Home /News /lifestyle /કેવી રીતે જાણશો તમારા નાના ભૂલકાને યુરિનમાં ઇન્ફેક્શન થયુ છે?
કેવી રીતે જાણશો તમારા નાના ભૂલકાને યુરિનમાં ઇન્ફેક્શન થયુ છે?
યુરિન ઇન્ફેક્શનથી અનેક સમસ્યાઓ થાય છે.
UTI In kids: મહિલાઓને ખાસ કરીને યુરિન ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધારે હોય છે. પરંતુ આ ખતરો માત્ર મહિલાઓને જ નહીં, પરંતુ નાની ઉંમરના બાળકોને પણ રહે છે. તો જાણો બાળકોને યુરિનમાં ઇન્ફેક્શન થયુ છે એમ કેવી રીતે જાણ થાય.
UTI infection in kids: યુરિન સિસ્ટમ વ્યક્તિના શરીરની બધી ગંદકી બહાર કરવાનું કામ કરે છે. આ માટે યુરિનરી ટ્રેક્ટને હેલ્ધી રાખવુ ખૂબ જરૂરી છે. પરંતુ મહિલાઓને યુરિન ઇન્ફેક્શન થવુ એ કોમન છે. જો કે હવે યુટીઆઇ એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનની ફરિયાદ નાના બાળકોને પણ વઘારે રહેતી હોય છે. બેક્ટેરિયાને કારણે બાળકોમાં આ પ્રકારનું ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. જેના વિશે પેરેન્ટ્સે સજાગ થવાની જરૂર છે. યુટીઆઇને કારણે નાના બાળકોને અનેક ઘણી તકલીફ થતી હોય છે.
નેશનલ હેલ્થ સર્વિસના રિપોર્ટ અનુસાર બાળકોમાં યુરિન ઇન્ફેક્શન થવાનું મુખ્ય કારણ બેક્ટેરિયા છે જે એના ડાયજેસ્ટિવ સિસ્ટમમાંથી પહોંચીને મૂત્રમાર્ગ દ્રારા પહોંચી જાય છે. જ્યારે બાળકોના માતા-પિતા ખોટી રીતે ક્લિન કરે છે ત્યારે આ સમસ્યા થાય છે. આમ તમને જણાવી દઇએ કે આ ઇન્ફેક્શન થવાનું મુખ્ય કારણ ક્લીનિંગનો અભાવ. આ માટે હિપથી લઇને યુરેથ્રા સુધી વાઇપની મદદથી ક્લિન કરવાનું હોય છે.
મોટાભાગના બાળકોમાં આ લક્ષણો જોવા મળે છે
જ્યારે બાળકને યુરિન ઇન્ફેક્શન થાય ત્યારે ખાસ કરીને બાળકને વધારે તાવ આવે છે. આ સાથે જ ઉલટી થવા લાગે છે. આટલું જ નહીં બાળકમાં નબળાઇ, થાક અને એનર્જીની કમી રહે છે. બાળકોને માતાનું દૂધ પીવામાં તકલીફ થતી હોય છે. સ્કિન અને આંખોમાં પીળાશ દેખાય છે.
આ સાથે જ ઘણાં બધા બાળકોને યુરિન ઇન્ફેક્શન સમયે પેશાબમાં બળતરા થતી હોય છે. આ સાથે જ બાળકને વારંવાર બાથરૂમ જવાનું ફિલ થાય છે. પેટમાં દુખાવો થાય છે અને પેશાબમાંથી વાસ આવે છે. આ સાથે જ અંદરની સાઇડ દુખાવો થતો હોય છે.
કેવી રીતે ઇન્ફેક્શનને દૂર કરશો
આ સમયે બાળકોને વધારેમાં વધારે પાણી પીવડાવો. યુરિનની જગ્યા ક્લિન કરતા રહો. ડાયપર પહેરાવો છો તો ખાસ કરીને સમય-સમય પર બદલતા રહો. ગંદા ડાયપર પહેરાવશો નહીં. આમ કરવાથી યુટીઆઇનો ખતરો વધી જાય છે. ઘણાં પેરેન્ટસ બાળકોને એમને પોતાની આળસમાં ડાયપર બદલતા હોતા નથી, આમ તમને પણ આવી આદત છે તો તમારે સુધારવાની જરૂર છે. નહીં તો ઇન્ફેક્શન થશે અને તમારે અંતે પસ્તાવાનો વારો આવશે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર