Home /News /lifestyle /ક્યારે નહીં પડે કોઇ દવાની જરૂર, લિવરને હેલ્ધી રાખવા બ્રોકલીથી લઇને આ 3 વસ્તુઓનું સેવન કરો

ક્યારે નહીં પડે કોઇ દવાની જરૂર, લિવરને હેલ્ધી રાખવા બ્રોકલીથી લઇને આ 3 વસ્તુઓનું સેવન કરો

લિવરને હેલ્ધી રાખવા માટેની ટિપ્સ

healthy lever food: આજનાં આ ફાસ્ટ યુગમાં લોકો જાતજાતની બીમારીથી પીડાતા હોય છે. એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લિવરને લગતી તકલીફોથી પણ અનેક લોકો પીડાતા હોય છે. આમ, જો તમે આ ફૂડ્સ ખાઓ છો તો લિવર હેલ્ધી રહે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સ્વસ્થ શરીર હોવું ખૂબ જરૂરી છે. ખરાબ ખાણી-પીણીની સીધી અસર લિવર પડે છે. ખરાબ ખાવાથી લિવર સૌથી પહેલા પ્રભાવિત થાય છે. સારા શરીર માટે એક્સેસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. એક્સપર્ટ અનુસાર લિવર શરીરનો એવો ભાગ છે જે ખરાબ થાય તો એની જાતે જ સારું થવામાં મદદ મળે છે. આમ, જો તમે લિવરને સ્વસ્થ રાખવા ઇચ્છો છો તો આ ફુડ્સનું સેવન કરો. આ ફુડ્સ તમારા લિવરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તો તમે પણ ભૂલ્યા વગર રોજ આ ફૂડ્સનું સેવન કરો અને લિવરને હેલ્ધી બનાવો.

    આ પણ વાંચો: મૂળા સાથે આ વસ્તુઓ ખાવાથી હેલ્થને થાય છે નુકસાન

    બ્રોકલી


    બ્રોકલીનું સેવન તમે લિવરને હેલ્ધી રાખવા માટે કરી શકો છો. બ્રોકલીમાં મળતા પોષક તત્વો ફેટી લિવર ડિસીઝ અને લિવરમાં ટ્યૂમર જેવી બીમારીઓથી બચાવ કરે છે. આ માટે બ્રોકલીને તમે સ્ટીમ કરી લો અને પછી એનો સુપ કે શાક બનાવીને ખાઇ શકો છો. આનાથી તમારું લિવર સ્વસ્થ રહે છે.

    લીલા શાકભાજી


    લીલા શાકભાજીનું સેવન લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. લીલા શાકભાજીમાં મળતા એન્ટી ઓક્સિડન્ટ્સ લિવરને ફ્રી રેડિકલ્સથી બચાવવામાં મદદ કરે છે. ખાસ કરીને પાલક લિવર માટે સૌથી વધારે ફાયદાકારક છે. તમે લીલા શાકભાજીનું શાક બનાવીને તેમજ સલાડના રૂપમાં આનું સેવન કરી શકો છો. લીલા શાકભાજીમાં લિવરમાં મળતા કેમિકલ્સ ન્યૂટ્રલાઇઝ કરવામાં મદદ કરે છે. લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ માટે દરેક લોકોએ લીલા શાકભાજીનું સેવન રેગ્યુલર કરવું જોઇએ.

    આ પણ વાંચો: હેલ્ધી રહેવા માટે દરરોજ કેટલા ઇંડા ખાવા જોઇએ?

    બીટ


    બીટ ખાવાથી સ્વાસ્થયને અનેક ઘણો ફાયદો થાય છે. સંશોધન અનુસાર બીટનો જ્યૂસ સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. તમે બીટનો જ્યૂસ, બીટનો સલાડ ખાઇ શકો છો. બીટ તમારી સ્કિનને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. બીટમાં એન્ટી ઓક્સિડન્ટ્સ સારું હોય છે જે લિવરમાં આવતા સોજાને ઓછુ કરવામાં મદદ કરે છે. લિવરને સ્વસ્થ રાખવું બહુ જરૂરી છે.

    સ્પ્રાઉટ્સ


    હેલ્થ સારી રાખવા માટે સ્પ્રાઉટ્સ સૌથી બેસ્ટ છે. આ માટે તમે મગ, ચણા, તુવેર જેવા અનેક પ્રકારના કઠોળ ખાઓ છો તો લિવર માટે સૌથી બેસ્ટ છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन