Home /News /lifestyle /આ ફળોને છોલવાની ભૂલ ના કરતાં! છાલમાં જ છે અસલી તાકાત, આ રહ્યુ લિસ્ટ

આ ફળોને છોલવાની ભૂલ ના કરતાં! છાલમાં જ છે અસલી તાકાત, આ રહ્યુ લિસ્ટ

આ ભૂલ ક્યારેય ના કરતાં

ફળોની છાલ ઉતારવા બાબતે મનમાં ઘણી વાર મૂંઝવણ રહે છે કે આ ફળની છાલ ઉતારવી કે નહીં? જો કે વિજ્ઞાન કહે છે કે વાસ્તવિક પોષક તત્ત્વો છાલમાં જ મળી આવે છે, પરંતુ તમામ ફળોની છાલ સાથે આવું નથી. ચાલો તમને જણાવીએ કે કયાં ફળની છાલ કેમ છોલવી ના જોઈએ.

વધુ જુઓ ...
ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ફળોમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે જે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે અને વૃદ્ધાવસ્થાની અસરને પણ ઘટાડે છે. પરંતુ મોટાભાગના લોકોને ફળની છાલ કાઢીને ખાવાનું પસંદ હોય છે. જ્યારે વિજ્ઞાન કહે છે કે મોટાભાગના ફળોની છાલમાં વધુ પોષક તત્વો જોવા મળે છે. જો કે અનાનસ, તરબૂચ જેવા ફળોની છાલ પચવી મુશ્કેલ હોય છે, તેથી તેની છાલ ઉતારવી જરૂરી છે, પરંતુ સફરજન, જરદાળુ, બોર, ગાજર વગેરેની છાલ ઉતારવાથી તેમાં રહેલા પોષક તત્વો મળતા નથી.

હકીકતમાં, છાલ સાથે સફરજન ખાવાથી 332 ટકા વધુ વિટામિન K, 142 ટકા વધુ વિટામિન A, 115 ટકા વધુ વિટામિન C અને 20 ટકા વધુ કેલ્શિયમ મળે છે. બટાકા જેવી કેટલીક શાકભાજીમાં પણ આવા જ ફાયદા જોવા મળે છે.

આ પણ વાંચોઃ વધુ પડતો આરામ બનશે હરામ! વધારે ઊંઘ લેવી પણ બની શકે છે હાનિકારક

શા માટે કેટલાક ફળો છોલ્યા વગર ખાવા જોઈએ?

હેલ્થલાઈનના સમાચાર મુજબ ફળની છાલમાંથી વધુ પોષક તત્વો મળે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જેનાથી આખો દિવસ પેટ ભરેલું લાગે છે. આ કારણે કેટલાક ફળો વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ હોય છે. ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ફાઈબર પચાવવા પેટમાં ઘણો સમય લાગે છે, જેના કારણે ભૂખ જલ્દી નથી લાગતી. તે સાથે જ છાલમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ પણ જોવા મળે છે. એક અભ્યાસ અનુસાર, જો ફળને છાલ સાથે ખાવામાં આવે તો તે 31 ટકા વધુ ફાઈબર પ્રદાન કરે છે. તેવી જ રીતે, છાલ સાથે ફળ ખાવાથી એન્ટીઑકિસડન્ટની માત્રા 328 ટકા વધી જાય છે. આ સિવાય કેલ્શિયમ, વિટામિન્સ, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ વગેરેનું પ્રમાણ પણ વધે છે.

આ પણ વાંચોઃ પુરુષોની સરખામણીએ મહિલાઓ માટે વજન ઘટાડવું મુશ્કેલ! જાણો શું છે કારણ?

છાલવાળા ફળ ઘણા રોગો સામે રક્ષણ આપે છે

છાલને કારણે એન્ટીઑકિસડન્ટની માત્રા વધે છે, તેથી તે આપણને ઘણા રોગો સામે લડવામાં મદદ કરે છે. વાસ્તવમાં, એન્ટીઑકિસડન્ટો શરીરમાં મુક્ત રેડિકલ સામે રક્ષણ આપે છે. ફ્રી રેડિકલની વધુ માત્રા શરીરમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસને વધારે છે, જેના કારણે તે શરીરના કોષોને નુકસાન પહોંચાડે છે અને તેના કારણે શરીરમાં ઘણી બીમારીઓ થવા લાગે છે. એન્ટિઓક્સિડન્ટ્સ આ મુક્ત રેડિકલને બનવા દેતા નથી. સંશોધકોએ તેમના અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે એન્ટીઑકિસડન્ટો હૃદય રોગ અને કેન્સરના જોખમને મોટા પ્રમાણમાં ઘટાડે છે. ફળની છાલમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફળની છાલમાં 328 ટકા વધુ એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે.



છાલ સાથે ખાવામાં આવતા ફળોની યાદી

સફરજન, જરદાળુ, કેળા, બોરી, ગાજર, ચેરી, સાઇટ્રસ ફળો, કાકડીઓ, રીંગણા, દ્રાક્ષ, કીવી, મશરૂમ્સ, બીટ, પીચીસ, ​​નાસપતી, બટાટાં.
First published:

Tags: લાઇફ સ્ટાઇલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો