Health tips: સફેદ મધના ફાયદા છે અનેક, એન્ટીઓક્સીડન્ટનું છે પાવરહાઉસ

સફેદ મધ પ્રતિકાત્મક તસવીર

White Honey Amazing Benefits: આ મધનો ઉપયોગ અનેક દવાઓ અને સ્વાસ્થ્ય માટે થાય છે. આ ખાસ પ્રકારનું મધ અલ્ફાલ્ફા, ફાયરવેડ અને સફેદ તીપતીયાના ફુલમાંથી બનાવાય છે. આ મધ ક્રીમ જેવું દેખાય છે. જેને સરળતાથી સ્પ્રેડ કરી શકાય છે.

  • Share this:
White Honey Amazing Benefits: મધના કારણે સ્વાસ્થ્યને ઘણા ફાયદા (Benefits) થતા હોવાથી મધ (Honey)નો ઉપયોગ મોટાભાગના પરિવારોમાં થાય છે. જેથી દરેક વ્યક્તિએ મધનું સેવન કર્યું હશે. આ મધનો રંગ બ્રાઉન હોય છે. પરંતુ શું તમે ક્યારેય સફેદ મધ ખાધું છે? તે કાચા (Row) મધ તરીકે ઓળખાય છે. તેમાં હીટિંગ પ્રક્રિયાનો ઉપયોગ થતો ન હોવાથી તેનો રંગ સફેદ હોય છે. સામાન્ય મધની સરખામણીમાં સફેદ મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આજે આપણે સફેદ મધના ફાયદા જાણીશું.

હેલ્થલાઇનના મત મુજબ, આ મધનો ઉપયોગ અનેક દવાઓ અને સ્વાસ્થ્ય માટે થાય છે. આ ખાસ પ્રકારનું મધ અલ્ફાલ્ફા, ફાયરવેડ અને સફેદ તીપતીયાના ફુલમાંથી બનાવાય છે. આ મધ ક્રીમ જેવું દેખાય છે. જેને સરળતાથી સ્પ્રેડ કરી શકાય છે. તો ચાલો સફેદ મધ (White Honey)ના ફાયદા અંગે જાણીએ.

એન્ટીઓક્સીડન્ટથી હોય છે ભરપૂર
સફેદ મધને એન્ટીઓક્સીડન્ટનું પાવરહાઉસ માનવામાં આવે છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો જોવા મળે છે. તેમજ એન્ટીઓક્સીડન્ટથી ભરપૂર ફ્લેવોનોઇડ્સ અને ફિનોલિક નામના સંયોજનો પણ હોય છે. સફેદ મધના સેવનથી વધતી ઉંમરની અસર ઓછી કરી શકાય છે અને હૃદય તંદુરસ્ત રહે છે.

આ પણ વાંચોઃ-Health tips: ચામાં માત્ર આ બે વસ્તુઓ ઉમેરો, ઈમ્યુનિટી બૂસ્ટરની જેમ કરશે કામ

ઉધરસમાં રાહત
સફેદ મધનો ઉપયોગ ઉધરસમાં રાહત મેળવવા માટે પણ થાય છે. પાણી ઉકાળી તેમાં એક ચમચી લીંબુ અને સફેદ મધ નાંખીને તે પાણી પીવાથી ઉધરસથી રાહત મળશે.

પાચનની સમસ્યાનું નિવારણ
પેટમાં ચાંદા, અલ્સર જેવી સમસ્યામાં સફેદ મધ ખૂબ ફાયદાકારક નીવડે છે. તે પાચનતંત્રને પણ તંદુરસ્ત રાખે છે. દરરોજ સવારે એક ચમચી સફેદ મધ ખાવાથી તેની અસર જોવા મળશે.

આ પણ વાંચોઃ-Health tips: મહિલાઓમાં ગુપ્તાંગના ઇન્ફેક્શનને દૂર કરવા પ્રોબાયોટિક્સ છે ફાયદાકારક, આવી રીતે કરે છે કામ

મોઢાના ચાંદામાં રાહત આપે છે
સફેદ મધ મોઢામાં ચાંદા પડી ગયા હોય તેવી સ્થિતિમાં રાહત આપે છે. તેનું સેવન કરવાથી અલ્સર અને ચાંદા મટે છે. તમે ચાંદા પડી ગયા હોય તે સ્થળે સફેદ મધ લગાવી શકો છો.

એનિમિયા દૂર કરે
સફેદ મધને નવશેકા પાણીમાં ભેળવીને દરરોજ પીવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઝડપથી વધે છે. સફેદ મધનું સેવન કરવાથી મહિલાઓમાં એનેમિયાની સમસ્યા દૂર ભાગે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેની અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published: