Home /News /lifestyle /Type 1 Diabetes: ટાઇપ 1 ડાયાબિટીસથી શરીરના આ અંગો થાય છે ખરાબ, જાણી લો લક્ષણો
Type 1 Diabetes: ટાઇપ 1 ડાયાબિટીસથી શરીરના આ અંગો થાય છે ખરાબ, જાણી લો લક્ષણો
જાણો ટાઇપ 1 ડાયાબિટીસ વિશે
Type 1 Diabetes: ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં તમારે અનેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું પડે છે. નાના બાળકો પણ ડાયાબિટીસની ઝપેટમાં આવી રહ્યા છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિવસને દિવસે ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસ એક હોર્મોનલ કન્ડીશન છે જેમાં લોહીમાં સુગરનું સ્તર વધી જાય છે. ડાયાબિટીસ મુખ્ચત્વે બે પ્રકારે હોય છે જેમાં ટાઇપ 1 ડાયાબિટીસ અને ટાઇપ 2 ડાયાબિટીસ. ટાઇપ 1 ડાયાબિટીસ એક ઓટોઇમ્યૂન બીમારીનું કારણ હોય છે જે શરીરમાં ઇન્સ્યુલિન બનવા દેતું નથી. ઓટોઇમ્યુન બીમારીમાં ઇમ્યુન સિસ્ટમ શરીર પર જ હુમલો કરે છે. દુનિયાના લગભગ 5 થી 10 ટકા લોકો ટાઇપ 1 ડાયાબિટીસથી પિડીત છે. aajtak.in પરથી મુંબઇના ગ્લોબલ હોસ્પિટલના ડાયાબિટીલોજિસ્ટ ડો આરતી ઉલ્લાસ અનુસાર ટાઇપ 1 ડાયાબિટીસ ઇન્સ્યુલિન ના બનવાને કારણે થાય છે. જો કે ટાઇપ 1 ડાયાબિટીસમાં શરૂઆતથી જ સારવારમાં ઇન્સ્યુલિનની આવશ્યક્તા હોય છે.
ટાઇપ 1 ડાયાબિટીસના લક્ષણો સામાન્ય રીતે જલદી વિકસિત થાય છે. સીડીસીની વેબસાઇટ અનુસાર ટાઇપ 1 ડાયાબિટીસ સામાન્ય રીતે બાળકો અને યુવાઓમાં વધારે થાય છે. અન્ય લક્ષણોમાં તરસ લાગવી અને યુરિન વધારે જવું પડે છે. આ સાથે જ સુગરનું વધવું પણ એક લક્ષણ હોઇ શકે છે. આ સિવાય ટાઇપ 1 ડાયાબિટીસમાં વ્યક્તિનું વજન ઓછુ થવાનો એક સંકેત પણ છે.
લોહીમાં ગ્લુકોઝ હોય છે પરંતુ આ ઇન્સ્યુલિન વગર કોશિકાઓમાં પ્રવેશ કરી શકતું નથી. ઇન્સ્યલિનની ઉણપ થવા પર પ્રોટીન અને ફેટ તૂટવા લાગે છે અને એમાંથી મળેલી ઉર્જાથી શરીર કામ કરવા લાગે છે. આ કારણે વજન ઘટવા લાગે છે. બાળકોમાં ટાઇપ 1 ડાયાબિટીસના શરૂઆતના લક્ષણોમાં તરસ લાગવી, વારંવાર યુરિન જવું પડે, થાક લાગવો અને સ્વભાવ ચિડીયો થઇ જવો હોય છે.
ડાયાબિટીસથી હાર્ટને લગતી તકલીફોનો ખતરો વધી શકે છે. આનાથી છાતીમાં દુખાવો, સ્ટ્રોક અને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાઓ થઇ શકે છે.
કિડની ડેમેજ
કિડનીમાં લાખો રક્ત વાહીકાઓ હોય છે જે ગંદકીને લોહીમાં પ્રવેશ કરવાથી રોકે છે. ડાયાબિટીસ આ પ્રણાલીને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી કિડની ખરાબ પણ થઇ શકે છે.
આંખો ખરાબ થવી
ડાયાબિટીસ આંખોના એ ભાગને નુકસાન પહોંચાડે છે જેનાથી આંખો ખરાબ થાય છે. ડાયાબિટીસથી મોતિયો અને ગ્લુકોમા જેવી બીમારીઓનો ખતરો વધે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર