Home /News /lifestyle /રોજ સવારમાં 7 વાગે પીઓ આ પાણી: સડસડાટ વજન ઉતરી જશે અને ફિગર મસ્ત થઇ જશે

રોજ સવારમાં 7 વાગે પીઓ આ પાણી: સડસડાટ વજન ઉતરી જશે અને ફિગર મસ્ત થઇ જશે

આ પાણી ફાયદાકારક છે.

Weight loss tips: આજનાં આ સમયમાં મોટાભાગના લોકો વજન ઉતારવા માટે મહેનત કરતા હોય છે. વજન ઉતારવા માટે તમે પણ અનેક ઘણી કોશિશો કરો છો તો આ પાણી પીવાનું શરૂ કરી દો. આ પાણી પીવાથી ફટાફટ વજન ઉતરી જાય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં મોટાભાગનાં લોકો વજન ઉતારવા માટે મહેનત કરતા હોય છે. વજન ઉતારવા માટે કોઇ જીમમાં જાય છે તો કોઇ ઘરે જ એક્સેસાઇઝથી મહેનત કરીને પાતળા થવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. આમ આજે અમે તમને એક રીત જણાવીશું જેની મદદથી તમે સરળતાથી વજન ઉતારી શકશો. જીરાનું આ પાણી તમે રોજ સવારમાં 7 વાગે પીઓ છો તો સડસડાટ વજન ઉતરી જાય છે અને સાથે હેલ્થને પણ અનેક ઘણો ફાયદો થાય છે. તો જાણો તમે પણ આ પાણી કેવી રીતે ઘરે બનાવશો.

આ પણ વાંચો:સાંધાના દુખાવામાંથી છૂટકારો મેળવવા ખાઓ આ વસ્તુ

જીરાનું પાણી બનાવવાની રીત


એક ચમચી જીરું

અડધી ચમચી અજમો

નાની ચમચી મધ

એક લીંબુનો રસ

આ પણ વાંચો:દ્રાક્ષની તાસીર ગરમ કે ઠંડી?

બનાવવાની રીત


વજન ઉતારવા માટે જીરાનું પાણી બનાવવા માટે સૌ પ્રથમ રાત્રે એક ગ્લાસ પાણીમાં ઉપર જણાવ્યા માપ મુજબ જીરું અને અજમો પલાળી દો. હવે આ પાણીને સવારમાં ધીમા ગેસે ઉકાળો. પછી પાણી થોડુ હુંફાળુ થાય એટલે એમાં મધ નાંખો અને એક લીંબુનો રસ નાખીને હલાવી દો. પછી આ પાણી સવારમાં 7 વાગે પીઓ. આ પાણી તમે રેગ્યુલર પીઓ છો તો હેલ્થ અને સ્કિનને પણ અનેક ઘણો ફાયદો થાય છે. આ પાણીમાં અનેક ઘણાં ગુણો રહેલા હોય છે જે તમે રેગ્યુલર પીઓ છો તો વજન સડસડાટ ઉતરી જાય છે અને સાથે તમારું ફિગર પણ સારુ બને છે.


આ પાણી પીવાના ફાયદાઓ


આ પાણી તમે રોજ પીઓ છો તો વજન સડસડાટ ઉતરી જાય છે. અજમા અને જીરામાં રહેલા ગુણો તમારી મેટાબોલિઝમ સિસ્ટમને સારી બનાવે છે. આ સાથે જ મધ અને લીંબુ ફાસ્ટ વજન ઉતારવામાં મદદ કરે છે. લીંબુમાં વિટામીન સી રહેલું છે જે તમારામાં સ્ટેમિના બનાવી રાખવાનું કામ કરે છે. આ પાણી વઘારે ગરમ પીવું નહીં, થોડુ હુંફાળુ થાય પછી પીવું. આ પાણી રેગ્યુલર પીઓ અને સાથે ડાયટ પણ ફોલો કરો છો તો ફાસ્ટ રિઝલ્ટ મળે છે.

(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. gujarati news18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી. અમલ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Health care tips, Life Style News, Weight loss drink