Home /News /lifestyle /ઉંમર પ્રમાણે કેટલું વજન હોવુ જોઇએ? આ રીતે BMI પરથી જાણો, ચાર્ટ પર નજર કરો
ઉંમર પ્રમાણે કેટલું વજન હોવુ જોઇએ? આ રીતે BMI પરથી જાણો, ચાર્ટ પર નજર કરો
વજન ઉતારવા માટેની બેસ્ટ ટિપ્સ
Roti VS rice for weight loss: રોટલીમાં ગ્લૂટન હોય છે, જયારે ભાત ગ્લૂટેન ફ્રી હોય છે. ડાયટિશિયન પૂનમ દુનેજા અનુસાર જે લોકોને ગ્લૂટનની એલર્જી હોય છે એમને વેટ લોસમાં સૌથી વઘારે ફાયદાકારક ભાત છે. જો કે ડાયાબિટીસના લોકોએ ભૂલથી પણ ભાત ના ખાવા જોઇએ.
Diet tips for weight loss: વજન ઉતારવા માટે ડાયટમાં બદલાવ લાવવા ખૂબ જરૂરી છે. જાણકારીના અભાવને કારણે અનેક લોકો વજન ઉતારવાના ચક્કરમાં રોટલી ખાવાનું બંધ કરી દેતા હોય છે. આ સાથે કેટલાક લોકો ભાત ખાવાના બંધ કરી દે છે. આમ મોટાભાગના લોકોને સૌથી મોટુ એ કન્ફ્યૂઝન રહે છે કે રોટલી ખાવાથી વજન ઝડપથી ઘટે છે કે નહીં. આમ, તમને પણ આ વાતને લઇને મનમાં અનેક સવાલો છે તો જાણો અહીં તમે પણ..
દિલ્હીના ન્યૂટ્રિફાઇ બાઇ પૂનમ ડાયટ એન્ડ વેલનેસ ક્લિનીકના ફાઉન્ડર પૂનમ દુનેજા આ વિશે જણાવે છે કે વેટ લોસ માટે રોટલી અને ભાત બન્ને ફાયદાકારક છે. કોઇ પણ વસ્તુ ના ખાવાથી કિ ફાયદો થતો નથી. અઠવાડિયામાં 4 દિવસ રોટલી ખાઓ અને 2 દિવસ ભાત ખાઓ. આ રીતે તમે ડાયટમાં વેરાયટી બનાવો.
સ્વસ્થ લોકો વજન ઘટાડવા માટે બન્ને વસ્તુઓનું સેવન કરી શકે છે. રોટલી અને ભાતના ન્યૂટ્રિશનલ વેલ્યૂમાં ઘણું અંતર હોય છે અને ડાયાબિટીસ સહિત ગંભીર બીમારીઓના દર્દીઓએ સાવધાની રાખવી જોઇએ. આ સાથે જ વેટ લોસ માટે ભૂખ્યુ ના રહેવુ જોઇએ નહીં તો હેલ્થ પ્રોબ્લેમ્સ થાય છે.
કઇ રોટલી અને ભાત ફાયદાકારક છે?
ડાયટિશિયન પૂનમ દુનેજા આ વિશે કહે છે કે ઘઉં કરતા રાગી, જુવાર અને બાજરીની રોટલી વેટ લોસ માટે સૌથી વધારે ફાયદાકારક છે. આ વસ્તુઓમાંથી રોટલી બનાવવામાં આવે ત્યારે એનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછુ હોય છે જેના કારણે ઇન્સ્યુલિન લેવલ ઝડપથી વધતુ નથી. આમાં ફાઇબર અને પ્રોટીનની માત્રા વધારે હોય છે. જુવાર, બાજરી અને રાગીની રોટલી વધારે ન્યૂટ્રિશસ હોય છે. આનાથી વજન ઓછુ કરવામાં મદદ મળી શકે છે. ભાતની વાત કરવામાં આવે તો બ્રાઉન રાઇસ તમે ખાઇ શકો છો.
ડાયટિશિયન પૂનમ અનુસાર રોટલીમાં ગ્લૂટન હોય છે જ્યારે ભાત ગ્લૂટન ફ્રી હોય છે. જે લોકોને ગ્લૂટોન ઇનટોલરેન્સ તેમજ ગ્લૂટન સેન્સેટિવિટી છે એમને રોટલી ઓછી ખાવી જોઇએ. આ સાથે જ ભાત વઘારે ખાવા જોઇએ. આમ વાત કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓને ભાત કરતા રોટલી વઘારે ફાયદાકારક હોય છે. સુગરના દર્દીઓ ભાત ખાવાનું ટાળો. જે લોકો સ્વસ્થ છે તેઓ વજન ઘટાડવા માટે રોટલી અને ભાતનું સાચુ કોમ્બિનેશન કરીને ખાઇ શકો છો.
વજન ઉતારવા માટેની 10 ટિપ્સ
ફાઇબરનું ઇનટેક વઘારો, રોજ 40 ગ્રામ ફાઇબર ખાઓ
પાણી પર્યાપ્ત માત્રામાં પીઓ, દરરોજ 2 થી 3 લીટર પાણી પીવુ જોઇએ.
ડાયટમાં સુગર અને સોલ્ટની માત્રા ઓછી કરો.
રિફાઇન્ડ, પ્રોસેસ્ડ ફૂડ અને જંક ફૂડ અવોઇડ કરો.
સીડ્સ ઓઇલનો ઉપયોગ ઓછો કરો.
વધારેમાં વધારે ફિઝિકલ એક્ટિવિટી કરો.
જીમમાં જઇને મસલ્સ વેટ ટ્રેનિંગ કરો.
લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવો.
ખાવા-પીવાની વસ્તુઓમાં પોર્શન કંટ્રોલ કરો.
સ્મોકિંગ અને આલ્કોહોલથી દૂર રહો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર