આ સરળ ટિપ્સ તમારા અનમોલ અંગ આંખની રાખશે કાળજી

News18 Gujarati
Updated: December 14, 2019, 11:03 PM IST
આ સરળ ટિપ્સ તમારા અનમોલ અંગ આંખની રાખશે કાળજી
પ્રતિકાત્મક તસવીર

સૂતા પહેલા આંખો સાફ કરીને સૂઇ જાઓ. દિવસ દરમિયાન 3થી 4 વાર આંખો ધોવી જોઈએ, જેનાથી આંખોને ઠંડક મળે છે.

  • Share this:
અત્યારે ખાવાપુવાની આદત અને જંકફૂડના કારણે શરીરને જરૂરી પૌષ્ટીક તત્વો મળતા ઓછા થયા છે. અને બદલાતી લાઈફસ્ટાઈટના (Lifestyle) કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઘર કરી જાય છે. પેટ, સાધાંના દુઃખાવા સહિત આંખોની સમસ્યાઓ પણ વધતી જાય છે. કલાકો સુધી કમ્પ્યૂટર (Computer) સામે બેઠીને કામ કરનાર લોકોની આંખો પણ નબળી થતી જાય છે. આંખોના નંબર પણ વધતા જાય છે. આવી સ્થિતિમાં આંખોને સારી રાખવા માટે અનેક નુસખાઓ લોકો અજમાવતા હોય છે. ત્યારે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જે તમારી આંખોની સંભાળ (Eyes care tips) રાખશે. (HealthTips)

આંખ આપણા શરીરનું અનમોલ અંગ છે. આંખોનું ધ્યાન રાખવું બહું જરૂરી છે. તો તેની સંભાળ રાખવી પણ એટલી જ જરૂરી છે. જાણો કેવી રીતે રાખી શકાશે આંખોની સંભાળ


  • સૂતા પહેલા આંખો સાફ કરીને સૂઇ જાઓ.

  • દિવસ દરમિયાન 3થી 4 વાર આંખો ધોવી જોઈએ, જેનાથી આંખોને ઠંડક મળે છે.

  • આંખો માટે ઊંઘ પણ જરૂરી છે, એટલે ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘ તો લેવી જ.
  • આંખોમાં કાજલ ઓછી લગાવો.

  • ઓછી લાઈટમાં વાંચવું ન જોઈએ.

  • કમ્પ્યૂટરનો ઉપયોગ કરતી સમયે 20થી 30 ઈંચની દૂર જ રહો. સતત કામ ન કરવું, વચ્ચે વચ્ચે બ્રેક પણ લેતા રહો.

  • ટીવી જોતા સમયે ઓછામાં ઓછી 3.5 મીટર દૂરથી જુઓ.

First published: December 14, 2019
વધુ વાંચો
अगली ख़बर