Weight Control Foods: આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગનાં લોકો વજન વઘવાની સમસ્યાથી કંટાળી ગયા હોય છે. વજન ઘટાડવા માટે અનેક ઘણી મહેનત કરવી પડે છે. આમ, વજન ઉતાર્યા પછી એને કંટ્રોલ કરવુ ખૂબ જરૂરી છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખરાબ લાઇફ સ્ટાઇલની સૌથી મોટી અસર સ્વાસ્થ્ય પર પડે છે. ખાવાની ખોટી આદતને કારણે અનેક લોકો મોટાપાનો શિકાર ઝડપથી બને છે. આમ, આ ભાગદોડભરી જીંદગીમાં હેલ્થનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. આ માટે હંમેશા લોકો એ વાતને લઇને વિચારતા હોય છે કે એવો તો કયો ખોરાક ખાઇએ જેના કારણે વજન વધે નહીં અને બોડી ફિટ રહે. આ પ્રશ્ન દરેક લોકો માટે મહત્વનો છે. તો આજે અમે તમને કેટલાક એવા નાસ્તા (Breakfast for Weight Loss) વિશે વાત કરીશું જે તમે સવારમાં ખાઓ છો તો તમારું વજન ઉતરે છે અને તમે સ્લિમ બની જાવો છો.
વજન ઘટાડવા માટે સવારમાં આ નાસ્તો કરો (Breakfast for Weight Loss)
ઓટ્સ ખાઓ અને શરૂઆત કરો
તમે વધતા વજન પર કંટ્રોલ કરવા ઇચ્છો છો તો સવારના નાસ્તામાં ઓટ્સને એડ કરો. ઓટ્સ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. આ માટે તમે ઓટ્સમાંથી ખીચડી, સ્મૂધી જેવી અનેક વાનગીઓ બનાવીને ખાઇ શકો છો. ઓટ્સમાં ફાઇબરની માત્રા સારી હોય છે જે શરીરની પાચન શક્તિને મજબૂત બનાવે છે અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
પાલકનું સેવન કરવાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તમે નાસ્તામાં પાલકની સ્મૂધી બનાવીને પી શકો છો. આનાથી શરીરની માંસપેશિઓ મજબૂત થાય છે અને વધેલુ વજન શેપમાં આવે છે. આ ભોજન પાચન તંત્રને મજબૂત કરે છે.
કાચુ પનીર
પનીરમાં પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે. આનું સેવન કરવાથી હોર્મોન્સ લેવલ બરાબર રહે છે અને સાથે વજન કંટ્રોલમાં રહે છે. નાસ્તામાં કાચુ પનીર ખાવાથી શરીરનું પાચન તંત્ર સારી રીતે કામ કરે છે જેના કારણે અપચાની સમસ્યા રહેતી નથી.]
તમે નાસ્તામાં રોજ સવારમાં બે ઇંડા ખાઓ. ઇંડામાં સારી માત્રામાં પ્રોટીન હોય છે જેનું સેવન કરવાથી વજન ઉતરે છે અને શેપમાં આવે છે. આનું સેવન કરવાથી પેટ ભરેલું રહે છે જેના કારણે તમને જલદી ભૂખ લાગતી નથી.
સ્પ્રાઉટ્સ (કઠોળ)
કઠોળ ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. તમે નાસ્તામાં ચણા, મેથી અને મગની દાળ ખાઇ શકો છો. આમાં ફાઇબર અને પ્રોટીનની માત્રા સારી હોય છે, જે ભૂખ પર નિયંત્રણ રાખવામાં મદદ મળે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર