ભારતની સૌથી મોટા રસીકરણ અભિયાન ‘સંજીવની’નું થીમ સોંગ સોમવારે લોન્ચ થશે

 • Share this:
  નવીનતમ અને પોતાની રીતે પ્રથમ એવી ડિજિટલ પહેલ રૂપે, Federal Bank અને Network18ના નેતૃત્વ હેઠળ રસીકરણ જાગૃતિ કવાયત, ‘સંજીવની: અ શૉટ ઓફ લાઇફ’ માટે 21 જૂન, સોમવારના રોજ સવારે 11:00 વાગે Network18ની તમામ ચેનલો પર અભિયાન ગાન લોન્ચ કરવામાં આવશે.

  ભવ્ય વર્ચ્યુઅલ લોન્ચિંગ કાર્યક્રમનું એન્કરિંગ આનંદ નરસિંહમ કરશે જ્યારે કમ્પોઝર અને ગાયક શંકર મહાદેવન, તેમજ અભિયાનના એમ્બેસેડર સોનુ સૂદ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં આ ગાન લોન્ચ કરશે.

  આ સેશનમાં ગાન કમ્પોઝ કરનારી સમગ્ર ટીમ, તેના ગીતકાર તનિસ્ખ નાબર અને ગાયકો હર્ષદીપ કૌર, સિદ્ધાર્થ મહાદેવન અને શિવમ મહાદેવન સહિત અન્ય અગ્રણી હસ્તીઓ ઉપસ્થિત રહેશે.

  આંતરરાષ્ટ્રીય દિવસે આ ગાન લોન્ચ કરવા પાછળનો મૂળ વિચાર સમગ્ર દેશના લોકોને કોવિડ-19 સામે લડવા માટે એકજૂથ કરવાનો છે. આ ગાન રસી અંગેની ગેરમાન્યતાઓ અને ખચકાટ દૂર કરવાનો પ્રયાસ છે. ‘ટીકા’ (રસી) જેવા સંબંધિત શબ્દોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલું આકર્ષક ગાન લોકોને પોતાનો વારો આવે ત્યારે રસીકરણ લેવા માટે પ્રોત્સાહિત કરતી આશાની ધૂન છે.

  “ટીકા લગા”ની અપબીટ ધૂન લોકોને રસી લેવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશથી તૈયાર કરેલી મેલોડી છે. આ ગાનનું ટીઝર પહેલાંથી જ બહાર પાડવામાં આવ્યું છે અને સકારાત્મકતા તેમજ ઉર્જાથી ભરપૂર તેની ધૂન કોઇપણ વ્યક્તિમાં આશાવાદ જગાવી શકે છે.

  https://www.youtube.com/watch?v=_BQCBxiIvTk પર ટીઝર જુઓ અને સંપૂર્ણ ગાનનો ફર્સ્ટ લૂક જોવા માટે જોડાયેલા રહો.

  સંજીવની અભિયાનને ફોલો કરો અને 21 જૂન, સોમવારના રોજ સવારે 11 વાગે https://www.moneycontrol.com/sanjeevani પર લોન્ચિંગ જૂઓ.
  Published by:kuldipsinh barot
  First published: