દિવસમાં વારંવાર આવે છે ઝોકાં, તો થઈ શકે છે આ ગંભીર બીમારી: સ્ટડી

News18 Gujarati
Updated: September 7, 2019, 2:33 PM IST
દિવસમાં વારંવાર આવે છે ઝોકાં, તો થઈ શકે છે આ ગંભીર બીમારી: સ્ટડી

  • Share this:
તંદુરસ્ત જીવન માટે 8 કલાકની ઉંઘ લેવી જરૂરી ગણાય છે. રાતની ઉંઘ ઘણઈ મહત્વની ગણાય છે. તેમજ થોડા થોડા સમયે ઉંઘની ઝપકી મારવી ફાટદાકારક મનાય છે, પરંતુ જો જરૂર કરતા વધારે ઉંઘની ઝપકી લેવી એ નુક્સાનકારક પણ સાબિત થઈ શકે છે. તેનાથી અલ્ઝાઈમર એટલે કે ભૂલવાની બીમારી પણ થઈ શકે છે. ઘણી ખત એવું પણ બને છે કે ઑફિસમાં કામ કરતી વખતે ઉંઘના ઝોકાં આવતા રહે છે, તો તે અલ્ઝાઈમરની બીમારીનો એક ગંભીર સંકેત હોઈ શકે છે. આવો જાણીએ શું કહે છે રિસર્ચ.. દિવસમાં વારંવાર આવે છે ઝોકાં, તો થઈ શકે છે આ ગંભીર બીમારી: સ્ટડી

સ્ટડીમાં એ વાત સામે આવી છે કે સામાન્ય કરતાં ઝોકાં આવવા અલ્ઝાઈમરનો એક ગંભીર સંકેત હોઈ શકે છે. શોધકર્તાઓ અનુસાર અલ્ઝાઈમરથી મૃત્યુ પામનાર લગભગ 13 લોકોના મગજમાં અલ્ઝાઈમરથી પ્રભાવિત ભાગના લક્ષણોને માપ્યા અને પછી તેની તુલના એવા લોકો સાથે કરી જેમનામાં અલ્ઝાઈમરના કોઈ જ લક્ષણો ન હતા.

સંશોધનકર્તાઓના અનુસાર, અલ્ઝાઇમરમાં મગજના એ ભાગો જ સૌથી વધુ પ્રભાવિત થાય છે, જેના કારણે તમારે દિવસે જાગવું પડે છે. આ જ કારણે યાદશક્તિ જતા પહેલાં અલ્ઝાઈમરનો દર્દી દિવસે વધુ ઉંઘવા લાગે છે. આ સાથે ખુલાસો થયો કે મગજનો જે ભાગ દિવસે જાગવાનું કામ કરે છે, તે Tau નામના પ્રોટીનથી નષ્ટ થઈ જાય છે. તેનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે અલ્ઝાઇમરમાં અમાઈલૉઈડ પ્રોટીન (Amyloid Protein)થી વધુ મહત્વની ભૂમિકા Tau પ્રોટીનની છે.

તેથી જો તમારા જીવનમાં પમ આવી કંઈક તકલીફ અનુભવાતી હોય તો વહેલી તકે ડૉક્ટરનો સંંપર્ક કરવો જોઈએ...
First published: September 7, 2019, 2:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading