Home /News /lifestyle /Vitamin D deficiency: વિટામીન ડીની ઉણપથી ઉઠવા-બેસવામાં થાય છે તકલીફ, જાણો શરૂઆતી લક્ષણો અને ઉપાયો

Vitamin D deficiency: વિટામીન ડીની ઉણપથી ઉઠવા-બેસવામાં થાય છે તકલીફ, જાણો શરૂઆતી લક્ષણો અને ઉપાયો

આ છે વિટામીન ડીના લક્ષણો

Vitamin d deficiency symptoms: વિટામીન ડીની ઉણપથી શરીરમાં અનેક ઘણું નુકસાન થાય છે. વિટામીન ડીના આ લક્ષણો શરીરમાં દેખાતા તમે તરત જ ડોક્ટરને બતાવો અને આ ઉપાયો કરો. જો તમે આ ખોરાક ખાઓ છો તો વિટામીન ડીની ઉણપ પૂરી થઇ જાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણાં શરીરને અનેક પ્રકારની વિટામીન્સની જરૂર હોય છે. સારા શરીર માટે પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન એ, બી, સી અને ડીની માત્રા બરાબર રહે એ ખૂબ મહત્વપૂર્ણ છે. જો કે આ બધી વસ્તુઓ તમને અનેક બીમારીઓથી બચાવે છે. એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વિટામીન ડીની ઉણપથી શરરીમાં અનેક ઘણી તકલીફો થાય છે. મજબૂત ઇમ્યુનિટી સિસ્ટમ તમારા શરીરમાં રહેલા અનેક રોગોને દૂર રાખે છે. આ સાથે જ વિટામીન ડી થી B12 અસંતુલિત થઇ જાય છે. આ સિવાય તમને અનેક બીમારીઓનો ખતરો પણ રહે છે.

    આ પણ વાંચો: જાણો વીગન ડાયટ વિશે જે ફોલો કરે છે આ સેેલેબ્સ

    વિટામીન Dની ઉણપના લક્ષણો



    • માથાનો દુખાવો થવો

    • નબળાઇ આવવી

    • હાડકાંઓમાં દુખાવો થવો

    • માંશપેશિઓમાં દુખાવો

    • વાળ ખરવા

    • ઉદાસ રહેવું

    • દિવસ દરમિયાન દુખી થવુ


    જાણો વિટામીન ડી શરીર માટે કેમ જરૂરી


    વિટામીન ડીની ઉણપથી માત્ર હાંડકાઓ જ નહીં પરંતુ આનાથી પાચન તંત્ર પણ ખરાબ થાય છે. આ સિવાય શરીરમાં કેલ્શિયમની ઉણપ પણ થાય છે. આ સાથે જ વાળ પણ ખરવા લાગે છે. તમને જાણીને નવાઇ લાગશે કે વિટામીન ડીની ઉણપથી વજન પણ વધવા લાગે છે.

    ઇનોથી ચમકાવી દો રસોડાની આ વસ્તુઓ

    આ રીતે વિટામીન ડીની ઉણપ પૂરી કરો



    • દૂધ, દહીં જેવા ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરો

    • નાસ્તામાં એક ગ્લાસ જ્યૂસ પીઓ

    • મશરૂમ, અનાજ ખાઓ

    • ખાવામાં માછલીને શામિલ કરો

    • પીળા ભાગના ઇંડા રોજ ખાઓ

    • વિટામીન ડીની ઉણપ થાય ત્યારે ગાજર ખાઓ

    • સવારના તડકામાં 20 મિનિટ બેસો


    આમ, જ્યારે પણ તમારા શરીરમાં વિટામીન ડીની ઉણપ થાય છે ત્યારે તમને અનેક ઘણી તકલીફો પડે છે. આ માટે જરૂરી છે કે તમારા શરીરમાં વિટામીન ડીની ઉણપ ના રહે. વિટામીન ડીની ઉણપથી શરીરમાં બીજા અનેક પ્રકારનું નુકસાન થાય છે.



    વિટામીન ડીની ઉણપના આ લક્ષણો તમને શરીરમાં દેખાય છે તો તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. આ માટે તમે ડોક્ટરનો સંપર્ક કરીને એમની સલાહ મુજબ તમે આગળ વધો. આમ કરવાથી તમારા શરીરમાં વિટામીન ડીની ઉણપ પૂરી થશે અને શરીર અંદરથી પણ સારું રહે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Vitamin D, Vitamin Deficiency

    विज्ञापन
    विज्ञापन