Home /News /lifestyle /જરૂરિયાત કરતા વધારે પાણી પીવું કિડની માટે ખતરનાક, જાણો એક દિવસમાં કેટલુ પીવું જોઇએ
જરૂરિયાત કરતા વધારે પાણી પીવું કિડની માટે ખતરનાક, જાણો એક દિવસમાં કેટલુ પીવું જોઇએ
પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
Health care: પાણી આપણાં શરીર માટ અનેક રીતે ફાયદાકારક છે. પાણી પીવાથી સ્વાસ્થ્ય અને સ્કિન એમ બન્ને સારી રહે છે. પરંતુ તમને જણાવી દઇએ કે વધારે પાણી પીવાથી કિડની લઇને બીજુ અનેક નુકસાન થાય છે. તો જાણો એક દિવસમાં કેટલું પાણી પીવું જોઇએ.
Health care: પાણી આપણાં શરીર માટે ખૂબ જરૂરી છે. આપણાં શરીરનો લગભગ 60 ટકા ભાગ પાણીથી ભરેલો છે. પાણી પીવાથી આપણું શરીર હાઇડ્રેટેડ રહે છે અને સાથે શરીરમાંથી અપશિષ્ટ અને ટોક્સિક પદાર્થ સરળતાથી બહાર નિકળી જાય છે. આ સાથે જ શરીરના દરેક અંગો સારી રીતે કામ કરે એ માટે પાણીની જરૂર પડતી હોય છે. પરંતુ તમે જરૂરિયાત કરતા વધારે પાણી પીવો છો તો શરીરમાં અનેક પ્રકારના નુકસાન થાય છે. આ સાથે જ તમે અનેક નાની-મોટી બીમારીઓની ઝપેટમાં આવો છો. વધારે પાણી પીવું એને ઓવરહાઇડ્રેશનના નામથી જાણવામાં આવે છે. તો જાણો તમે પણ વઘે પાણી પીવાથી શું નુકસાન થાય છે.
જરૂરિયાત કરતા વધારે પાણી પીવાથી વોટર પોઇઝનિંગ, ઇન્ટોક્સિકેશન અને મગજ સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વઘારે પાણી પીવાથી મગજ અને શરીરની કોશિકાઓમાં સોજા આવવા લાગે છે. જ્યારે મગજની કોશિકાઓમાં સોજા આવે છે ત્યારે મગજ પર પ્રેશર પડે છે, જેના કારણે તમે કન્ફ્યૂઝન, ઊંઘ આવવી અને માથા દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. મગજ પર જ્યારે પ્રેશર વધે છે ત્યારે આનાથી હાઇપરટેન્શન અને લો હાર્ટ રેટ જેવી તકલીફો થઇ શકે છે.
વધારે માત્રામાં પાણી પીવાથી આપણાં શરીરમાં રહેલા સોડિયમ પર અસર પડે છે. સોડિયમ આપણાં શરીરમાં રહેલા એક ઇલેક્ટ્રોલાઇટ હોય છે જે કોશિકાઓની અંદર અને બહાર ફ્લૂઇડનું બેલેન્સ કરે છે. આમ વધારે પાણી પીવાથી સોડિયમ ઘટે છે જેના કારણે શરીરમાં રહેલી ફ્લૂઇડ કોશિકાઓ અંદર જાય છે અને સોજા આવે છે. આ કારણે વ્યક્તિનું મોત પણ થઇ શકે છે અને સાથે કોમામાં પણ જઇ શકે છે.
કેટલું પાણી પીવું જોઇએ?
આ વાતને લઇને કોઇ ગાઇડલાઇન નથી, પરંતુ એક દિવસમાં કેટલું પાણી પીવું જોઇએ એ વાતની જાણ દરેક લોકોને હોવી જોઇએ. તમારું વજન કેટલુ છે એ બાબત પણ મહત્વની છે. આજતક પરથી બીએલકે મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં યુરોલોજી એન્ડ યુરો ઓન્કોલોજીના એસોસિએટ ડાયરેક્ટર ડો. યજવેન્દ્ર પ્રતાપ સિંહ રાણા અનુસાર નોર્મલ દિવસોમાં 3 લીટર અને ગરમીમાં 3.5 લીટર પાણી પીવું સેફ માનવામાં આવે છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર