Health tips: પ્રેગ્નેન્સી બાદ મહિલાઓને શા માટે અપાય છે અજમાનું પાણી પીવાની સલાહ? જાણો તેના અનેક ફાયદાઓ

અજમાનું પાણી પ્રતિકાત્મક તસવીર

Benefits Of Drinking Ajwain Water: આયુર્વેદ અનુસાર પ્રેગ્નેન્સી દરમિયાન અને પ્રેગ્નેન્સી બાદ નવી માતાને અજમાના પાણીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. હકીકતમાં તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને બળતરા વિરોધી તત્વો હોય છે, જે ખાંસી શરીદી સિવાય સાઇનસમાં પણ આરામ આપે છે.

  • Share this:
Health tips: પ્રેગ્નેન્સી કોઇ પણ મહિલા માટે નાજૂક સમય હોય છે. નવ મહિનાની પ્રેગ્નેન્સી (Pregnancy) બાદ જ્યારે મહિલા બાળકને જન્મ (Baby born) આપે છે તો કહેવામાં આવે છે કે, બાળકની સાથે માતાને પણ નવું શરીર મળે છે. જેને ખાસ સારસંભાળની જરૂર હોય છે. એવામાં માતાના નાજૂક શરીરમાં ઘણા પરીવર્તન આવે છે. જો બાળકની જેમ માતાના શરીરની પણ સારી રીતે સંભાળ રાખવામાં ન આવે તો, જીવનભર માટે સમસ્યા રહી જાય છે. એવામાં પોષક તત્વોથી (Nutrients) ભરપૂર ભોજનની સાથે સાથે ઘરેલૂ ઉપાયોનો પણ સહારો લેવામાં આવે છે.

આયુર્વેદ (Ayurveda) અનુસાર પ્રેગ્નેન્સી દરમિયાન અને પ્રેગ્નેન્સી બાદ નવી માતાને અજમાના પાણીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. હકીકતમાં તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને બળતરા વિરોધી તત્વો હોય છે, જે ખાંસી શરીદી સિવાય સાઇનસમાં પણ આરામ આપે છે. તે મહિલાઓ માટે એક ખાસ જડીબુટ્ટીની જેમ કામ કરે છે, જે પ્રસુતિ બાદ તેમને ઘણા ફાયદાઓ પહોંચાડે છે. અહીં, જાણો તેના ફાયદાઓ

ડિલીવરી બાદ આ કારણે અપાય છે અજમાનું પાણી પીવાની સલાહ

ગેસમાંથી રાહત
પ્રેગ્નેન્સીના કારણે મોટાભાગની મહિલાઓને ગેસ્ટ્રિકની સમસ્યાઓ રહે છે. જેના કારણે તેમને બીજી સમસ્યાઓ પણ ઉભી થાય છે. એવામાં પેટની સમસ્યાઓ દૂર કરવા માટે અજમાનું પાણી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

આ પણ વાંચોઃ-વડોદરાઃ PI પત્ની સ્વિટી પટેલ કેસ, નિર્માણાધિન હોટલના પાછળના ભાગેથી મળ્યા બળેલી હાલતમાં હાડકાં

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

લોહી માટે ફાયદારૂપ
અજમાના પાણીનું સેવન કરવાથી રક્ત સંચાર સારી રીતે થાય છે. તેના સેવનથી શરીરમાં રક્તનો પ્રવાહ સમાન રીતે થાય છે.

આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વોઃ ડોક્ટર પ્રેમિકા સાથે ઘરમાં હતો અને અચાનક આવી ગઈ પત્ની, પછી થઈ જોવા જેવી

માતાના દૂધ માટે ફાયદાકારક
જે માતાઓને સ્તનપાન કરાવવામાં સમસ્યા આવે છે, તેમને અજમાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાથી માતાનું દૂધ પણ વધે છે. અજમાના સેવનથી માતાનો દૂધની ક્વોલિટી વધુ સારી બને છે.

આ પણ વાંચોઃ-વડોદરાઃ પોલીસના ઘરની છત ઉપર ઉંઘતી હતી મહિલાઓ, યુવક મહિલા બનીને પહોંચ્યો, બન્યું એવું કે માર્યો કૂદકો

વજન ઘટાડે
પ્રસૂતિ બાદ વજન વધવું સામાન્ય સમસ્યા છે. તેવામાં વજન ઘટાડવા માટે અજમાનું પાણી એક સ્વસ્થ અને સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. તે શરીરનું મેટાબોલિઝમ પણ વધારે છે, જેના કારણે કાર્બ અને ફેટ બર્ન થવાની પ્રક્રિયા શરૂ થાય છે.

પીરિયડ્સમાં આરામ
પીરિયડ્સમાં કમર અને પેટના નીચેના ભાગમાં થતો દુખાવો દૂર કરવામાં આ ઘણુ ફાયદાકારક છે. નવશેકા પાણી સાથે અજમો લેવાથી દુખાવામાં ઘણો આરામ મળે છે.
First published: