coronavirus : રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરે જ બનાવો ઉકાળો


Updated: April 19, 2020, 5:58 PM IST
coronavirus : રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરે જ બનાવો ઉકાળો
પ્રતિકાત્મક તસવીર

દેશ અને દુનિયા કોરોના વાયરસની મહામારીમાં સપડાયું છે. ઉકાળાના કારણે લોકોની રોગપ્રતિકાર શક્તિ મજબૂત બને છે..ત્યારે લોકો પોતાના ઘરે પણ ઉકાળો કરીને પી શકે છે.

  • Share this:
લાઈફસ્ટાઈ ડેસ્કઃ દેશ અને દુનિયા કોરોના વાયરસની (coronavirus) મહામારીમાં સપડાયું છે.ત્યારે ભારત સરકાર દ્વારા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે

અને કોરોના સંક્રમણમાં ન સપડાય તે માટે પગલાં લઈ રહ્યું છે.ત્યારે અમદાવાદ આયુર્વેદ શાખા દ્વારા 22 લાખથી વધુ લોકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો છે..તેમજ ડોર ટુ ડોર ઉકાળો અને હોમિયોપેથીક દવા અપવાનું ચાલુ કર્યું છે.જોકે ઉકાળાના કારણે લોકોની રોગપ્રતિકાર શક્તિ મજબૂત બને છે..ત્યારે લોકો પોતાના ઘરે પણ ઉકાળો કરીને પી શકે છે..

ઉકાળો બનાવવાની રીત

1 લીટર પાણી

25 નંગ તુલસી પાન

1 / 2 ચમસી ગળો1 / 2 ચમસી સુંઠ કે આદુ

1 /2 ચમસી હળદર

1/2 ચમસી અજમો

10 નંગ મરી

1/2 ચમસી ગોળ

તમામ વસ્તુઓ મિક્સ કરીને 3 ભાગ પાણી બળે ત્યાં સુધી ઉકાળવું ત્યાર બાદ ગાળીને હુંફાળું ગરમ પીવું.જેના કારણે ફાયદો થશે.

અમદાવાદ જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર એચ. એમ. જોષીએ જણાવ્યું હતું કે હાલમાં ચાલતી કોરોના COVID-19 મહામારી સામે રક્ષણ માટે રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુ. ડોર-ટુ-ડોર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ મોટે પાયે વિતરણ ચાલી રહ્યું છે. સરકારી હોમિયોપેથી દવાખાના દ્વારા રોગ પ્રતિકારક શક્તિ માટે આર્સેનિક આલ્બ-૩૦ દવાનું વિતરણ પણ ચાલી રહ્યું છે .

ઉકાળાની સામગ્રી


આ કપરા સમયમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ તથા સફાઇ કર્મીઓને પણ વિવિધ કચેરીઓ ખાતે ઉક્ત દવાઓ આપવામાં આવી રહી છ.હાલમાં લોકડાઉનના સમયમાં લોકો ઘરે રહીને જ પોતાની ઇમ્યુનિટી વધારે તેવા ઘરગથ્થુ ઉપચારો તથા યોગ બાબતે મોટે પાયે આ ઈ.સી.પણ કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં અમૃત પે આયુર્વેદિક ઉકાળાનો કુલ ૨૨,૭૦,૦૬૮ લાભાર્થીઓએ તથા હોમિયોપેથીક દવાનો કુલ ૧૩,૨૧,૧૩૮ લાભાર્થીએ લાભ લીધો છે.
First published: April 19, 2020, 5:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading