Intermittent fasting: શું છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, જાણો આ ફાસ્ટ કરવાની સાચી રીત

ઇન્ટરમિટન્ટ ફાસ્ટીંગ પ્રતિકાત્મક તસવીર

health tips: ઇન્ટરમિટન્ટ ફાસ્ટીંગ (Intermittent fasting) નામથી જ સ્પષ્ટ છે કે ઇન્ટરમિટન્ટ એટલે કટકે કટકે.. દિવસના કેટલાક ભાગ દરમિયાન જ ભોજન (meal) લેવાનું હોય છે અને બાકીના સમય દરમિયાન ભોજન નથી લઈ શકાતુ.. અત્યારે હાલ આ ફાસ્ટ ઘણો ટ્રેન્ડમાં છે.

 • Share this:
  પ્રિયંકા બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ આજકાલ ઘણાં લોકો ઈન્ટરમિટન્ટ ફાસ્ટનાં (Intermittent fasting) રસ્તે ચડી ગયા છે. ઘણા બધા સેલિબ્રિટીઝ ફિટ (Celebrities fit with help Intermittent fasting) રહેવા માટે ઈન્ટરમિટન્ટ ફાસ્ટીંગનો સહારો લેતા હોય છે. હમણાં જ કોમેડી ક્વિન ભારતી સિંહે (Comedy Queen Bharti Singh) પોતાના વેઈટ લોસની વાત કરતા એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે પોતાના એપિક વેઈટ લોસનું સિક્રેટ શેર (Secret of Weight Loss) કર્યું, જેમાં તેમણે કહ્યુ કે તેઓેએ એક વસ્તુને સ્ટ્રિક્ટલી ફોલો કરી અને એ છે ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. તો ચલો જાણીએ કે શું હોય છે આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ (what is Intermittent fasting) અને શું છે આ ફાસ્ટ કરવાની સાચી રીત.

  પહેલા તો એ જાણી લઈએ કે આ ફાસ્ટ ખરેખર શું છે?
  ઇન્ટરમિટન્ટ ફાસ્ટીંગ નામથી જ સ્પષ્ટ છે કે ઇન્ટરમિટન્ટ એટલે કટકે કટકે..દિવસના કેટલાક ભાગ દરમિયાન જ ભોજન લેવાનું હોય છે અને બાકીના સમય દરમિયાન ભોજન નથી લઈ શકાતુ.. અત્યારે હાલ આ ફાસ્ટ ઘણો ટ્રેન્ડમાં છે. પરંતુ આપણા સાધુ મુનિઓ પુરાતન કાળમાં આ પધ્ધતિથી જ ભોજન ગ્રહણ કરતા હતા.. સુર્યાસ્ત બાદ તેઓ ભોજન લેવાનું ટાળતા હતા.. તેની પાછળનો તર્ક પણ ઘણો વ્યાજબી અને સ્વાસ્થ્યવર્ધક હતો.. સુર્યાસ્ત પછી વ્યકિતની પાચનક્રિયા મંદ પડી જતી હોય છે. જેથી તેઓ આ પધ્ધતિથી જ ભોજન ગ્રહણ કરતા..

  ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગને સમજાવતાં જાણિતા આયુર્વેદ કન્સલટન્ટ રિતુ ભારદ્વાજ કહે છે કે,પહેલાના સમયમાં માણસ પોતે મહેનત કરતો , પોતાનું ભોજન મેળવવા માટે , બનાવવા માટે . પણ આજકાલ આપણે બેઠાડું જીવન જીવી રહ્યા છીએ,આપણા ખાનપાનમાં મોટાભાગે જંકફુડ અને ફાસ્ટફુડ્સે કબ્જો જમાવી લીધો છે.. પાચનશકિત પર ખરાબ અસર થઈ રહી છે. અને એટલે જ ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો કોન્સેપ્ટ ઝડપથી લોકોમાં હિટ થઈ રહ્યો છે.. ન માત્ર આટલું જ પણ જો તેને સ્ટ્રિક્ટલી ફોલો કરવામાં આવે તો આ ફાસ્ટિંગ સ્ટાઈલથી લોકોને કેન્સર જેવી બિમારીઓમાંથી પણ મુકિત મળી હોવાના તારણ સામે આવ્યા છે.. સાથે જ જાણકારોનું એમ પણ માનવું છે કે ડાયાબીટિસને મહદઅઁશે કાબુમાં લેવામાં પણ આ રીત ખુબ જ કારગર સાબિત થઇ છે.

  આ પણ વાંચોઃ-શું તમે જોયો Dilkhush Dosa? ડ્રાયફ્રુટ્સ અને ચીઝથી ભરપૂર ઢોસા બનાવવાનો વીડિયો થઇ રહ્યો છે viral

  ઈન્ટરમિટન્ટ ફાસ્ટમાં તમારે તમારા બે ભોજનની વચ્ચે 12 કલાક, 14 કલાક અથવા તો 16 કલાકનો અંતરાલ રાખવાનો હોય છે..16 કલાકના ફાસ્ટને બેસ્ટ માનવામાં આવે છે.. તમને થશે કે આટલા લાંબા સમય સુધી ભુખ્યા રહેવું તો ખુબ જ અઘરું છે.. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરુર નથી.. તમારે જે સમયે અંતરાલ રાખવાનો છે તે રાતનો છે , જેથી તમારો મોટા ભાગનો સમય સુવામાં જ પસાર થઈ જશે .. હવે તમને થશે કે આ કઈ રીતે ..?

  તો એ પણ આપને સમજાવી દઈએ , જો તમે તમારુ રાતનુ જમવાનુ 7 વાગ્યે લીધુ છે તો તમે બીજા દિવસે સવારના નાસ્તા અથવા લંચ માટે 11 વાગ્યા સુધીની રાહ જોશો... છે ને એકદમ સરળ?

  આ પણ વાંચોઃ-શિક્ષિત મહિલાઓમાં લગ્ન પહેલા બાળકને જન્મ આપવાની ઈચ્છા વધી: Johns Hopkins Study

  હવે આને તમારા માટે વધુ સરળ બનાવી દઈએ... તમે જ્યારે આ ફાસ્ટ કરો છો ત્યારે તમારે સંપુર્ણ ભુખ્યા નથી રહેવાનું. તમે આ સમયગાળા દરમિયાન શાકભાજીનો જ્યુસ , ગ્રીન ટી વગેરે ચોક્કસથી લઈ શકો છો.પણ એ વાત યાદ રહે કે આ સમયમાં તમારે ફ્રુટ , ફ્રુટ જ્યુસ , ચા કે કોફી બિલકુલ નથી લેવાના...

  ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગના ફાયદા
  શરીરનું સંપુર્ણ ડિટોક્સિફીકેશન એટલે કે શરીરની અંદર રહેલા ઝેરી તત્વોનો સંપુર્ણ નાશ કરીને શરીરને અંદરથી શુધ્ધ કરે છે
  મેદસ્વીપણામાંથી મુકિત
  કેન્સરના સેલ્સનો નાશ
  આંતરડાઓની સફાઈ
  મજબુત પાચનશક્તિ
  મેટાબોલિઝમમાં વધારો
  સુગર કંટ્રોલ

  આ પણ વાંચોઃ-World Physical Therapy Day 2021: આ સમાન્ય ફિઝીયોથેરાપી ટ્રીટમેન્ટ્સ જે તમારે જરૂર જાણવી જોઇએ

  કોણ ન કરી શકે આ ફાસ્ટિંગ
  જે લોકોને હાઈપર એસિડિટી હોય , શારિરિક નબળાઈ ધરાવતા લોકો, આંતરડાને લગતા બિમારી ધરાવતા લોકો , અલ્સરથી પીડાતા લોકો, 18 વર્ષથી નીચેના બાળકો, ગર્ભવતી મહિલાઓએ આ ફાસ્ટિંગ ન કરવું જોઈએ. જો કે રિતુનું માનીએ તો આ ફાસ્ટિંગનો મેક્સિમમ ફાયદો ત્યારે જ મળે , જો તેની સાથે સાથે બેલેન્સ્ડ ડાયટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલને પણ અપનાવવામાં આવે.
  Published by:ankit patel
  First published: