સ્થિતિ થઇ જતી હોય છે.
સ્ટ્રેપ એ ઇન્ફેક્શન પછી બાળકોમાં સ્કિન પર દાણા થવા, ગળામાં ખારાશ અને વધારે તાવ આવવો છે. આ સાથે ગળુ ફુલવા લાગે છે અને માંસપેશિઓમાં પેઇન થાય છે. આ સિવાય થાક, કાનમાં સંક્રમણ જેવા લક્ષણો દેખાય છે. આ લક્ષણો એક અઠવાડિયા સુધી રહેછે. જો કે ઘણાં કેસમાં આ ટાઇપના લક્ષણો સામે આવતા નથી. સંક્રમણ થયા પછી બે થી પાંચ દિવસોની અંદર સંક્રમિત વ્યક્તિ બીમાર પડી જાય છે. ગંભીર સ્થિતિમાં સ્કિન પર લાલ દાણા નિકળી આવે છે.
જાણો ડોક્ટર પાસે ક્યારે જવુ જોઇએ
દર્દીને સતત ગળામાં ખારાશ રહે છે અને એક અઠવાડિયા સુધી આ સમસ્યામાં કોઇ ફેર પડતો નથી તો ડોક્ટર પાસે તમારે અચુક જવું જોઇએ. તાવ વધારે છે અને ઉતરતો નથી તો તમે આ સ્થિતિમાં ડોક્ટરની પાસે જાવો અને સલાહ લો.
જાણો સારવાર વિશે
સ્ટ્રેપ એ ઇન્ફેક્શન અથવા સ્કારલેટ ફિવર એન્ટીબાયોટિક્સની મદદથી ઠીક થઇ જાય છે. એન્ટીબાયોટિક્સ સિવાય બીજી કેટલીક દવાઓથી પણ સારું થાય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર