Home /News /lifestyle /મુસાફરી દરમ્યાન ઉલ્ટી, ઉબકા અને ચક્કર આવે છે? તો આ તેલ રૂમાલમાં લગાવીને સૂંઘો, નહીં થાય કોઇ તકલીફ

મુસાફરી દરમ્યાન ઉલ્ટી, ઉબકા અને ચક્કર આવે છે? તો આ તેલ રૂમાલમાં લગાવીને સૂંઘો, નહીં થાય કોઇ તકલીફ

ટ્રાવેલિંગ સમયે આ વસ્તુઓ સાથે રાખો

Home remedies for motion sickness: ટ્રાવેલિંગ કરવાની દરેક લોકોને મજા આવતી હોય છે. મુસાફરી કરતી વખતે અનેક લોકોને મોશન સિકનેસની સમસ્યા રહેતી હોય છે. આ પ્રોબ્લેમ્સને કારણે અનેક લોકો ટ્રાવેલિંગ કરવાનું ટાળતા હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મુસાફરી કરવાની દરેક લોકોને મજા આવતી હોય છે. જ્યારે પણ ટ્રાવેલિંગ કરીએ ત્યારે એની મજા કંઇક અલગ જ આવે છે, પરંતુ ઘણાં લોકોને ટ્રાવેલિંગ સમયે ઉલટી-ઉબકા જેવી સમસ્યા થતી હોય છે. આ સાથે જ અનેક લોકોને ચક્કર જેવી સમસ્યાઓ પણ થાય છે. ટ્રાવેલિંગ દરમિયાન આ તકલીફો થવી એ સામાન્ય બાબત છે. ટ્રિપ પર જવું દરેક લોકોને ગમતુ હોય છે પરંતુ આ બધી સમસ્યાઓને કારણે વ્યક્તિ ટાળતા હોય છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં આ ટાઇપના પ્રોબ્લેમ્સ વધારે રહેતા હોય છે. ટ્રાવેલિંગ સમયે થતી આ ટાઇપની સમસ્યાઓથી તમે પણ કંટાળી ગયા છો તો આ ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

    આ પણ વાંચો: સંતરાની છાલથી આ રીતે ઘટાડી દો સડસડાટ વજન

    આદુ


    ટ્રાવેલિંગ દરમ્યાન તમને ઉલટી-ઉબકા આવે છે તો તમારા માટે આદુ સૌથી બેસ્ટ છે. જ્યારે પણ તમને મોશન સિકનેસ લાગે ત્યારે તમે આદુની છાલ અથવા તો નાનો આદુનો ટુકડો મોંમા મુકી દો. લાંબા રસ્તામાં તમે આ ઉપાય અજમાવી શકો છો. આદુ મોશન સિકનેસના લક્ષણોને ઓછુ કરવાનું કામ કરે છે.

    આ પણ વાંચો: મેથી+કલોંજીના હેર પેકથી વાળનો ગ્રોથ વધારો

    ફુદીનો


    ટ્રાવેલિંગ દરમ્યાન તમારે હંમેશા ફુદીનો સાથે રાખવો જોઇએ. ફુદીનો ઉલટી-ઉબકા અને ચક્કર જેવી સમસ્યાઓમાંથી રાહત અપાવે છે. આ માટે તમે ટ્રાવેલિંગ દરમ્યાન પિપરમિન્ટ ઓઇલ બોટલમાં સાથે રાખો. આ તેલના બેથી ત્રણ ટીપાં રૂમાલમાં નાંખો અને મુસાફરી દરમ્યાન આની સ્મેલ કરતા રહો. આમ કરવાથી તમને બહુ રાહત થઇ જાય છે. ફુદીનામાં મેન્થોલ હોય છે જે પાચનને સરળ બનાવવાનું કામ કરે છે. ફુદીનાની સ્મેલથી ઉલટી જેવી સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે.


    લીંબુ


    વિટામીન સીથી ભરપૂર લીંબૂ ટ્રાવેલિગ સમયે અનેક રીતે કામમાં આવે છે. ટ્રાવેલિંગ દરમ્યાન તમે હંમેશા તમારી સાથે એક લીંબુ રાખો. મુસાફરી સમયે તમે લીંબુ સુંઘતા રહો અથવા તો એને અડધુ કટ કરીને ચુસતા રહો. આ વસ્તુ તમે ત્યારે જ કરો જ્યારે તમને મોશન સિકનેસ જેવું ફિલ થાય. લીંબુ પ્રાકૃતિક રીતે એસિડિક હોય છે. એવામાં લીંબુ પેટના એસિડને ઓછુ કરે છે જેના કારણે ઉલટી જેવી સમસ્યામાંથી રાહત મળે છે. લીંબુની સ્મેલ મોશન સિકનેસના લક્ષણોમાં રાહત અપાવવાનું કામ કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Lemon, Life style, Travelling

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन