Home /News /lifestyle /Diabetes: ટાઇપ 2 ડાયાબિટીસ શરીરના આ 4 અંગોને સૌથી પહેલાં કરે છે ડેમેજ, જાણી લો નહીં તો..
Diabetes: ટાઇપ 2 ડાયાબિટીસ શરીરના આ 4 અંગોને સૌથી પહેલાં કરે છે ડેમેજ, જાણી લો નહીં તો..
ડાયાબિટીસ હોય તો હેલ્થનું ખાસ ધ્યાન રાખો
Diabetes: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો ડાયાબિટીસનો ભોગ બની રહ્યા છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં તમારે નાની-નાની વાતોનું ધ્યાન ખૂબ રાખવુ પડે છે. જો તમે હેલ્થનું ધ્યાન રાખતા નથી તો અનેક સમસ્યાઓ થઇ શકે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડાયાબિટીસ એક ખતરનાક બીમારી છે. ડોક્ટર્સ પણ કહે છે કે ડાયબિટીસની બીમારીમાં બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં ના આવે તો એ ધીરે-ધીરે આખા શરીરને ખોખલું કરી દે છે. આજનાં આ સમયમાં અનેક લોકો ઝડપથી ડાયાબિટીસની ઝપેટમાં આવી રહ્યા છે. ડાયાબિટીસની ઝપેટમાં નાના બાળકો પણ જલદી આવી રહ્યા છે. અનેક નાના બાળકો પણ એવા છે જેમને ઇન્સ્યુલિન લેવા પડતા હોય છે. આ માટે જેને ડાયાબિટીસ હોય છે એમને ખાવા-પીવાની બાબતથી લઇને ઊંઘવામાં અનેક બાબતોનું ધ્યાન રાખવુ પડે છે. આમ, આજે અમે તમને શરીરના આ પાંચ અંગો વિશે જણાવીશું જેની પર ટાઇપ 2 ડાયાબિટીસનો ખતરો સૌથી વઘારે રહે છે. ડાયાબિટીસની બીમારી આ અંગોને સૌથી પહેલા ડેમેજ કરે છે.
ટાઇપ 2 ડાયાબિટીસની સૌથી મોટી અસર આંખો પર થાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર ટાઇપ 2 ડાયાબિટીસ આપણી આંખોની નાની-નાની રક્ત વાહિકાઓને પ્રભાવિત કરે છે જેના કારણે ધીરે-ધીરે આંખોની રોશની નબળી પડતી જાય છે.
હાર્ટ
હાઇ બ્લડ સુગર રક્ત વાહિકાઓ અને નસોને ડેમેજ કરવાનું કામ કરે છે જે હાર્ટને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ રક્ત વાહિકાઓ અને નસોને ડેમજ થવાને કારણે હાર્ટને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે. ઘણી વાર સ્ટ્રોક આવવાની સંભાવના પણ ખૂબ વધી જાય છે.
શરીરમાં ગ્લુકોઝ અને હાઇ લેવલ આપણી કિડનીની રક્ત વાહિકાઓને ડેમેજ કરી શકે છે. આ સાથે જ આપણે કિડની સાથે સંકળાયેલી બીમારીઓની ઝપેટમાં જલદી આવી શકીએ છીએ. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર મોટાપા, ધુમ્રપાન, હાર્ટ ડિસીઝ, હાઇ બ્લડ પ્રેશર જેવી તકલીફોને કારણે કિડની ડેમેજ થઇ શકે છે.
પગ
ડાયાબિટીસમાં સૌથી મોટી તકલીફ પગમાં પણ થઇ શકે છે. શરીરની રક્ત વાહિકાઓ અને નર્વ્સ સિસ્ટમ ડેમેજ થવાને કારણે ડાયાબિટીસના દર્દીઓને પગમાં અલ્સર થવાનુ જોખમ વધી જાય છે. આ સમસ્યા એટલી ગંભીર હોય છે કે ઘણાં બધા કેસમાં તો વ્યક્તિના પગ પણ કાપવા પડે છે. સાથે જ તમને શરીરમાં કોઇ ઇજા થાય છે તો એમાં જલદી રૂઝ આવતી નથી. આ માટે તમને શરીરમાં આવી કોઇ તકલીફ થાય છે તો તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર