Home /News /lifestyle /આ વિટામીનની ઉણપને કારણે થાય છે કમરનો દુખાવો, જાણો ઘરે બેઠા Back Pain દૂર કરવાના સરળ ઉપાયો

આ વિટામીનની ઉણપને કારણે થાય છે કમરનો દુખાવો, જાણો ઘરે બેઠા Back Pain દૂર કરવાના સરળ ઉપાયો

કમરના દુખાવામાંથી રાહત મેળવો

Back Pain Home Remedies: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને કમરનો દુખાવો થતો હોય છે. કમરનો દુખાવો થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. શરીરમાં વિટામીન્સની ઉણપથી પણ આ પ્રકારના દુખાવા થતા હોય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગનાં લોકોને કમરનો દુખાવો થતો હોય છે. કમરનો દુખાવો ઘણાં લોકોને અસહ્ય થતો હોય છે. આ દુખાવો ઘણી વાર સહન કરવો પણ ભારે પડે છે. કમરનો દુખાવો થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. એક જ સ્થિતિમાં લાંબો સમય બેસી રહેવાને કારણે, ઊંઘવાની ખરાબ આદત પણ કમરના દુખાવા માટે જવાબદાર હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે પણ પીઠમાં દુખાવો થતો હોય છે. વિટામીન બી 12 એક એવું વિટામીન છે જેની ઉણપથી શરીરમાં દુખાવો થતો રહે છે.

વિટામીન બી12 બ્લડ સેલ્સને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ સાથે જ શરીરમાં એનર્જી બનાવી રાખે છે. આ વિટામીનની ઉણપને કારણે વ્યક્તિ જલદી થાકી જાય છે અને શરીરના ભાગોમાં ખાસ કરીને કમરમાં દુખાવો થવા લાગે છે. તો જાણો કેવી રીતે આ ઉણપને દૂર કરશો.

આ પણ વાંચો: વાળમાં થતા ખોડામાંથી આ 3 રીતે મેળવો છૂટકારો

વિટામીન બી 12ની ઉણપને દૂર કરો


શરીરમાં વિટામીન બી 12ની ઉણપને દૂર કરવી ખૂબ જરૂરી છે. વિટામીન બી 12ની ઉણપને દૂર કરવા માટે તમે દૂધ, દહીં, ઇંડા, કેળા, સ્ટ્રોબરી અને વિટામીન બી 12 ફોર્ટિફાઇડ જેવી વસ્તુઓનું સેવન કરવાથી આ ઉણપને દૂર કરી શકાય છે.

હળદર દૂધ


ઘરેલું નુસ્ખાઓની વાત કરીએ તો પીઠનો દુખાવો દૂર કરવા માટે હળદર વાળુ દૂધ સૌથી વધારે ફાયદાકારક છે. હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી અને એન્ટી ઓક્સિડન્ટ્સ ગુણો હોય છે જે હાડકાંને મજબૂત કરીને શરીરમાં થતા દુખાવાને દૂર કરે છે. કમરના નીચેના ભાગમાં દુખાવો થાય છે તો તમે રાત્રે ઊંઘતા પહેલાં હળદર દૂધ પીઓ. આ માટે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર મિક્સ કરો.

આ પણ વાંચો: સવારમાં ઉઠતાની સાથે પીઠ અને કમરનો દુખાવો થાય છે?

ગરમ પાણી


કમરના નીચેના ભાગમાં થતા દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે બાથટબમાં ગરમ પાણી ભરો અને એની અંદર બેસી જાવો. આમ કરવાથી તમને આરામ મળે છે.


એક્સેસાઇઝ


ખાસ કરીને તમે તમારી ઊંઘવાની પોઝિશન પર ખાસ ધ્યાન આપો. આ માટે તમે પીઠને સીધી રાખીને બેસવાની આદત પાડો. આ સાથે જ તમે હળવી એક્સેસાઇઝ કરીને આ દુખાવામાંથી રાહત મેળવી શકો છો. તમને સતત કમરનો દુખાવો રહે છે તો તમે બહુ લાંબો સમય સુધી ઉભા રહેશો નહીં.
First published:

Tags: Back Pain, Health care, Home Remedies

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો