હૃદયને હેલ્ધી અને લોહી શુદ્ધ રાખશે આ 5 Tips

પ્રતિકાત્મક તસવીર

હાર્ટને તાકાતવર બનાવવા માટે શરીરમાં ફાયબર યુક્ત આહાર ખુબ જરૂરી છે ત્યારે ચાલો હાલ વાત કરીએ એવાં પાંચ ખોરાક વિશે જે તમારું હાર્ટને હેલ્ધી અને લોહી શુદ્ધ રાખશે

 • Share this:
  આજની આ બીઝી લાઇફ સ્ટાઇલમાં (lifestyle) આપણે આપણાં શરીરનું ચોક્કસ ધ્યાન રાખતા નથી જેને કારણે આપણને ખુબ બધી બીમારીઓમાંથી પસાર થવું પડે છે. ત્યારે તેની સીધી અસર આપણાં હાર્ટ પર પડે છે. હાર્ટને (heart) તાકાતવર બનાવવા માટે શરીરમાં ફાયબર યુક્ત આહાર ખુબ જરૂરી છે ત્યારે ચાલો હાલ વાત કરીએ એવાં પાંચ ખોરાક (food) વિશે જે તમારું હાર્ટ રાખશે હેલ્ધી અને લોહી રાખશે શુદ્ધ (Healthtips)

  1.ફાયબર યુક્ત ખોરાક ભરપુર માત્રામાં લો
  ફ્રુટ્સ ઉપરાંત એવાં શાકભાજી અને કઠોળનું સેવન વધારો જેમાં ફાયબરનું પ્રમાણ ભરપુર માત્રામાં હોય. કેળા, દાડમ, ઓટમીલ, ફણગાવેલા કઠોળ તમારા રૂટિન ખોરાકમાં વધારો.

  આ પણ વાંચોઃ-સનસ્ક્રીન લોશન લગાવતા પહેલા આ જરૂર વાંચો, નહીં તો પસ્તાશો

  2. ગ્રીન ટીનું સેવન કરો
  ગ્રીન ટી ન ફક્ત તમારું વજન ઉતારવામાં મદદ કરે છે. પણ તે તમારા શરીરમાં લોહી શુદ્ધ કરે છે અને સાથે સાથે તમારા હાર્ટને પણ હેલ્ધી રાખે છે.

  આ પણ વાંચોઃ-OMG! ચોરીના ઇરાદે યુવતીએ એક નહીં બે નહીં નવ નવ જીન્સ પહેર્યા અને પછી ....

  3.ખુબ બધુ પાણી પીઓ
  તમારે કોઇપણ રોગનો સામનો કરવો હોય તો તે માટે તમારા શરીરમાં પાણીનું પ્રમાણ સંતુલીત રાખવું પડે. તે માટે તમારે દરરોજનું ઓછામાં ઓછું 4-5 લીટર પાણી પીવું જ જોઇએ. આ ટેવ તમારું હાર્ટ હેલ્ધી રાખશે.

  આ પણ વાંચોઃ-રાજસ્થાનમાં મહિલા સરપંચ ઉપર JCBથી હુમલો, વાયરલ Video

  4.અખરોટ અને અંજીરનું સેવન
  તમારા રૂટીનમાં અખરોટ અને અંજીરનું સેવન અવશ્ય કરો. દરરોજ સવારે અખરોટ અને અંજીર ખાવાની ટેવ તમારા હાર્ટને હેલ્ધી રાખશે.

  5. બિટનું સેવન કરો
  બિટનું સેવન કરવાથી લોહીને સ્વસ્થ અને પતલું બનાવે છે જેનાંથી હાર્ટ સંબંધીત કોઇપણ તકલીફ થતી નથી. તેથી જ શીયાળાનાં સમયમાં બિટનું સેવન દરરોજ કરવું જોઇએ.
  Published by:ankit patel
  First published: