Home /News /lifestyle /આ 5 બીમારીઓમાં અળસીનું સેવન કરવાથી થાય છે અનેક લાભ, 90 ટકા લોકો જાણતા નથી

આ 5 બીમારીઓમાં અળસીનું સેવન કરવાથી થાય છે અનેક લાભ, 90 ટકા લોકો જાણતા નથી

અળસી ખાવાના ફાયદા

Beneifits of Flaxseed seeds: અળસી ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. અળસી તમે રોજ ખાઓ છો તો અનેક બીમારીઓ સામે તમે લડી શકો છો. આમ, જો તમે આ બીમારીથી પીડાવો છો તો રોજ અળસીનું સેવન કરો

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અળસીનું નામ તો તમે સાંભળ્યુ જ હશે. ઘણાં લોકો એવા હોય છે જેમને અળસી બહુ ભાવતી હોય છે, જ્યારે અનેક લોકો અળસીને મોંમા પણ નાખતા હોતા નથી, પરંતુ તમને જણાવી દઇએ કે અળસી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. અળસી તમારે રૂટિનમાં ખાવી જોઇએ. અળસીનું તેલ પણ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. અળસીના બીમાં ફાઇબર, પ્રોટીન અને ઓમેગા 3 જેવા હેલ્ધી ફેટ્સ હોય છે જે શરીરને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ સિવાય એક સાથે અનેક ઘણાં ન્યુટ્રીએન્ટ્સ હોય છે જે તમે અનેક બીમારીઓમાં ખાઇ શકો છો. જાણો કેવી રીતે..

    જાણો અળસી કઇ બીમારીઓમાં કામ આવે છે - lsi seeds benfits for 5 diseases


    ડાયાબિટીસ


    તમને અથવા તમારા ઘરમાં કોઇને ડાયાબિટીસ છે તો તમારે અળસીનું સેવન કરવુ જોઇએ. ડાયાબિટીસના લોકો માટે અળસી બેસ્ટ છે. અળસીના બીજમાં ફાઇબર હોય છે જે સુગર ઓછી કરવામાં મદદ કરેછે. આ સાથે જ ઇન્સ્યુલિન પ્રોડક્શન વધારે છે જે ડાયાબિટીસમાં સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

    આ પણ વાંચો: રોજ બીટનો જ્યૂસ પીવાથી આ બીમારીઓ દૂર થાય છે

    હાઇ બીપી


    અળસીમાં રહેલું ફાઇબર બાઇલ જ્યૂસ વધારવાનું કામ કરે છે. અળસીના બીજમાં રહેલી તાકાત હાઇ બીપીને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ સાથે જ કોલેસ્ટ્રોલ, બ્લડ સર્કુલેશન અને હાર્ટને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ સાથેજ તમને હાઇ બીપીની સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે.

    સાંધાના દુખાવા


    સાંધાના દુખાવાથી તમે કંટાળી ગયા છો તો અળસી ખાવાનું શરૂ કરી દો. નિયમિત એક ચમચી અળસી ખાવાથી સાંધાના દુખાવામાંથી રાહત થાય છે. આ સિવાય એક ચમચી અળસી ખાવાથી હાડકાં પણ મજબૂત થાય છે. અળસીમાં કેલ્શિયમનું પ્રમાણ સારુ હોવાથી તમે રોજ ખાઓ છો તો સાંધાના દુખાવામાં રાહત થાય છે અને સાથે સાંધા જકડાવાની સમસ્યા ઓછી થઇ જાય છે.

    આ પણ વાંચો: શિયાળામાં ઇમ્યુનિટી બુસ્ટ કરવા ખાઓ આ 5 ફ્રૂટ્સ

    કબજીયાત


    અળસીના બીજમાં ફાઇબરની માત્રા સારી હોય છે જે કબજીયાતની સમસ્યા માટે સૌથી બેસ્ટ છે. તમને કબજીયાતની તકલીફ રહે છે તો તમે અળસીના બી પલાળીને ખાઓ જે મેટોબોલિઝ્મને સ્ટ્રોંગ કરે છે અને આ સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે.


     પીસીઓડી


    મહિલાઓને થતી પીસીઓડીની સમસ્યામાં અળસીના બીજ ફાયદાકારક છે. આ બી હોર્મોનલ સંતુલન વધારે છે અને પિરીયડ્સને રેગ્યુલર કરવામાં મદદ કરે છે. આ સાથે જ તમારા વજનને બેલેન્સ કરવાનું કામ કરે છે. (નોંધ: આ આર્ટિકલમાં આપેલી જાણકારી સામાન્ય છે, આનું સેવન કરતા પહેલા તમારા શરીરની તાસીર અનુસાર ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરો.)

    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Life Style News

    विज्ञापन
    विज्ञापन