Home /News /lifestyle /Weight loss: અશનીર ગ્રોવરે માત્ર 2 વસ્તુથી ઘટાડી દીધું 10 કિલો વજન, સરળ રીત જાણી લો તમે પણ
Weight loss: અશનીર ગ્રોવરે માત્ર 2 વસ્તુથી ઘટાડી દીધું 10 કિલો વજન, સરળ રીત જાણી લો તમે પણ
અશનીર ગ્રોવરે 10 કિલો વજન ઘટાડ્યુ
Ashneer grover weight loss journey: આજના આ સમયમાં મોટાભાગના લોકો વજન ઉતારવા માટે મહેનત કરતા હોય છે. આમ જો વાત કરીએ તો ‘શાર્ક ટેક ઇન્ડિયાના જજ અશનીર ગ્રોવરે આ દિવસોમાં મસ્ત વજન ઉતારીને સ્લીમ થઇ ગયા છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બિઝનેસ રિયાલટી શો ‘શાર્ક ટેક ઇન્ડિયા’ ખૂબ ફેમસ રહ્યો. આ શોમાં ઘણાં બધા યુવાઓને એમના આઇડિયા પર શોના જજ પાસેથી ફંડ મળ્યું જેથી કરીને એમના બિઝનેસ અને આઇડિયા પર કામ કરીને એમની વઘારે સારું બનાવી શકે. આ શોના જજમાંથી સૌથી ફેમસ જજ રહ્યા અશનીર ગ્રોવર (Ashneer grover). આ જજ શોમાં ઘણાં ચર્ચામાં રહ્યા અને એમની પર બનેલા ઘણાં મીમ્સ આજે પણ વાયરલ થાય છે. ‘ભારતપે’ ના કો-ફાઉન્ડર અને મેનેજિંગ ડાયરેક્ટર અશનીર ગ્રોવર સોશિયલ મિડીયા પર બહુ એક્ટિવ રહે છે.
અશનીર હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેનાથી તેઓ ફરીથી ચર્ચામાં આવ્યા છે. જો કે અશનીર આ ફોટો શેર કરતા જણાવ્યુ છે કે તેઓ એમનું 10 કિલો વજન ઘટાડી ચુક્યા છે. વજન ઓછુ કર્યા પછીનો જે ફોટો શેર કર્યો છે એમાં એમને વજન કેવી રીતે ઓછુ કર્યુ એ વિશે પણ જણાવ્યું છે.
અશનીર ગ્રોવરે આ રીતે ઘટાડ્યુ વજન
અશનીરે જે ફોટો શેર કર્યો છે એમાં તેઓ બ્લેક ટી શર્ટ અને જોગર્સ પહેરેલા જોવા મળી રહ્યા છે. વજન ઓછુ કર્યા પછી અશનીર ફોટામાં બહુ સ્લીમ જોવા મળી રહ્યા છે. ફોટો કેપ્શનમાં લખ્યુ છે કે.. "10 Kgs Down! SImply disipline and zidd!!" એટલે કે 10 કિલોગ્રામ વજન ઓછુ થયું, બસ અનુશાસન અને જિદને કારણે! આ બે વસ્તુથી અશનીરે પોતાનું વજન ઘટાડી દીધું છે. તો જાણી લો તમે પણ વજન ઓછુ કરવા માટે અનુશાસન અને જિદ કેમ જરૂરી છે.
અનુશાસન સફળતાની ચાવી છે. ઉદાહરણ તરીકે તમે કોઇ નિયમ રોજ માટે બનાવ્યો જે છે એક્સેસાઇઝ કરવી. તમારે રોજ એક કલાક એક્સેસાઇઝ કરવાની છે. આ પછી તમે એક કે બે વાર મન બદલી લો છો તો આ ડિસિપ્લિન રહેશે નહીં. આ માટે તમારે ગમે તે પરિસ્થિતિમાં એક કલાક કાઢવાનો રહેશે, કારણકે આ નિયમ તમે બનાવ્યો છે.
કોઇ પણ વસ્તુની જિદ કરવી એ સારી બાબત નથી, પરંતુ વાત જ્યારે ગોલ, કેરિયર અને ફિટનેસની આવે છે ત્યારે આ જિદ કરવી યોગ્ય છે. જો તમે પણ વજન ઓછુ કરવા ઇચ્છો છો તો ડાયટ પર પૂરતું ધ્યાન આપો. આ સાથે જ તમે દિવસમાં બે થી ત્રણ લીટર પાણી પીવાનું રાખો. આમ તમે કોઇ સારા ડાયટિશિયનની મદદ લઇને પણ વજન ઓછુ કરી શકો છો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર