Home /News /lifestyle /

Health Tips: વજન ઘટાડવું છે? આ 7 ડ્રિંક્સથી રહેજો દૂર, નહીંતર ફેટ વધી જશે

Health Tips: વજન ઘટાડવું છે? આ 7 ડ્રિંક્સથી રહેજો દૂર, નહીંતર ફેટ વધી જશે

ઠંડા પીણાં અને સોડા ખરેખર મીઠા ઝેર છે (પ્રતિકાત્મક તસવીર)

Weight loss Tips- આજકાલ વજન વધવું (Weight)અને વધુ પડતી સ્થૂળતા મોટાભાગની વ્યક્તિઓ માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે

આજકાલ વજન વધવું (Weight)અને વધુ પડતી સ્થૂળતા મોટાભાગની વ્યક્તિઓ માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે. સ્થૂળતા તમારી પર્સનાલિટી બગાડવાની સાથે હાઇપરટેન્શન, હૃદયરોગ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવા વિવિધ ગંભીર રોગોનો ભોગ પણ બનાવે છે. આરોગ્ય નિષ્ણાંતો (Health experts)સ્થૂળતાથી છૂટકારો મેળવવા માટે યોગ્ય આહાર સાથે વર્કઆઉટ (Workout)કરવાની ભલામણ કરે છે. પણ ઘણીવાર પીણાં પીવામાં કરેલી ભૂલ સ્થૂળતા ઘટવા દેતી નથી. વજન ઓછું કરવા માટે ખાવા પર જેટલો કંટ્રોલ જરૂરી છે તેટલો જ કંટ્રોલ પીવા પર પણ જરૂરી છે. જેથી આજ અહીં એવી ડ્રિંક્સ અંગે જાણકારી આપવામાં આવી છે, જેનાથી વજન ઘટાડવા (Weight loss)પ્રયાસો સમયે દૂર રહેવું જોઈએ.

સોડા

ઠંડા પીણાં અને સોડા ખરેખર મીઠા ઝેર છે. જર્નલ ફિટનેસ અનુસાર, એક ગ્લાસ કોલ્ડ ડ્રિન્કમાં 10 ચમચી ખાંડ અને 150 કેલરી હોય છે. તે તમારા શરીરમાં કેલરી ઉમેરે છે. ચિપ્સ જેવા નાસ્તા ખાવા કરતાં તે વધુ જોખમી છે. કારણ કે, તે પીધા પછી પણ જો તમારી ભૂખ શાંત ન થાય તો તમે ખાવાનું શરૂ કરો છો. જેથી ઠંડા પીણાં અને સોડાથી દુર રહેવું જોઈએ.

એનર્જી ડ્રિંક્સ

વર્કઆઉટ સમયે સ્ફૂર્તિ લાવવા અને શરીરમાં પ્રવાહીની ઉણપને પહોંચી વળવા ઠંડા પીણાંની જરૂર ઉભી થાય છે. જોકે, આવા સમયે એનર્જી ડ્રિન્કથી દુર રહેવું જોઈએ. સ્પોર્ટ્સ ડ્રિંક્સ અથવા એનર્જી ડ્રિંક્સમાં ખાંડ ભરપુર પ્રમાણમાં હોય છે. જેના કારણે તમારા ડાયટિંગ પ્લાન પર પાણી ફરી શકે છે. એનર્જી ડ્રિન્કના સ્થાને નારિયેળ પાણી પીવાનો આગ્રહ રાખો.

કાર્બથી ભરપૂર પીણાં

સંશોધન સૂચવે છે કે પેટ પર એકઠી થતી ચરબી સાથે હાઈ કાર્બ પીણાંનો સીધો સંબંધ છે. આપણી રેગ્યુલર ખાંડમાં 50% ફ્રુક્ટોઝ હોય છે. ફ્રુક્ટોઝ એ એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે. જે આપણા હૃદય માટે ખૂબ હાનિકારક છે. તેના કારણે ચરબી પણ વધે છે.

આ પણ વાંચો - એસિડિટીની સમસ્યા છે? તો આ ફૂડ આઇટમ્સ એસિડિટીમાંથી છૂટકારો અપાવવામાં કરશે મદદ

પેક્ડ ફ્રૂટ જ્યુસ

ફળોનો રસ સ્વાસ્થ્ય માટે સારો છે. ફળો આપણને વિટામિન્સ અને ખનિજો પુરા પાડે છે. પરંતુ આ બધા ફાયદા તાજા ફળોના રસના કારણે મળે છે, પેકડ જ્યુસમાં મળતા નથી. સુપરમાર્કેટમાં ઉપલબ્ધ પેકડ ફળોના રસમાં ખૂબ જ ખાંડ હોય છે. જે તમારું ડાયટ પ્લાનિંગ બગાડી શકે છે.

મધમીઠી ચા

ઘણા લોકોને ચા પીધા વગર ચાલતું નથી. ચાના ગ્રીન ટી, બ્લેક ટી અને હર્બલ ટી જેવા ઘણા આરોગ્યપ્રદ પ્રકાર ઉપલબ્ધ છે. જોકે, લોકો આઇસ ટી પીવા લાગે છે. આંકડા મુજબ, સ્વીટ આઇસ ટીમાં 200થી 450 કેલેરી હોય છે. આટલી કેલેરી તમારા ડાયટ પ્લાનના દુશ્મન સમાન છે.

દારૂનું સેવન

આપણા સ્વાસ્થ્ય પર આલ્કોહોલની ખરાબ અસર અંગે બધા જાણે છે. આલ્કોહોલની સીધી અસર તમારા વજન પર થાય છે. જો કે, તમામ પ્રકારના આલ્કોહોલથી નુકસાન થતું નથી. રેડ વાઇન આપણા સ્વાસ્થ્ય માટે, ખાસ કરીને હૃદય માટે સારી માનવામાં આવે છે. પરંતુ વધુ પડતો આલ્કોહોલ પીવાથી લિવરમાં સોજો, ફેટી લિવર જેવી સમસ્યાઓ થઈ શકે છે. મોટાભાગના આલ્કોહોલમાં કેલરી વધુ હોય છે અને જ્યારે તમે તેને ઠંડા પીણાં સાથે પીવો છો ત્યારે કેલરીના પ્રમાણમાં વધુ વધારો થાય છે. જેથી દારૂના સેવનથી બચવું જોઈએ.

પૂરતા પ્રમાણમાં પાણી ન પીવું

પાણીના કારણે આપણા શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે. તેનાથી મેટાબોલિઝમ પણ સારું થાય છે. પૂરતા પ્રમાણમાં પાણી ન પીવામાં આવે તો કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. જેથી પૂરતા પ્રમાણમાં એટલે કે, 3 લીટર જેટલું પાણી પીવું જોઈએ.
First published:

Tags: Health News, Lifestyle, Weight loss

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन