Home /News /lifestyle /રોજ કોફી પીવાથી મહિલાઓમાં ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછુ, જાણી લો રિસર્ચમાં શું જાણવા મળ્યું

રોજ કોફી પીવાથી મહિલાઓમાં ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછુ, જાણી લો રિસર્ચમાં શું જાણવા મળ્યું

કોફી પીવાથી અનેક લાભ થાય છે.

 Prevent development of type 2 diabetes in women: દિવસેને દિવસે ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ટાઇપ 2 ડાયાબિટીસને કારણે મહિલાઓમાં પ્રેગનન્સી સમયે અનેક ઘણી તકલીફો થાય છે. એક અહેવાલ મુજબ કોફીનું સેવન મહિલાઓમાં જેસ્ટેશનલ ડાયાબિટીસ પછી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછુ કરી શકે છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આંકડાઓ અનુસાર વિશ્વમાં 42.2 કરોડથી પણ વધારે લોકો ડાયાબિટીસથી પીડિત છે. આ સાથે જ લગભગ 15 લાખ લોકોના મોત પ્રત્યક્ષ તેમજ અપ્રત્યક્ષ રીતે ડાયાબિટીસને કારણે થાય છે. આ કરતા પણ મોટી ચિંતા તો એ છે કે વિશ્વસમાં કુલ ડાયાબિટીસ દર્દીઓમાં 17 ટકા દર્દીઓ ભારતમાં છે. એટલે ભારતમાં લગભગ 8 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે. આંકડાઓ અનુસાર ભારતમાં 2045 સુધી 13.5 કરોડ લોગો ડાયાબિટીસથી પિડીત હશે. આ માટે ભારતને ડાયબેટિક કેપિટલ ઓફ વર્લ્ડ કહેવામાં આવી રહ્યું છે.

    આ પણ વાંચો:શું તમારું બાળક રાત્રે પથારી ભીની કરે છે?

    ટાઇપ 2 ડાયાબિટીસના કિસ્સાઓમાં ભારતના દર્દીઓની સંખ્યા બહુ વધારે છે. કેટલીક મહિલાઓને પ્રેગનન્સી સમયે પણ ડાયાબિટીસ થઇ જાય છે, જેને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવામાં આવે છે. આ સાથે જ તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે નિયમિત કોફીના સેવનથી મહિલાઓમાં જેસ્ટેશનલ ડાયાબિટીસને કારણે ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમને ઓછુ કરશે.

    જેસ્ટેશનલ ડાયાબિટીસ પછી ડાયાબિટીસનું જોખમ વધારે


    ગ્લોબલ ડાયબેટ્સ કમ્યુનિટીની વેબસાઇટમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર સિંગાપુરમાં શોધકર્તાઓને એમના અધ્યયનમાં જાણવા મળ્યુ છે કે જે મહિલાઓને પ્રેગનન્સી દરમિયાન જેસ્ટેશનલ ડાયાબિટીસ હોય છે, તેઓ કોફીનું નિયમિત સેવન કરે છે તો તેઓ ટાઇપ 2 ડાયાબિટીસના જોખમથી બચી શકે છે. આ અધ્યયન નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના શોધકર્તાઓએ કર્યુ છે.

    આ પણ વાંચો:દવા વગર એસિડિટીમાંથી છૂટકારો મેળવો

    શોધકર્તાઓએ  આ વિશે જણાવ્યું કે જે મહિલાઓમાં પ્રેગનન્સી દરમિયાન જેસ્ટેશનલ ડાયાબિટીસ હોય છે અને તેઓ લાંબા સમય સુધી નિયમિત રીતે કોફીનું સેવન કરે છે તો પછી એમનામાં ડાયાબિટીસ થવાનું જોખમ બહુ ઓછુ થઇ જાય છે. જો કે જે મહિલાઓને પ્રેગનન્સી દરમિયાન જેસ્ટેશનલ ડાયાબિટીસ થઇ જાય છે એમને સામાન્ય મહિલાઓની તુલનામાં ડાયાબિટીસ થવાનું જોખમ 10 ઘણું ઓછુ થઇ જાય છે.

    4500 મહિલાઓ પર રિસર્ચ થયુ

    ગ્લોબલ સેન્ટર ફોર એસિયન વુમેન્સ હેલ્થમાં ડાયરેક્ટર પ્રોફેસર ઝાંગ અને નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરમાં સ્કૂલ ઓફ મેડિસીન વિભાગના પ્રોફેસરના નેતૃત્વમાં આ અભ્યાસ થયો છે. આ અભ્યાસમાં 4500 એ મહિલાઓ હતી કે જેઓ જેસ્ટેશનલ ડાયાબિટીસમાંથી પસાર થઇ ચુકી હતી. આ મહિલાઓમાં 25 વર્ષના હેલ્થ ડેટા વિશે ધ્યાન આપવામાં આવ્યુ હતુ.



    અભ્યાસમાં જાણવા મળ્યુ હતુ કે જે મહિલાઓએ ચાર તેમજ એના કરતા વધારે કોફી પીધી હતી એમને ડાયાબિટીસનું જોખમ 53 ટકા ઓછુ હતુ. જ્યારે જે મહિલાઓએ બે તેમજ ત્રણ કપ કોફી પીધી એમનામાં ડાયાબિટીસનું જોખમ 17 ટકા ઓછુ હતુ જ્યારે જે મહિલાઓએ એક કપ કોફી પીધી હતી એમનામાં ડાયાબિટીસનું જોખમ 10 ટકા ઓછુ થઇ ગયુ હતુ. અભ્યાસમાં એ પણ વાત જાણવા મળી હતી કે મીઠી કોફીની બદલે માત્ર કેફીનેટેડ કોફી પીવામાં આવે તો ડાયાબિટીસનું જોખમ ઓછુ થઇ જાય છે.





    Published by:Niyati Modi
    First published:

    Tags: Diabetes care, Life style, Pregnancy

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन