Home /News /lifestyle /ટામેટાની એક ચીરી ખાતા પહેલા 100 વાર વિચારો, આ ગંભીર બીમારીઓનો બની શકો છો શિકાર
ટામેટાની એક ચીરી ખાતા પહેલા 100 વાર વિચારો, આ ગંભીર બીમારીઓનો બની શકો છો શિકાર
એલર્જી હોય તો ટામેટા ખાવાનું ટાળવુ જોઇએ.
Side effects of tomato: અનેક લોકો ટામેટા ખાવાના શોખીન હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે અનેક બીમારીઓ એવી હોય છે જેમાં ટામેટા ખાવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે ટામેટાનું સિમીત માત્રામાં સેવન કરવુ જોઇએ.
Tomato side effects: ટામેટા રસોઇનો સ્વાદ વધારે છે. અનેક લોકોની પ્રિય શાકભાજી ટામેટા હોય છે. ટામેટામાં અનેક ગુણો રહેલા હોય છે. શાકભાજીમાં ટામેટા વગરનો સ્વાદ અધૂરો રહે છે. ટામેટાનું સેવન અનેક રીતે કરવામાં આવે છે. ઘણાં લોકો ટામેટાની ચટણી રેગ્યુલર ખાતા હોય છે. ટામેટાનું સેવન અનેક રીતે તમે કરી શકો છો. પરંતુ તમને જણાવી દઇએ કે ટામેટાનું સેવન તમે દરરોજ કરો છો તો અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થાય છે. આમ, જો તમે ટામેટા ખાવાના શોખીન છો તો ખાસ જાણી લો આ સાઇડ ઇફેક્ટ્સ વિશે. ટામેટાની અમ્ય સામગ્રી પેટમાં અતિરિક્ત ગેસ્ટ્રિક એસિડને છોડી દે છે. આનાથી બેચેની અને છાતીમાં બતરા થાય છે. તો જાણો આ વિશે..
તમને ખાવાનું પચતુ નથી અને ખાધા પછી પેટ ફૂલી જાય છે. આ સાથે જ ગેસની સમસ્યા રહે છે તો આ લોકોએ ટામેટા ખાવા જોઇએ નહીં. ટામેટાનું સેવન વધારે કરવાથી ઇરિટેબલ બોવલ સિંડ્રોમને ટ્રિગર કરી શકે છે. આનાથી આંતરડાની સમસ્યા થઇ શકે છે.
એલર્જી થવા પર ટામેટા ના ખાઓ
ટામેટામાં રહેલા કપાઉન્ડ હિસ્ટામાઇન એલર્જીની કારણે બને છે. એવામાં જે લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી છે એ લોકોએ ટામેટાનું સેવન ઓછુ કરવુ જોઇએ. ટામેટાનું સેવન વધારે કરવાથી ખાંસી, છીંક, એક્ઝિમા, ગળામાં બળતરા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આમ, જો તમારી બોડીમાં પહેલાથી જ એલર્જી છે તો ટામેટાનું સેવન ભૂલથી પણ કરશો નહીં.
ટામેટાનું સેવન વઘારે કરવાથી કિડનીને અનેક રીતે નુકસાન થાય છે. કેલ્શિયમ અને ઓક્સાલેટથી ભરપૂર ટામેટાનું સેવન કરવાથી કિડની સ્ટોનની સમસ્યા થઇ શકે છે. એવામાં આનાથી પીડિત વ્યક્તિએ ટામેટાનું સેવન વઘારે કરવુ જોઇએ નહીં.
જોઇન્ટ્સમાં દુખાવો થવો
ટામેટામાં રહેલા હિસ્ટામાઇન અને સોલનિન જેવા કમ્પાઉન્ડ શરીરમાં કેલ્શિયમના ટિશ્યૂઝનું પ્રોડક્શન વધારે છે, જેના કારણે જોઇન્ટ્સમાં દુખાવો થાય છે અને સાથે સોજા આવવા લાગે છે. આ પરિસ્થિતિમાં ટામેટાનું સેવન કરવાથી બચો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર