Home /News /lifestyle /મોંમા ચાંદા પડે છે? ખાવામાં તકલીફ થાય છે? તો બેકિંગ સોડાના આ ઉપાયથી તરત રાહત મેળવો
મોંમા ચાંદા પડે છે? ખાવામાં તકલીફ થાય છે? તો બેકિંગ સોડાના આ ઉપાયથી તરત રાહત મેળવો
ખાવામાં અનેક ઘણી તકલીફ પડે છે.
Mouth ulcer problems: મોંમા છાંદા પડવા એક સામાન્ય વાત છે. પરંતુ જ્યારે વ્યક્તિને મોંમા છાંદા પડે ત્યારે અતિશય બળતરા થતી હોય છે અને ખાવાનું મન થતુ નથી. આમ તમે મોંમા છાંદા પડવાની તકલીફથી કંટાળી ગયા છો તો આ ટિપ્સ તમારા માટે બેસ્ટ છે.
Mouth ulcers problems: ઘણાં લોકોને વારંવાર મોંઢામાં ચાંદા પડી જતા હોય છે. મોંઢામાં ચાંદા પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. શરીરમાં રહેલી ગરમી પણ ચાંદા પડવા પાછળનું એક કારણ હોઇ શકે છે. મોંમા જ્યારે ચાંદા પડે ત્યારે એ પેઇન ફૂલ હોય છે. આ કારણે જમવામાં પણ તકલીફ પડતી હોય છે. સામાન્ય રીતે કોલ્ડ સોર, અલ્સર નામે જાણવામાં આવે છે. આમ, મોંમા છાંદા પડવા પાછળનું એક કારણે ગરમી પણ હોઇ શકે છે. હેલ્થ લાઇન અનુસાર મોંમા પડતા છાંદા હર્પીસ સિમ્પલેક્સ વાયરસને કારણે થાય છે. આ દરમિયાન સાફ-સફાઇનું ધ્યાન રાખવામાં ના આવે તો મોંમા છાલા પડવા લાગે છે.
મોંમા છાંદા પડે છે અને તમે આ વાતને ઇગ્નોર કરો છો તો અનેક હેલ્થ સમસ્યાઓ થઇ શકે છે. મોંમા પડેલા ચાંદા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઇ શકે છે. આ મટવામાં 2 થી 3 અઠવાડિયાનો સમય લાગી જાય છે. તો આજે અમે તમને કેટલાક ઉપાયો વિશે જણાવીશું જેની મદદથી તમને રાહત થઇ જશે.
મોંમા પડેલા ચાંદામાંથી રાહત મેળવવાના ઉપાયો
મોંમા જ્યારે ચાંદા પડે ત્યારે હુંફાળુ પાણી લો અને એમાં મીઠું નાખીને કોગળા કરો. આ કોગળા તમારે દિવસમાં 2 થી 3 વાર કરવાના રહેશે. આમ કરવાથી તમને રાહત થઇ જશે.
જીભ પર છાંદા પડ્યા છે તો તમે ફટકડી લગાવો અને રાહત મેળવો. આ ફટકડી તમારે દિવસમાં બે વાર લગાવવાની રહેશે.
મોંમા પડેલા છાંદામાંથી તરત રાહત મેળવવા માટે બેકિંગ સોડાનો ઉપાય સૌથી બેસ્ટ છે. આ માટે બેકિંગ સોડામાં પાણી મિક્સ કરો અને પેસ્ટ બનાવો. પછી આ પેસ્ટને છાંદા પર લગાવો. આમ કરવાથી દુખાવામાંથી રાહત થઇ જાય છે. તમને વારંવાર મોંમા છાંદા પડી જાય છે તો આ ઉપાય તમારા માટે સૌથી બેસ્ટ છે.
લવિંગના તેલથી પણ તમને રાહત થાય છે. આ માટે લવિંગનું તેલ લો અને એના 4 થી 5 ટીપાં લઇને ચાંદા પર લગાવો. આમ કરવાથી તમને રાહત થઇ જશે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર