Home /News /lifestyle /રોજ સવારમાં ઉઠીને ખાઓ આ પીળુ ફ્રૂટ, ફટાફટ ઉતરી જશે વધેલું વજન+ઓગળી જશે ચરબી, મિનિટોમાં કંટ્રોલ થઇ જશે સુગર

રોજ સવારમાં ઉઠીને ખાઓ આ પીળુ ફ્રૂટ, ફટાફટ ઉતરી જશે વધેલું વજન+ઓગળી જશે ચરબી, મિનિટોમાં કંટ્રોલ થઇ જશે સુગર

કેલ્શિયમથી ભરપૂર હોય છે.

Banana For Weight Loss: આજનાં આ સમયમાં અનેક લોકો વજન વધારાની સમસ્યાથી કંટાળી જતા હોય છે. વજન ઉતારવા માટે લોકો જાતજાતની એક્સેસાઇઝ તેમજ જીમનો સહારો લેતા હોય છે. આમ, જો તમે ફટાફટ વજન ઉતારવા ઇચ્છો છો તો આ પીળુ ફ્રૂટ તમારા માટે ફાયદાકારક છે. આ ફ્રૂટ હેલ્થ અને સ્કિન માટે પણ ફાયદાકારક છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં અનેક લોકો વજન વધારાની સમસ્યાથી ચિંતિત હોય છે. આ એક એવી સમસ્યા છે જેને કંટ્રોલ કરવી ખૂબ જરૂરી છે. વઘતા વજનને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. જો તમે વજનને કંટ્રોલ કરતા નથી તો અનેક ઘણી સમસ્યાઓ થઇ શકે છે. લોકો વજન ઘટાડવા માટે જાતજાતની મહેનત કરતા હોય છે. જો કે વજન ઘટાડવા માટે લોકો અનેક પ્રકારના સપ્લીમેન્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. આમ, તમને એક વાત જણાવી દઇએ કે વજન ઘટાડવા માટે તમે કોઇ દવા કે બીજા પ્રકારે વજન ઉતારી રહ્યા છો તો તમારી હેલ્થને લાંબા ગાળે અનેક ઘણું નુકસાન થાય છે.

    આ પણ વાંચો:શું ડાયાબિટીસના દર્દીઓએ ડ્રેગન ફ્રૂટ ખાવું જોઇએ?

    જો કે તમને એક વાત એ જાણીને નવાઇ લાગશે કે વજન ઉતારવા માટે તમે રોજ સવારમાં ઉઠીને એક ફળ ખાઓ છો તો હેલ્થને ફાયદો થાય છે. જો કે સવાલ એ થાય છે કે એવું કયુ ફળ છે જે વજન ઘટાડવામાં ચમત્કારિક સાબિત થઇ શકે છે. પોષક તત્વોથી ભરપૂર ફળ કેળા તમારા માટે બેસ્ટ છે.

    કેળા વેટ લોસ જર્નીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો કે આ વાત જાણીને તમને વિશ્વાસ નહીં થાય પરંતુ વાત સાચી છે. સામાન્ય રીતે કેળાનો ઉપયોગ વજન વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે તમે કેળાનું સાચી અને સારી માત્રામાં ખાઓ છો તો વજન ઘટાડી શકો છે. તો જાણી લો કેળા કેવી રીતે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

    આ પણ વાંચો:ઠંડીમાં મેથીના પાન સ્વાસ્થ્યને કરે છે આટલો મોટો ફાયદો

    આ રીતે કેળા વજન ઘટાડવામાં મદદ કરે છે


    મેડિકલ ન્યૂઝ ટુડેના રિપોર્ટ અનુસાર કેળામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. એક કેળામાં લગભગ 3.07 ગ્રામ ફાઇબર હોય છે. એક વયસ્કને એક દિવસમાં 25 ગ્રામ ફાઇબરની જરૂરિયાત રહે છે. એવામાં તમે એક કે બે કેળા ખાઓ છો તો ફાઇબરની સારામાં સારી માત્રા હાંસલ કરી શકો છો. એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે હાઇ ફાઇબર લેવાથી શરીરનું વજન ઓછુ થાય છે. કેળા ખાધા પછી લોકોનું પેટ ભરેલું લાગે છે જેના કારણે બીજું કંઇ ખાવાની ઇચ્છા થતી નથી. આનાથી કેલરીની માત્રા ઘટે છે.



    એક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે તમે તમારા ડાયટમાં દરરોજ 14 ગ્રામ ફાઇબરની માત્રા વધારો છો તો 4 મહિનામાં 2 કિલોગ્રામ વજન ઓછુ કરી શકો છો. ફાઇબર યુક્ત વસ્તુઓ ખાવાથી તમને ભૂખ ઓછી લાગે છે જેના કારણે બીજું બધુ ખાવાની ઇચ્છા ઓછી થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन