Home /News /lifestyle /પ્રેગનન્સીમાં આ વિટામીન્સની ઉણપથી ગર્ભમાં રહેલા બાળકને થાય છે નુકસાન, જાણો નહીં તો..

પ્રેગનન્સીમાં આ વિટામીન્સની ઉણપથી ગર્ભમાં રહેલા બાળકને થાય છે નુકસાન, જાણો નહીં તો..

જાણો પ્રેગનન્સીમાં વિટામીન્સનું મહત્વ

Need of Supplements in Pregnancy: દરેક મહિલા માટે પ્રેગનન્સીનો સમયગાળો સૌથી બેસ્ટ હોય છે. પ્રેગનન્સીમાં વિટામીન્સની ઉણપ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે. વિટામીન્સની ઉણપની ગર્ભમાં રહેલા બાળકને પણ નુકસાન થઇ શકે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પ્રેગનન્સી દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થતા હોય છે. પ્રેગનન્ટ મહિલાઓ પૌષ્ટિક ખોરાક ખાઓ બહુ જરૂરી છે. આ સમય દરમિયાન તમે આચરકુચર ખાઓ છો તો હેલ્થને અને ગર્ભમાં રહેલા બાળકને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે જરૂરી છે પ્રેગનન્ટ મહિલાઓના શરીરમાં વિટામીન્સની ઉણપ ના હોય. વિટામીન્સની ઉણપથી માતા અને ગર્ભમાં રહેલા બાળકને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે કેટલાક ખાદ્ય પદાર્થો એવા હોય છે જે હેલ્થને અનેક રીતે નુકસાન કરે છે.

    આ માટે તમે ભોજનથી લઇને કોઇ પણ પરિસ્થિતિમાં આગળ વધતા પહેલા ડોક્ટરની સલાહ અચુક લો. પ્રેગનન્સી સમયમાં ડોક્ટરની સલાહથી આગળ વધવુ જોઇએ. તો જાણી લો તમે પણ કેટલાક વિટામીન્સ અને પૌષ્ટિવ તત્વો વિશે.

    આ પણ વાંચો: જાણો લિપ ફ્લિપ અને ડર્મલ ફિલર્સ વચ્ચે શું છે તફાવત

    જાણો કેમ હોય છે વિટામીન્સની જરૂર


    પ્રેગનન્સી બર્થ બેબીના રિપોર્ટ અનુસાર સ્વાસ્થ્યને સારું બનાવવા માટે અલગ-અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે જેમાં વિટામીન, મિનરલ્સ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફેટ અને ફાઇબર મહત્વનો ભાગ ભજવે છે. વિટામીન કાર્બેનિક કમ્પાઉન્ડ હોય છે જે શરીર એની જાતે બનાવી શકતુ નથી જેમ કે વિટામીન ડી. આ ખાધા સિવાય સવારના તડકામાં બેસવાનાથી આ ઉણપ પૂરી થાય છે.

    પ્રેગનન્સીમાં આ વિટામીન્સની જરૂર હોય છે


    પ્રેગનન્સી સમયમાં સારું ભોજન ગર્ભમાં રહેલા બાળક અને માતાના સ્વાસ્થ્ય માટે હેલ્ધી સાબિત થાય છે. જ્યારે મહિલા પ્રેગનન્ટ થાય છે ત્યારે ખાસ કરીને પ્રોટીન, ફોલેટ, આયોડીન, આયરન અને વિટામીનની સાથે અનેક પોષક તત્વોની જરૂરિયાત પહેલાં કરતા વધી જાય છે. ફોલેટ જેને ફોલિક એસિડ કહેવામાં આવે છે.

    આ પણ વાંચો: બાળકને ડેન્ગ્યુ થાય ત્યારે ફાસ્ટ રિકવરી માટે શું ખવડાવશો

    આમ જો વાત કરવામાં આવે તો પ્રેગનન્સીના સમયમાં મહિલાઓમાં વિટામીન એ મહત્વનો સ્ત્રોત ધરાવે છે. વિટામીન એની ઉણપથી મહિલા અને ગર્ભમાં રહેલા બાળકને અનેક રીતે નુકસાન થાય છે. તમે પ્રેગનન્ટ છો તો ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખો કે તમારામાં વિટામીન એની ઉણપ ના થાય.



    આ ઉણપથી તમને ઘણી વાર બેચેની જેવું પણ લાગે છે. જો કે આજકાલ માર્કેટમાં વિટામીન્સની ઉણપને પૂરી કરવા માટે દવાઓ પણ મળી રહે છે, પરંતુ તમને એક વાત ખાસ એ જણાવી દઇએ કે ડોક્ટરની સલાહ વગર તમારે કોઇ પણ પ્રકારની દવા લેવી જોઇએ નહીં.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Pregnancy

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन