Home /News /lifestyle /વેજિટેરિયન ડાયાબિટીસના દર્દીઓ ડાયટમાં એડ કરો આ 3 વસ્તુ, હંમેશા કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર અને એનર્જી વધશે
વેજિટેરિયન ડાયાબિટીસના દર્દીઓ ડાયટમાં એડ કરો આ 3 વસ્તુ, હંમેશા કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર અને એનર્જી વધશે
લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવો
Diet Plan For Diabetes Patient: ડાયાબિટીસના દર્દીઓએ પોતાની હેલ્થનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. ખાસ કરીને આ દર્દીઓએ પોતાના ડાયટને ફોલો કરવું જોઇએ. આ સાથે જ લાઇફ સ્ટાઇલમાં પણ અનેક બદલાવ લાવવા જરૂરી છે. આમ, જો તમે શાકાહારી છે તો ડાયટમાં આ વસ્તુઓનો બદલાવ કરો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં અનેક લોકો ડાયાબિટીસથી પીડિત હોય છે. ડાયાબિટીસના કેસમાં સતત વઘારો થઇ રહ્યો છે. જે લોકોને ડાયાબિટીસ હોય એમને પોતાના ડાયટ પર તેમજ હેલ્થ પર પૂરુતું ધ્યાન આપવું જોઇએ. ડાયાબિટીસ માટે વેજિટેરિયન પ્લાનમાં ઘણાં બધા પ્લાન્ટ બેસ્ડ પ્રોટીનને એડ કરવા જોઇએ. ટાઇપ 2 ડાયાબિટીસના નોન વેજિટેરિયન લોકો માટે શાકાહારી આહારનું પાલન કરવુ થોડુ અઘરું પડી શકે છે, કારણકે મીટ, ફિશ જેવા એનિમલ પ્રોડક્ટ્સ સિવાય પ્રોટીનનો વિકલ્પ સિમીત થઇ જાય છે. બ્લડ સુગરને બેલેન્સ રાખવા માટે ક્વોલિટી ફાઇબર કાર્બોહાઇડ્રેટ લેવું ખૂબ જરૂરી છે, જ્યારે એક મીલમાં સોલિડ પ્રોટીનને શામિલ કરવું જોઇએ. તો જાણો તમે પણ વેજિટેરિયન ડાયાબિટીસના લોકોએ કઇ વાતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ.
માયો ક્લિનિક અનુસાર વેજિટેરિયન ડાયટ લેવું એ ડાયાબિટીસની સારવાર નથી, પરંતુ નોન-વેજિટેરિયન ડાયટ કરતા આના લાભ અનેક પ્રકારે છે. વેજિટેરિયન ડાયાબિટીસ પેસેન્ટ્સનું ડાયટ પ્લાનિંગ હેલ્ધી વસ્તુઓનું હોવુ જોઇએ જેથી કરીને બ્લડ સુગર કંટ્રોલમાં રહે અને કોઇ કોમ્પ્લિકેશન ના આવે.
ડાયટમાં આ 3 વસ્તુઓ એડ કરો
પર્યાપ્ત પ્રોટીન લો
જ્યારે વાત ડાયાબિટીસની આવે ત્યારે પ્રોટીન એક જરૂરી ન્યૂટ્રિએન્ટ છે. આ ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. આ સાથે જ ડાયજેશન સિસ્ટમ પણ સારી કરે છે, જેના બ્લડ સુગરને રેગ્યુલેટ રાખવામાં મદદ મળે છે. સામાન્ય રીતે જ્યારે આપણે પ્રોટીન વિશે વાત કરીએ ત્યારે ખાસ કરીને વેજિટેરિયન ફુડમાં બીન્સ, નટ્સ, સીડ્સ, હોલ ગ્રેન જેવી અનેક વસ્તુઓ સામેલ થાય છે.
ઘણી બધા અભ્યાસ પરથી જાણવા મળ્યુ છે કે વેજિટેરિયન ડાયટને ફોલો કરતા લોકોમાં બેડ કોલેસ્ટ્રોલ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જો કે આની પાછળનું કારણ એ છે કે વેજિટેરિયન ડાયટમાં પોલીસેચ્યુરેટેડ એન-6 ફેટી એસિડ, ફાઇબર અને પ્લાન્ટ સ્ટોરોલ્સ અને સેચ્યુરેટેડ ફેટ લો હોય છે. આ માટે તમારા ડાયટમાં ફ્લેક્સસીડ, અખરોટ, સોયાને એડ કરી શકો છો.
હાઇ ફાઇબર કાર્બોહાઇડ્રેટ્સ
સામાન્ય રીતે વેજિટેરિયન, નોન વેજિટેરિયન લોકોની તુલનામાં વઘારે ફાઇબર લેતા હોય છે. હાઇ ફાઇબર ડાયટ બ્લડ સુગરને રેગ્યુલેટ કરવા, કોલેસ્ટ્રોલને લો રાખવામાં મદદરૂપ બને છે. આ માટે ડાયાબિટીસના લોકોએ હંમેશા હાઇ ફાઇબર ખોરાકને ડાયટમાં એડ કરો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર