Home /News /lifestyle /શરીરમાં Vitamin K ની ખાસ જરૂર: જાણો આ ઉણપથી શું તકલીફો થાય છે અને કેવી રીતે દૂર કરશો

શરીરમાં Vitamin K ની ખાસ જરૂર: જાણો આ ઉણપથી શું તકલીફો થાય છે અને કેવી રીતે દૂર કરશો

હાડકાં માટે ખૂબ જરૂરી છે.

Vitamin K Deficiency: વિટામીન કે શરીર માટે અનેક રીતે ઉપયોગી છે. હાડકાંઓ માટે વિટામીન ડી જેટલું જરૂરી છે એટલું જ વિટામીન કે મહત્વનું છે. આ સાથે આની ઉણપથી શરીરમાં અનેક રોગો થઇ શકે છે. આમ, તમે આ રીતે શરીરમાં વિટામીન કેની ઉણપ પૂરી કરો.

વધુ જુઓ ...
Health care: વિટામીન K ની શરીરમાં ખાસ જરૂર હોય છે. બીજા વિટામીન્સની જેમ વિટામીન કે પણ એટલું જરૂરી હોય છે. વિટામીન K થી આપણાં શરીરમાં હાડકાંઓ સારા રહે છે અને સાથે હેલ્થ માટે પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. વિટામીન કે લિવર, મસ્તિષ્ક, હાર્ટ અને પૈનક્રિયાજના સેલ્સને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આની ઉણપથી  સેલ્સ પ્રોપર રીતે વર્ક કરી શકતા નથી અને સાથે બીજી અનેક તકલીફો થાય છે. આટલું જ નહીં..વિટામીન બ્લડ ક્લોટિંગમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ દરેક કારણોથી વિટામીન કેની ખાસ જરૂર હોય છે.

આ પણ વાંચો:H3N2 વાયરસથી આ રીતે બાળકોને બચાવો નહીં તો..

વિટામીન K ની ઉણપથી આ રોગ થાય છે


વિટામીન K ની ઉણપથી ઓસ્ટિયોપોરોસિસ નામની બીમારી થઇ શકે છે. આ સાથે જ વિટામીન કેની ઉણપથી લોહીના થક્કા બને છે જેના કારણે કોઇ પણ સમયે બ્લીડિંગ વધારે થઇ શકે છે. આની ઉણપથી બ્લડ વેસેલ્સ સખત થઇ જાય છે અને બ્લડ સર્કુલેશન પ્રભાવિત થાય છે. વિટામીન કેની ઉણપથી તમને હાર્ટની બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. આ સાથે પ્રેગનન્સી સમયે પણ અનેક ઘણી તકલીફો થાય છે.

વિટામીન કે કમીના સંકેતો



  • લોહી થવામાં સમય લાગવો

  • વધારે બ્લીડિંગ થવુ


આ પણ વાંચો:તમારું બાળક પણ બોટલથી દૂધ પીવે છે?

  • હાડકાં નબળા થવા

  • અચાનક ફ્રેક્ચરનો શિકાર બનવુ


વિટામીન K ની ઉણપ આ રીતે પૂરી કરો


અનેક લોકોમાં વિટામીન કેની ઉણપ હોય છે. વિટામીન કેની ઉણપથી અનેક તકલીફો શરીરમાં થાય છે. આમ, તમારામાં વિટામીન કેની ઉણપ છે તો ખાસ કરીને લીલા શાકભાજીમાં કોલાર્ડ ગ્રીન્સ, કેલ, બ્રોકલી અને પાલકમાં સૌથી વઘારે વિટામીન કે હોય છે.



આ સિવાય ફર્મેડેટ ફૂડ્સમાં પણ આ વિટામીન કેની માત્રા સારી હોય છે. આ સાથે જ સોયાબીન અને કનોલા ઓઇલનું સેવન કરી શકો છો. આમ, તમારા શરીરમાં પણ વિટામીન કેની ઉણપ છે તો તમે આ ફૂડ્સનું સેવન કરો અને સાથે અનેક બીમારીઓથી બચો. આ તમારા માટે સૌથી બેસ્ટ છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતી નથી.)
First published:

Tags: Health care tips, VITAMIN, Vitamin Deficiency