health tips: હળદર-લીંબુનું આ જાદુઈ કૉમ્બિનેશન સટાસટ ઉતારશે વજન

News18 Gujarati
Updated: January 13, 2020, 10:57 PM IST
health tips: હળદર-લીંબુનું આ જાદુઈ કૉમ્બિનેશન સટાસટ ઉતારશે વજન
પ્રતિકાત્મક તસવીર

પેટનું જાડાપણું ઓછું કરવા માટે હળદર-લિંબુનું પાવરફુલ કૉમ્બિનેશન ખૂબ અસરકારક બની શકે છે. હળદરમાં કૅલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયર્ન, મૅગ્નેશિયમ અને ઝિંક જેવા ઢગલાબંધ મિનરલ્સ હોય છે.

  • Share this:
લાઈફસ્ટાઈલ ડેસ્કઃ રોજ ડાયટિંગ કરૂ છો તો પણ મને ફાયદો નજર નથી આવતો. ન તો પેટ ઓછું થઈ રહ્યું છે ન તો ચરબી. આવી તમામ ફરિયાદો આપણે આપણા મિત્રને કરતા હોય છીએ. ખાવાનું ન ખાવાથી વજન ઓછો નથી થતો. વજન ઓછુ કરવું હોય તો અમે આપને એક એવી જાદુઈ ટિપ્સ બતાવીએ કે જેનાથી સટાસટ તમારો (Weight loss) વજન ઉતરી જશે. (HealthTips)

પેટનું જાડાપણું ઓછું કરવા માટે હળદર-લિંબુનું પાવરફુલ કૉમ્બિનેશન ખૂબ અસરકારક બની શકે છે. હળદરમાં કૅલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયર્ન, મૅગ્નેશિયમ અને ઝિંક જેવા ઢગલાબંધ મિનરલ્સ હોય છે. તેની સાથે જ તેમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઈ, નિયાસિન અને પ્રોટીન વગેરે પણ હોય છે. હળદરને ડાયેટમાં લેવાથી શરીરમાં સોજો પણ નથી આવતો.

આ જ રીતે લીંબુમાં વિટામિન સી હોય છે કે જે વારંવાર ભૂખ લાગવાથી રોકે છે અને પેટ સાફ રાખે છે. તેનાથી શરીરનું મેટાબૉલિઝ્મ પણ વધે છે.

હળદર-લીંબુનું જાદુઈ કૉમ્બિનેશન:- હળદર-લીંબુનું ગરમ પાણી- 1 કપ ગરમ પાણીમાં અડધું લીંબુ નિચોવીને નાંખો અને સાથે 1/4 ટેબલ સ્પૂન હળદર મેળવો. આપ તેમાં મિઠાશ માટે 1/8 કપ ટેબલ સ્પૂન મધ પણ મળવી શકો છે. તેને હુંફાળું જ પી જાવો.

હળદર-લીંબુની ગોલ્ડન પેસ્ટ- એક વાટકીમાં લીંબુનો રસ નાંખી તેની સાથે 1/4 ટી સ્પૂન હળદર મેળવો. પછી તેમાં 1/4 ટી સ્પૂન કાળી મરી અને 1/4 ટી સ્પૂન ઑલિવ ઑયલ તેલ નાંખીનું પેસ્ટ બનાવો. આપ આ પેસ્ટને 1-2 ટી સ્પૂન લો અને દિવસમાં બે થી ત્રણ વાર ખાવો.

હળદર-લીંબુની ચા- મધ્યમ આંચ પર એક પૅનમાં 1 કપ દૂધ ઉકાળો. તેમાં 1/2 ટી સ્પૂન લીંબુનો રસ અને 1/2 ટી સ્પૂન મધ મેળવો અને ઉપરથી થોડુંક વૅનિલા એસેંસ પણ મેળવો. તે પછી તેમાં અડધી ટી સ્પૂન હળદર મેળવો. પાંચ મિનિટ સુધી ધીમી જ આંચમાં પકાવો. અને ત્યાર બાદ ચાને ગાળી લો અને ગરમ જ પીવો.હળદર અને લીંબુનો કૉમ્બો સલાડ- પેટ ઓછું કરવા માટે આપ જે પણ સલાડ ખાવો, તેમાં 1 ટી સ્પૂન હળદર પાવડર અને 2 ટી સ્પૂન લિંબુનો રસ મેળવો. આ ઉપરાંત અડધું ટી સ્પૂન તજ પાવડર પણ મેળવી શકો છો. તેમાં શરીરનો સોજો પણ ઓછો થશે અને આપનું પેટણ પણ ઘટશે.

સાવચેતી:-
આ રેસિપી લેતી વખતે આપે સાવચેતી રાખવાની જરૂર છે. જો આપને ગઠિયા, કિડની સ્ટોન કે ગૉલ સ્ટોન છે, કોઈ સર્જરી થવાની છે, તો આપ પોતાનાં ડૉક્ટરને આ રેસિપી અંગે પૂછી લો. અને હા, જો આપ પ્રેગ્નંટ છો કે સ્તનપાન કરાવી રહ્યા છો, તો પણ સાવચેતી રાખો.
First published: January 13, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading