Health Tips: ઈંડાની સાથે આ વસ્તુઓનું બિલકુલ સેવન ન કરવું જોઈએ, થઇ શકે છે એલર્જીની સમસ્યા

Health Tips: ઈંડાની સાથે આ વસ્તુઓનું બિલકુલ સેવન ન કરવું જોઈએ, થઇ શકે છે એલર્જીની સમસ્યા
પ્રતિકાત્મક તસવીર

ઈંડાની સાથે કેટલાક ખાદ્ય પદાર્થોનું સેવન કરવામાં આવે તો એલર્જી થાય છે અને ઈંડા સ્વાસ્થ્યને લાભદાયી થવાની જગ્યાએ શરીરમાં ટોક્સિક ઉત્પન્ન કરે છે. ઈંડા સાથે કયા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું ન જોઈએ અહીં તેની માહિતી આપવામાં આવી છે.

  • Share this:
    Health Tips: દરરોજ એક ઈંડુ (Egg) ખાવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામીન અને ખનિજ પદાર્થ રહેલા છે. આ પ્રકારે વજન વધાર્યા વગર તમે સ્વસ્થ રહી શકો છો. જો ઈંડાને યોગ્ય રીતે ખાવામાં ન આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક (Dangerous combination with egg) પણ હોઈ શકે છે. આયુર્વેદ અનુસાર અનેક એવી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે જેના કારણે પાચનતંત્ર પર ખૂબ જ ખરાબ અસર થાય છે જેનાથી થાક લાગે છે અને અન્ય બીમારીઓ પણ થાય છે.

    ખોટા ખાદ્ય પદાર્થ સાથે કોમ્બિનેશન કરીને સેવન કરવાથી બીમારીઓ થાય છે. ઈંડાની સાથે કેટલાક ખાદ્ય પદાર્થોનું સેવન કરવામાં આવે તો એલર્જી થાય છે અને ઈંડા સ્વાસ્થ્યને લાભદાયી થવાની જગ્યાએ શરીરમાં ટોક્સિક ઉત્પન્ન કરે છે. ઈંડા સાથે કયા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું ન જોઈએ અહીં તેની માહિતી આપવામાં આવી છે.



    બેકન
    જે લોકો માંસાહારી છે તે લોકો સામાન્ય રીતે બ્રેકફાસ્ટમાં ઈંડા અને બેકનનો એકસાથે પ્રયોગ કરે છે. આ કોમ્બિનેશન ખૂબ જ પ્રચલિત છે. બેકન અને ઈંડા સાથે ખાવાથી સુસ્તી લાગે છે અને ડલનેસ ફીલ થાય છે. બેકન અને ઈંડામાં હાઈ પ્રોટીન અને હાઈ ફેટ રહેલા છે જેનાથી તમારા શરીરને ભારેપણું લાગે છે અને આળસ આવે છે.

    આ પણ વાંચોઃ-વલસાડઃ ટૂંકા વસ્ત્રોમાં 4 'સ્પા સુંદરીઓ' મોંઘીદાટ દારૂની બોટલો સાથે ઝડપાઈ, વડોદરામાં સ્પામાં કરે છે કામ, પોલીસ પણ શરમાઈ

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ આઠ મહિનાથી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, આવા ત્રાસથી પત્ની આવી ગઈ ડિપ્રેશનમાં અને પછી..

    ખાંડ
    ઈંડાની સાથે ખાંડનો ક્યારેય પ્રયોગ ન કરવો જોઈએ. આ કોમ્બિનેશન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમકારક સાબિત થઈ શકે છે. આ બંને ખાદ્ય પદાર્થમાં અમિનો એસિડ હોય છે, જેનું અધિક માત્રામાં સેવન કરવાથી શરીરમાં ટોક્સિક ઉત્પન્ન થઈ શકે છે અને બ્લડમાં ક્લોટિંગ થઈ શકે છે.

    આ પણ વાંચોઃ-મોરબીઃ વિચિત્ર અકસ્માતનો live video,ખાખરાળામાં ચાલું ટ્રકમાંથી ટાયર નીકળી દૂકાનમાં ઘૂસી ગયું, લોકોનો આબાદ બચાવ

    આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ પતિને આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની ઉપર હતો શક, નજર રાખવા માટે બની ગયો યુવતી પછી..

    સોયા મિલ્ક
    સોયા મિલ્ક અને ઈંડાનું એક સાથે સેવન ન કરવું જોઈએ. ઈંડા અને સોયા મિલ્કનું એકસાથે સેવન કરવાથી તમારે સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. આ પ્રકારે એકસાથે સેવન કરવાથી શરીરમાં પ્રોટીનનું અવશોષણ થવામાં સમસ્યા આવી શકે છે.



    ચા
    અનેક લોકો સવારની ચા સાથે ઈંડાનું સેવન કરીને નાશ્તો કરે છે. સવારે ઈંડાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયી છે, પરંતુ ચા પીધા બાદ તરત ઈંડાનું સેવન કરવાથી શરીરમાં ટોક્સિક ઉત્પન્ન થઈ શકે છે. જેનાથી તમારી પાચન પ્રક્રિયા પર અસર થાય છે અને કબજિયાત થઈ શકે છે. (નોંધ- આ લેખમાં આપવામાં જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી જેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
    Published by:News18 Gujarati
    First published:June 21, 2021, 18:57 pm

    ટૉપ ન્યૂઝ