Home /News /lifestyle /ના હોય..તમને પણ શરીરમાં આવું બધું થાય છે? તો ઇગ્નોર કર્યા વગર જલદી જાણો આ મોટી તકલીફ વિશે

ના હોય..તમને પણ શરીરમાં આવું બધું થાય છે? તો ઇગ્નોર કર્યા વગર જલદી જાણો આ મોટી તકલીફ વિશે

શરીરમાં આ ફેરફાર થાય તો એલર્ટ થઇ જાવો

Maintain the level of hemoglobin: શરીરને સારું રાખવા માટે હિમોગ્લોબીન સારું હોવું ખૂબ જરૂરી છે. ઘણાં લોકોમાં હિમોગ્લોબીનની માત્રા બહુ ઓછી હોય છે. જો કે હિમોગ્લોબીન ઓછુ હોવાથી સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણાં શરીરને દરેક વસ્તુની જરૂરિયાત હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણાં શરીરને હિમોગ્લોબીનની જરૂરિયાત વધારે પ્રમાણમાં હોય છે. શરીરમાં જ્યારે હિમોગ્લોબીન ઘટી જાય ત્યારે અનેક બીમારીઓને આપણે આમંત્રણ આપીએ છીએ. આ માટે જરૂરી છે કે શરીરમાં ક્યારે પણ હિમોગ્લોબીનની ઉણપ થાય નહીં. આ આયરનથી બનેલું હોય છે અને ઓક્સીજનને રેડ સેલ્સમાં પહોંચાડવાનું કામ કરે છે. આની ઉણપને કારણને અનેક બીમારીઓમાં તમે સપડાઇ શકો છો. ઘણાં કેસમાં એવું પણ બને છે કે જે લોકોનું હિમોગ્લોબીન બહુ ઓછુ હોય છે એમને લોહીની બોટલ ચઢાવવાનું વારો આવે છે. તો જાણી લો તમે પણ હિમોગ્લોબીનની ઉણપના શું છે લક્ષણો અને ઉપાયો.

આ પણ વાંચો: આજે ધનતેરસ: આ રંગોળી કરવાથી મા લક્ષ્મી થાય છે પ્રસન્ન

હિમોગ્લોબીનની ઉણપના લક્ષણો



  • શરીરમાં નબળાઇ લાગવી

  • થાકી જવું

  • શ્વાસ લેવામાં પ્રોબ્લેમ્સ થવા

  • ચક્કર આવવા

  • હાર્ટ બીટ વધી જવા

  • માથું દુખવું

  • માથુ, હાથ અને પગ ઠંડા થઇ જવા


આ પણ વાંચો: આ રીતે ચપટીમાં દૂર કરી દો ગળાની ખારાશ

આ રીતે હિમોગ્લોબીનની ઉણપ પૂરી કરો


 તરબૂચ


હિમોગ્લોબીનની ઉણપને પૂરી કરવા માટે તરબૂચ સૌથી બેસ્ટ છે. તરબૂચ ખાવાથી શરીરમાં અનેક પ્રકારની કમી દૂર થાય છે. એમાં પણ જો તમારામાં હિમોગ્લોબીનની ઉણપ છે તો તમે તરબૂચ ખાવાનું શરૂ કરી દો. ગરમીની સિઝનમાં દરેક લોકોએ તરબૂચ ખાવું જોઇએ. તરબૂચ ખાવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે. આ સાથે જ તમે રોજ એક ચીરી તરબૂચની ખાઓ છો તો તમે હેલ્ધી અને સ્વસ્થ રહો છો.

લીલાં શાકભાજી


હિમોગ્લોબીનની ઉણપને પૂરી કરવા માટે લીલાં શાકભાજી સૌથી બેસ્ટ છે. આ માટે તમારે સૌથી પહેલા તમારા ડાયટમાં લીલા શાકભાજીને એડ કરવા જોઇએ. આમાં આયરનનો મુખ્ય સ્ત્રોત હોય છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ વસ્તુઓનું સેવન કરવાથી એનીમિયા જેવી તકલીફો પણ દૂર થાય છે.


ખાટા ફળો


ખાટા ફળો ખાવાથી હિમોગ્લોબીનની ઉણપ જલદી પૂરી થાય છે. સ્વાસ્થ્ય માટે ખાટા ફળો ખાવા ખૂબ જરૂરી છે. જો તમારું બાળક ખાટા ફળો ખાતુ નથી તો તમે એને સમજાવો અને ખવડાવો. ખાટા ફળોમાં વિટામીન સીનો સ્ત્રોત બહુ સારો હોય છે જે શરીરમાં બીજી ઉણપને પૂરી કરવાનું કામ કરે છે.

દાડમ


દાડમ લોહીની ઉણપને પૂરી કરવા માટે સૌથી બેસ્ટ છે. દાડમ આયરન, કેલ્શિયમ, ફાઇબર અને બીજા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે.
First published:

Tags: Hemoglobin, Life style