Home /News /lifestyle /છાલ સાથે ખાઓ બટાકા, વિટામીન બી 6 ઉણપની સાથે-સાથે દૂર થશે આ ભયંકર તકલીફો

છાલ સાથે ખાઓ બટાકા, વિટામીન બી 6 ઉણપની સાથે-સાથે દૂર થશે આ ભયંકર તકલીફો

અનેક તકલીફો દૂર થાય છે.

Benefits of unpeeled potatoes: બટાકા એક એવું શાક છે જે તમારી રેસિપીનો સ્વાદ વઘારે છે. આમ તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે બટાકા જેટલાં ગુણકારી છે એટલી જ એની છાલ પણ છે. બટાકાની છાલ ક્યારે પણ ફેંકવી જોઇએ નહીં.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બટાકાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. બટાકા એક એવુ શાક છે જે કોઇ પણ શાકની સાથે તમે મિક્સ કરીને ખાઓ છો તો એ ખાવાની બહુ મજા આવે છે અને સાથે શાકનો સ્વાદ વધી જાય છે. વાત કરવામાં આવે તો મોટાભાગનાં લોકો બટાકાની છાલ કાઢી નાખતા હોય છે. પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે જો તમે પણ બટાકાની છાલ કાઢીને પછી ઉપયોગમાં લો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. બટાકાની છાલના અનેક ફાયદાઓ છે. એક બટાકાની છાલમાં ભરપૂર વિટામીન અને ન્યૂટ્રિએન્ટ્સ હોય છે. આ સાથે જ પોટેશિયમનો સ્ત્રોત સારો હોય છે.

    બટાકાની છાલ સાથે ખાવાના ફાયદા


    લો બીપીની સમસ્યામાં


    બટાકાની છાલમાં પોટેશિયમ અને મેગ્નેશિયમનો એક મોટો સ્ત્રોત હોય છે. જ્યારે શરીરમાં પોટેશિયમ ના હોય ત્યારે તમારા શરીરમાં વધારાના સોડિયમને જાળવી રાખે છે જેના કારણે હાઇ બીપીની સમસ્યા થાય છે. એવામાં બટાકાની છાલમાં રહેલું પોટેશિયમ આ ઉણપને દૂર કરે છે અને સાથે બ્લડ સર્કુલેશનને સારું બનાવવામાં મદદ કરે છે.

    ખરાબ ડાયજેશનમાં


    પાચન ક્રિયાનું ધીમુ થવુ એ ખરાબ ડાયજેશનનું કારણ બની શકે છે. એવામાં તમે બટાકાની છાલનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. આ સમસ્યા સરળતાથી બટાકાની છાલ દૂર કરે છે. બટાકાની છાલમાં પેટમાં રફેજ અને ફાઇબરનું કામ કરી શકે છે જે સરળતાથી પાચન તંત્રને સારું બનાવે છે. આમ, હવે તમે પણ બટાકાની છાલ ફેંકશો નહીં અને એને ઉપયોગમાં લો.

    વિટામીન બી6ની ઉણપ દૂર કરે


    બટાકાની છાલ હેલ્થને એક નહીં પરંતુ અનેક રીતે ફાયદાકારક છે. તમારા શરીરમાં વિટામીન બી 6ની ઉણપ છે તો એ સરળતાથી તમે દૂર બટાકાની છાલથી કરી શકો છો. વિટામીન બી 6ની ઉણપથી સ્કિન રેસિશ અને હોઠ ફાટવાની સમસ્યા થઇ શકે છે. એવામાં છાલ સહિત તમે બટાકાનો ઉપયોગ કરો છો તો આ સમસ્યામાંથી રાહત મળે છે. આ સાથે જ શરીરમાં વિટામીન બી 6ની ઉણપ પણ દૂર થાય છે.

    વજન ઓછુ કરે


    વજન ઓછુ કરવા માટે બટાકાની છાલ અનેક રીતે ફાયદાકારક છે. આ પેટના મેટાબોલિઝમની ગતિવિધીઓ અને બોવેલ મુમેન્ટમાં તેજી લાવે છે જેના કારણે મોટાપાના દર્દીઓને મોટો ફાયદો થાય છે.

    (આ આર્ટિકલ સામાન્ય જાણકારી માટે છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે)
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Life Style News, Potato

    विज्ञापन
    विज्ञापन