Home /News /lifestyle /આ 1 એક્સેસાઇઝ કરવાથી ઝડપથી બેલી ફેટ થઇ જાય છે બર્ન, જાણો અને ફટાફટ ઓછી કરી દો
આ 1 એક્સેસાઇઝ કરવાથી ઝડપથી બેલી ફેટ થઇ જાય છે બર્ન, જાણો અને ફટાફટ ઓછી કરી દો
આ એક્સેસાઇઝ સૌથી બેસ્ટ છે.
Burn belly fat: અનેક લોકોના શરીરમાં ચરબીના થર વધી ગયા હોય છે. શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી અનેક હેલ્થ ઇસ્યુ થઇ શકે છે. આમ, તમે આ એક્સેસાઇઝ કરો છો તો બેલી ફેટની સમસ્યામાંથી છૂટકારો મળી જાય છે.
Weight loss: પેટના નીચેના ભાગમાં અનેક લોકોને ચરબીના થર જામી ગયા હોય છે. ચરબીના થર દેખાવમાં ખરાબ લાગે છે. શરીરમાંથી ચરબી ઓછી કરવા માટે લોકો જાતજાતના પ્રયત્નો કરતા હોય છે. આમ, તમે પણ શરીરમાંથી વધારવાની ચરબી ઓગાળવા ઇચ્છો છો તો આ એક્સેસાઇઝ તમારા માટે બેસ્ટ છે. આ એક્સેસાઇઝ તમે રેગ્યુલર કરો છો તો વધારાની ચરબી ફટાફટ ઓગળી જાય છે. તો જાણો આ એક્સેસાઇઝ વિશે અને ફટાફટ શરીરની ચરબી ઓગાળી દો. તો જાણો આ વિશે તમે પણ..
ક્રંચેસ એક્સેસાઇઝ તમે રેગ્યુલર કરો છો તો તમારા શરીરમાં જમા ફેટ જલદી ઓગળી જાય છે. ફેટ પીગાળવા માટે આ એક્સેસાઇઝ સૌથી બેસ્ટ છે. જ્યારે તમે આ એક્સેસાઇઝ કરો છો તો ચરબી ફટાફટ ઓગળી જાય છે અને સાથે શરીરને અનેક ઘણો ફાયદો થાય છે.
બેલી ફેટ ઘટાડવામાં મદદરૂપ
બેલી ફેટ ઘટાડવા માટે આ એક્સેસાઇઝ સૌથી બેસ્ટ છે. પેટના નીચેના ભાગમાં જામી ગયેલી ચરબી દૂર થાય છે. આ માટે ક્રંચેસ સૌથી બેસ્ટ ઓપ્શન છે. તમે ક્રંચેસ બહુ રેગ્યુલર કરો છો તો પેટના નીચેના ભાગમાં જોર આવે છે જેના કારણે જમા થયેલી ચરબી ફટાફટ ઓગળી જાય છે.
માંસપેશિઓની ટોનિંગમાં ક્રંચેસ એક્સેસાઇઝ અનેક પ્રકારે સાબિત થાય છે. આ માંસપેશિઓમાં જમા ફેટ લિપિડ્સને પીગાળવાની સાથે પેટનું મેટાબોલિક રેટ વધારે છે જેના કારણે બેલી ફેટ ઓછુ થઇ જાય છે અને સાથે હેલ્થ સારી રહે છે. તમે વધતી ચરબી પર ધ્યાન આપતા નથી તો એ વધતી જાય છે જેના કારણે અનેક ઘણી બીજી તકલીફો થાય છે.
આ રીતે ક્રંચેસ એક્સેસાઇઝ કરો
પગને ખુલ્લા કરીને મેટ પર સૂઇ જાવો.
હવે બન્ને હાથને ફેલાવો.
લાંબા-લાંબા શ્વાસ લો અને પેટને ખેંચ્યા પછી શ્વાસ છોડો.
પછી માથુ અને ખભાને ફર્શ ઉપરથી ઉઠાવો અને શરીર પર દબાણ આપો.
ધીરે-ધીરે કરીને મેટ પર સૂઇ જાવો અને આ એક્સેસાઇઝ કરો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર