આ વસ્તુઓ તમને આ શિયાળામાં રાખશે શરદી, ખાંસીથી દૂર

News18 Gujarati
Updated: December 16, 2019, 5:48 PM IST
આ વસ્તુઓ તમને આ શિયાળામાં રાખશે શરદી, ખાંસીથી દૂર
પ્રતિકાત્મક તસવીર

પીંપરામૂળ અને હળદળવાળું એક કપ રાતે સૂતા પહેલા પીઓ.

  • Share this:
શિયાળો આવતા જ શરદી ખાંસી જેવી બિમારીઓ વધી જાય છે. જો કે આ બિમારીમાં તમારે ડૉક્ટરની સલાહ ચોક્કસથી જ લેવી જ જોઇએ અને યોગ્ય ઇલાજ કરાવો જોઇએ. પણ તેમ છતાં કેટલીક વસ્તુઓ શિયાળામાં તમારી ઇમ્યૂનિટી વધારી તમને શરદી ખાંસી જેવી સમસ્યાથી દૂરી રાખવામાં સહાયરૂપ સાબિત થઇ શકે છે. ત્યારે આજે આવા જ કેટલાક દેશી અને આયુવેદિક વસ્તુઓ વિષે અમે તમને જણાવીશું.

લીલી હળદળ
શિયાળામાં લીલી હળદળ બજારમાં સરળતાથી મળે છે. તો 1 નાની ચમચી લીલી હળદળ તમે તમારા ભોજનમાં નિયમિત ઉપયોગમાં લઇ શકો છે. તેના પ્રાકૃતિક ગુણો તમારી ઇમ્યૂનિટી વધારશે અને શરદી જેવા રોગને તમારી પર બચાવવામાં સહાયરૂપ સાબિત થઇ શકે છે.

લીબું અને આંબળા
જો તમે ભોજન પછી અડધી ચમમી લીબું અને આંબળાનું પાણી સાથે પી શકો છો તો તેનાથી પણ તમને લાભ થશે. આંબળા અને લીંબુમાં વિટામિન સી ભરપૂર હોય છે. પણ જે લોકોને લીબું ખાવાથી શરદી કે કફ થતો હોય તેમને આ ઉપાય કરવાનું ટાળવું જોઇએ.

નવસેકું પાણીઉનાળામાં શ્રેષ્ઠ તે જ રહેશે કે તમને જ્યારે સવારે ઉઠો ત્યારે નવસેકું પાણી પીઓ. આ સિવાય પણ આખો દિવસ તમે દિવસભર નવસેકું પાણી શિયાળામાં પીશો તો તે તમારા માટે લાભકારી જ રહેશે.

હળદળ વાળું દૂધ
સાથે જ રાત્રે ચમટી હળદળ વાળું હૂંફાળું દૂધ પીવાનું રાખો. વધુમાં જો તમને પીંપરામૂળ ભાવતું હોય તો પીંપરામૂળ અને હળદળવાળું એક કપ રાતે સૂતા પહેલા પીઓ. ગેસ અને પેટની સમસ્યા દૂર થવાની સાથે જ શરદી ખાંસી જેવી સમસ્યામાં પણ આનાથી લાભ થશે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ જાણકારી સર્વસામાન્ય છે અને અમે તેનો કોઇ દાવો નથી કરતા.
First published: December 16, 2019, 5:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading