લોહીને સસ્તામાં સાફ કરવા માટે આજે જ ડાયટમાં ખાવ આ 4 ચીજો

લોહીને સસ્તામાં સાફ કરવા માટે આજે જ ડાયટમાં ખાવ આ 4 ચીજો

 • Share this:
  લોહી સાફ કરવા માટે, આજે જ ડાયટમાં ઉમેરો આ ચીજ

  શરીરના અંગો યોગ્ય રીતે કામ કરતા રહે તે માટે શરીરના દરેક ભાગમાં યોગ્ય રક્તનું પહોંચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. રક્ત શરીરના દરેક ભાગમાં ઑક્સિજન, હોર્મોન્સ અને અન્ય આવશ્યક તત્વોને પ્રસારિત કરે છે. શરીરના ફીટ અને હેલ્ધી રહેવા માટે રક્તનું સ્વચ્છ રહેવું અને તેમાં ઝેરી તત્વો ન હોય તે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. રક્તને સાફ કરવા માટેનું કામ કિડની અને લીવરનું હોવું જરૂરી છે. ઘણી વખત આપણી અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે લીવર અને કિડનીને ઘણું નુકસાન પહોંચે છે, જેથી તે સરળ રીતે કામ નથી કરી શકતા. રક્તમાં ઘણી વખત ઘણાં પ્રકારની અશુદ્ધિઓ એકત્રિત થવા લાગે છે. આ સમસ્યાને માત્ર યોગ્ય ખોરાક દ્વારા જ દૂર કરી શકાય છે. લોહી રક્ત સાફ કરવાની રીત જાણીએ...  દરરોજ તુલસીના પાંદડા ખાવાથી લોહી સ્વચ્છ રહે છે. તેમાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ફ્લેમરેટરી તત્વો લીવર અને કિડનીની અશુદ્ધિઓ દૂર કરવાનું કામ કરે છે. તેઓ નર્વસ સિસ્ટમને યોગ્ય રીતે રાખે છે અને ખોરાકનું સારી રીતે પાચન કરે છે. તુલસીના પાંદડાને ગરમ પાણીમાં ઉકાળી પીવાથી ઘણો ફાયદો થાય છે.

  લોહીની શુદ્ધિ માટે લીંબુનો રસ ખૂબ જ અસરકારક છે. તે શરીરના પી.એચ. સ્તરને સંતુલિત કરે છે અને વિટામીન C નો સારો સ્રોત છે. તે શરીરમાંથી લોહીની અશુદ્ધિઓને દૂર કરે છે અને ખોરાકને પચાવવા માટે કામ કરે છે. દરરોજ સવારે લીંબુનું પાણી ખાલી પેટ પીવાથી, શરીરની અશુદ્ધિઓ દૂર થાય છે અને પેટ પણ સાફ રહે છે. નાસ્તો કરતા પહેલાં પણ ગરમ પાણીમાં લીંબુનો રસ નાખી પીવું એ પણ ફાયદાકારક છે.

  આ પણ વાંચો -  બરફના ટૂકડાથી ઓગાળી નાખો વધારાની ચરબી, પણ ન કરશો આ ભૂલ

  આ પણ વાંચો -  ભીંડા ખાઈ ઉતારો વજન, કબજિયાત, ગેસ, એસિડિટી પણ થશે ગાયબ, જાણો ફાયદા

  આ પણ વાંચો -  નાના-મોટા સૌ કોઈને દાઢે વળગે તેવા, સ્પાઈસી 'ટામેટાં-ડુંગળીના પરાઠા'

  3 ચમચી એપલ વિનેગાર અને અડધી ચમચી ખાવાના સોડાને એકસાથે મિક્સ કરી પરપોટા થતાં બંધ થાય પછી તેને પી જાવ. પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમારું બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય તો ડૉક્ટરની સલાહ વગર તેનો ઉપયોગ કરશો નહીં. ફાયદા કરવાને બદલે તે નુકસાન પણ કરી શકે છે.
  First published:June 22, 2019, 15:08 pm

  ટૉપ ન્યૂઝ