વાયરલ ફીવરથી બચાવશે આ ચીજ

વાયરલ ફીવર ઓછો કરવા અજમાવો આ ઉપાય

વાયરલ ફીવર ઓછો કરવા અજમાવો આ ઉપાય

 • Share this:
  આ તાવના લક્ષણ
  વાયરલ થવાથી શરીરમાં કેટલાક આ લક્ષણો જોવા મળે છે, જેમ કે ગળામાં દુખાવો, ખાંસી, માથાનો દુખાવો, થાક, સાંધાનો દુખાવો તેમજ ઝાડા, આંખો લાલ થવી અને માથું ગરમ થવું વગેરે..

  નેચુરોપેથી છે
  વાઇરલ દરમિયાન ખાણીપીણીનું ધ્યાન રાખીને ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરી શકો છો તેમજ વાયરલ ફીવર પણ દૂર કરી શકો છો. પણ જો તાવ 102 અથવા તેનાથી ઓછો હોય તો ઘરેલૂ નુસ્ખાથી ઈલાજ થઈ શકે છે. દર્દીના શરીર પર સામાન્ય પાણીની પટ્ટીઓ મૂકો, જ્યાં સુધી શરીરનું તાપમાન ઓછું ન થઈ જાય. દર્દીને દર 6 કલાકે પેરાસિટામોલની એક ગોળી આપી શકો છો. તાવ ન ઉતરે તો ડોક્ટરની સલાહ લો.

  તુલસીનો કાઢો
  પ્રાકૃતિક ઉપચાર માટે તુલસીના પાન શ્રેષ્ઠ અને અસરકારક દવા છે. એક ચમચી લવિંગ પાવડરને 20 તાજા અને સાફ તુલસીના પાન સાથે એક લિટર પાણીમાં ઉકાળી તેને દર બે કલાકે સેવન કરો. તે એન્ટીબેક્ટીરીયલ હોવાથી વાયરલથી બચાવે છે.

  ધાણાની ચા
  તેમાં રહેલા એંટીબાયોટિક ગુણો વાયરલ ચેપ સામે લડવાની શક્તિ આપે છે. ધાણાનાં બીજ શરીરને વિટામિન આપે છે. પાણીમાં એક મોટી ચમચી ધાણાના બીજ ઉમેરી ઉકાળી લો. તે બાદ તેમાં થોડું દૂધ અને ખાંડ ઉમેરી પીવો.

  લીંબુ અને મધ
  લીંબુ અને મધ વાયરલ ફીવર ઓછો કરો છે. લીંબુ અને મધનું સેવન પણ કરી શકો છે.

  Sperm Count વધારવા માટે ખાવ આ 3 ચીજ
  Published by:Bansari Shah
  First published: