Home /News /lifestyle /Weight loss Drinks: સડસડાટ વજન ઉતારવા રોજ સવારમાં પીઓ આ ડ્રિંક્સ, ચરબી ઓગળી જશે
Weight loss Drinks: સડસડાટ વજન ઉતારવા રોજ સવારમાં પીઓ આ ડ્રિંક્સ, ચરબી ઓગળી જશે
આ ડ્રિંક્સથી ફટાફટ વજન ઉતરી જાય છે.
Weight loss drinks: આજનાં આ સમયમાં મોટાભાગના લોકો વજન ઉતારવા માટે મહેનત કરતા હોય છે. વધતુ વજન તમારી હેલ્થને અનેક રીતે નુકસાન કરે છે. આમ, તમે આ ડ્રિંક્સ પીઓ છો તો સડસડાટ વજન ઉતરવા લાગે છે.
Weight loss Drinks: આજનાં આ સમયમાં મોટાભાગનાં લોકો વજન ઉતારવા માટે મહેનત કરતા હોય છે. વધતુ વજન હેલ્થ માટે અનેક રીતે નુકસાનકારક છે. આ માટે વધતા વજનને કંટ્રોલ કરવુ ખૂબ જરૂરી છે. ઘણી વસ્તુઓ એવી હોય છે જે તમારું વજન સડસડાટ વધારાનું કામ કરતા હોય છે. આ સાથે જ ઘણાં લોકો વજન ઉતારવા માટે જીમમાં તેમજ એક્સેસાઇઝ કરીને વજન ઉતારતા હોય છે. પરંતુ આજે અમે તમને એક ડ્રિંક વિશે જણાવીશું જેની મદદથી તમે સરળતાથી વજન ઉતારી શકશો. આ ડ્રિંક તમારે રોજ સવારમાં ખાલી પેટે પીવાનું રહેશે.
દરરોજ સવારમાં ઉઠીને ખાલી પેટે હર્બલ ટીનું સેવન કરવાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. આ તમારા શરીરને ડિટોક્સીફાઇ કરવામાં મદદ કરે છે. તમે આદુ, કાળા મરી અને ફુદીનામાંથી બનતી આ હર્બલ ટીનું સેવન કરો છો તો સૌથી બેસ્ટ છે.
હળદર પાણી
હળદર પાણીમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે, જે શરીરમાં આવતા સોજાને ઓછુ કરવામાં મદદ કરે છે અને સાથે તમારું વજન ઘટાડે છે. રોજ સવારમાં તમે ખાલી પેટે હળદર પાણી, મધ અને લીંબુ મિક્સ કરીને પાણી પીઓ.
રોજ સવારમાં ખાલી પેટે લીંબુ પાણી પીવું જોઇએ. લીંબુ પાણી પીવાથી હેલ્થ સારી રહે છે અને સાથે વજન પણ સટાસટ ઘટે છે. લીંબુ પાણીમાં વિટામીન સી હોય છે જે મેટાબોલિઝમને બુસ્ટ કરવામાં મદદ કરે છે.
ઘી અને ગરમ પાણી
આર્યુવેદ અનુસાર ઘી અને ગરમ પાણી પીવાના અનેક ઘણાં ફાયદાઓ છે. ઘી અને ગરમ પાણીનું સેવન તમે સાથે કરો છો તો ફટાફટ વજન ઉતરી જાય છે અને સાથે તમારા શરીરમાં રહેલી વધારાની ચરબી પણ ઓગળવામાં મદદ કરે છે. આ માટે તમે સવારમાં ગરમ પાણી કરો અને એમાં ત્રણથી ચાર ટીપાં ઘીના નાંખો. પછી આ પાણી પી લો. આમ કરવાથી વજન ફટાફટ ઉતરી જાય છે અને સાથે તમે સ્લિમ દેખાવો છો. આર્યુવેદમાં પણ સાબિત થયુ છે કે આ ડ્રિંક પીવાથી વજન સડસડાટ ઉતરવા લાગે છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર