હાઈ કે લો બ્લડ પ્રેશર (blood pressure)હાલનાં દિવસોમાં સામાન્ય બિમારી થઈ ગઈ છે, તેનું કારણ લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી સમસ્યાઓ છે. હાઈ બ્લડ પ્રેશરનાં દર્દીઓમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. યુવાનો પણ તેની ચપેટમાં આવી રહ્યા છે. હાઈ બ્લડ પ્રેશર (High blood pressure causes)કોઈ એક દિવસ થવાની બિમારી નથી, પરંતુ તે સમયની સાથે વિકસિત થતી બિમારી છે. જો સમયે તેના લક્ષણોની ઓળખ કરીને તેનો ઉપચાર ન કરવામાં આવે તો તે હ્રદય, કિડની, મસ્તિષ્ક અને આંખો માટે ઘાતક સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે દર ૪ વ્યક્તિએ ૧ વ્યક્તિ હાઈ બ્લડપ્રેશરનો શિકાર બનતી હોવાનું નોંધવામાં આવ્યું છે.
શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થવું ખૂબ જરૂરી હોય છે. જો કોઇ કારણથી બ્લડ સર્ક્યુલેશન વધારે કે ઓછું થઇ જાય તો સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ વધી શકે છે. ખાસ કરીને લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા થવા લાગતી હોય છે. કેટલાક લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે, પણ તેના લક્ષણો અંગે જાણકારી ન હોવાના કારણે તેને નજર અંદાજ કરે છે. બાદમાં આવી બેદરકારીને કારણે સ્વાસ્થ્ય ખરાબ થવા લાગે છે. આ સમસ્યા વધવા લાગે તો બ્રેઇન સુધી ઓક્સિજન અને પોષક તત્વ પહોંચવામાં મુશ્કેલી થવા લાગે છે. કેટલીક વખત બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે હાર્ટ સંબંધિત તકલીફો પણ થવા લાગે છે.
બ્લડ પ્રેશર એટલે શું
બ્લડપ્રેશરનો રોગ લોહીની નળીમાં જયારે લોહી વધુ અથવા ઓછા દબાણથી સંચારણ કરે ત્યારે થતો હોય છે. સમગ્ર શરીરમાં પ્રત્યેક નાના-મોટા અવયવોનાં કોષો સુધી લોહીનું પરિભ્રમણ સતત થયાં કરતું હોય છે. આ કાર્ય માટે હ્રદય એક માંસલ પંપ જેવું કાર્ય કરે છે. જે હ્રદયમાં આવતા અશુદ્ધ લોહીને ફેફસામાં શુદ્ધિકરણ માટે મોકલે છે. જયારે હ્રદયમાં આવતા શુદ્ધ લોહીને મુખ્ય ધમની દ્વારા સમગ્ર શરીરમાં મોકલે છે. મુખ્ય ધમનીથી આગળ વધી નાની-મોટી શાખાઓમાં લોહીનું પરિભ્રમણ ત્યારે જ અવિરત ચાલે છે જયારે નિયત માત્રામાં દબાણ હોય. પરંતુ દબાણનું પ્રમાણ જરૂરથી વધુ કે ઓછું થઇ જાય છે તો શરીર પર તેની આડઅસર જોવા મળતી હોય છે.
બ્લડ પ્રેશરનું શરીરમાં મહત્વ
બ્લડ પ્રેશર શરીરમાં ઓક્સિજન અને ન્યૂટ્રિઅન્ટ્સ મોકલવાનું કામ કરે છે. બ્લડ પ્રેશર વિના આ ઓક્સિજન અને પોષક તત્વો શરીરના અન્ય અંગો સુધી પહોંચી શકતા નથી. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આપણા શરીરમાં બ્લડ પ્રેશરને કારણે ઈન્સ્યુલિન જેવા હાર્મોન ડિલિવર થાય છે. સાથે જ વ્હાઈટ બ્લડસેલ અને એન્ટિબોડી એકથી બીજી જગ્યાએ મોકલવાનું કામ પણ શરીરમાં બ્લડ પ્રેશર દ્વારા જ કરવામાં આવે છે.
જે પ્રમાણે બ્લડ પ્રેશરને કારણે શરીરમાં ઓક્સિજન અને ન્યૂટ્રિઅન્ટ્સ તમામ અંગો સુધી પહોંચે છે તે જ રીતે શરીરમાં તાજા લોહીનું પરિભ્રમણ શરીરમાં રહેલા ટોક્સિન્સ અને કચરો બહાર કાઢે છે. આ કચરો લોહીમાંથી કિડની અને લિવરના રસ્તે બહાર નિકળે છે. આ સાથે જ નિયમિત બ્લડ પ્રેશરને કારણે શરીરમાં ચયાપચયની પ્રક્રિયા પણ સારી રીતે થાય છે.
લોહીમાં કેટલીક પ્રોપર્ટીઝ હોય છે જે ટીશ્યુ ડેમેજ, બ્લડ ક્લોટિંગ અને વાગવા પર વધુ પડતું લોહી વહી જતું અટકાવે છે. જ્યારે શરીરના બ્લડ પ્રેશરમાં વધારો કે ઘટાડો થાય છે તો તેના કારણે શરીરના તમામ અવયવો પર અસર થાય છે. નોંધવા જેવી બાબત છે એ કે માત્ર હ્રદયના પમ્પિંગને કારણે આ રક્ત ચાંપમાં વધારો કે ઘટાડો થતો નથી. તેના ફેરફાર માટે અન્ય બાહ્ય કારણઓ પણ જવાબદાર છે.
બ્લડ પ્રેશર નિયમિત રાખવા માટે આટલું કરો
1. વજન નિયંત્રણ
તમારા બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા માટે અને તેમાં સતત થતો વધારો ક ઘટાડો રોકવા માટે વજન નિયંત્રણમાં રાખવું જરૂરી છે. વધતા વજનને કારણે હ્રદય પર તેની અસર થાય છે અને શરીરના તમામ અવયવો સુધી લોહી પહોંચાડવા માટે હ્રદયને વધુ પમ્પિંગ કરવું પડે છે. જેથી લાંબા ગાળે રેગ્યુલર બ્લડ પ્રેશર ખોરવાઈ જવાની શક્યતા હોય છે.
2. તણાવથી દૂર રહો
આ વાત કોઈનાથી છુપી નથી કે તણાવ સીધું જ તમારા બ્લડ પ્રેશર પર અસર કરે છે. તણાવને કારણે શરીરમાં બ્લડ પ્રેશરમાં વધારો એટલે કે હાઈ બ્લડપ્રેશરની સમસ્યા સર્જાય છે, માટે જો તમે તમારુ બ્લડ પ્રેશર લેવલ હેલ્ધી રાખવા માંગતા હોવ તો તણાવથી દૂર રહો.
3. પોષણક્ષમ આહાર
તમારા બ્લડ પ્રેશર જાળવી રાખવા માટે પોષણક્ષમ આહાર લેવો ખૂબ જરૂરી છે. વધુ પડતા તળેલા અને તીખા ખોરાકને કારણે શરીરમાં વધુ પ્રમાણમાં ટોક્સિન બને છે જેને બહાર કાઢવા માટે લોહીનું પરિભ્રમણ વધુ તેજ ગતિથી થાય છે. આવું નથાય તે માટે ઘરનું બનેલું સાદુ અને પૌષ્ટિક ભોજન લેવું જોઈએ.
4. હળવી કસરત
આજકાલની બેઠાડું જીવનશૈલી શૈલીને કારણે લોકોમાં શારિરીક એક્ટિવિટીનું પ્રમાણ નહીવત જોવા મળે છે. એવામાં મેદસ્વીતા વધે છે જેને કારણે બ્લડ પ્રેશર ખોરવાય છે. આવું ન થાય તે માટે નિયમિત રીતે હળવી કસરત કરવી જોઈએ.
5. મીઠાંનો પ્રમાણસર ઉપયોગ
મીઠું બ્લડપ્રેશરમાં થતા ફેરફારનું સૌથી સામાન્ય કારણ ગણી શકાય છે. જો તમે તમારા બ્લડ પ્રેશરનું લેવલ મેઈન્ટેઈન રાખવા માંગતો હોવ તો ભોજનમાં મીઠાનો પ્રમાણસર ઉપયોગ કરવો.
6. ધુમ્રપાન અને શરાબ
ધુમ્રપાન અને આલ્કોહોલિક પીણાંનું નિયમિત સેવન બ્લડ પ્રેશર ડિસ્ટર્બન્સનું મોટું કારણ છે. જે લોકો નિયમિત પણે ધુમ્રપાન અને શરાબનું સેવન કરતા હોય છે તેમના બ્લડ પ્રેશરમાં થતા અનિયમિત વધારા ઘટાડાને કારણે સ્ટ્રોકનો ખતરો રહે છે
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર