Health tips: આ 5 આદતો બની શકે છે કિડનબી ખરાબ થવાનું કારણ, આજે જ બદલો આ આદતો

પ્રતિકાત્મક તસવીર

Health tips: છેલ્લા કેટલાક વર્ષોમાં કિડની નિષ્ફળતાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉંમર પહેલાં કિડનીના નુકસાનને રોકવા માટે આપણે કેટલીક ટેવોમાં ફેરફાર કરીને તેને બચાવી શકીએ છીએ. આપણે અહીં જાણીએ તે આદતો કઈ છે જેને આપણે બદલીશું તો કિડનીની સમસ્યાથી બચી શકાશે.

  • Share this:
Health tips: કિડની (Kidney) એ શરીરનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. જે તમને ઘણી મોટી સમસ્યાઓથી બચાવે છે. કિડનીનું મુખ્ય કાર્ય શરીરમાંથી (Body) નકામા પદાર્થોને ફિલ્ટર કરવું અને શરીરમાં રાસાયણિક મુક્ત અને સ્વસ્થ લોહીની સપ્લાયમાં સંતુલન બનાવવાનું છે. પરંતુ જો તેના પર અતિશય દબાણ આવે છે, તો પછી ઘણી વખત તેમાં સમસ્યા થાય છે અને ફેઇલ્યરની સંભાવના વધી જાય છે. જેનું કારણ અનિયમિત જીવનશૈલી (lifestyle), દવાઓમાં બેદરકારી અને કેટલીક ખરાબ ટેવ (Bad habit) હોવાનું માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કિડની નિષ્ફળતાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉંમર પહેલાં કિડનીના નુકસાનને રોકવા માટે આપણે કેટલીક ટેવોમાં ફેરફાર કરીને તેને બચાવી શકીએ છીએ. આપણે અહીં જાણીએ તે આદતો કઈ છે જેને આપણે બદલીશું તો કિડનીની સમસ્યાથી બચી શકાશે.

1. ઓછું પાણી પીવું
જો તમે ખૂબ ઓછી માત્રામાં પાણી પીતા હોય, તો તેનું સૌથી વધુ નુકસાન કિડનીને થાય છે. પાણીના અભાવને લીધે કિડનીને ફિલ્ટરિંગમાં વધુ તણાવનો સામનો કરવો પડે છે. તેના કારણે કિડની અને પેશાબની નળીઓમાં ચેપ પણ થઇ શકે છે. એટલું જ નહીં ઓછું પાણી પીવાને કારણે કિડનીના પથરીનું જોખમ પણ વધે છે.

2. ધૂમ્રપાન
ધૂમ્રપાન કરવાથી ફેફસાંને નુકસાન થાય છે, જેના કારણે કિડનીને પણ નુકસાન થવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમે કોઈપણ રીતે ધૂમ્રપાન કરી રહ્યા છો, તો તેનાથી દૂર રહો. તમારી કિડનીઓ તેનાથી અસરગ્રસ્ત થઈ શકે છે.

આ પણ વાંચોઃ-માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 12 વર્ષના નાના ભાઈથી 16 વર્ષની બહેન બની ગર્ભવતી

આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! કોન્ટ્રાક્ટરની પત્નીને પતિના મિત્રએ કેફી પીણું પીવડાવી ઉતાર્યા નગ્ન ફોટો અને વીડિયો, અઢી વર્ષ સુધી કર્યું યૌનશોષણ

3. લાંબા સમય સુધી પેશાબ રોકવો
ઘણા લોકો લાંબા સમય સુધી પેશાબ રોકી રાખે છે. આવું કરવાથી મૂત્રાશય કેટલાક કલાકો સુધી પેશાબથી ભરેલું રહે છે અને લાંબા સમય સુધી તેના હોલ્ડિંગને કારણે તે કિડનીને વધુ નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચોઃ-વડોદરાઃ પોલીસના ઘરની છત ઉપર ઉંઘતી હતી મહિલાઓ, યુવક મહિલા બનીને પહોંચ્યો, બન્યું એવું કે માર્યો કૂદકો

આ પણ વાંચોઃ-વલસાડઃ ઉમરગામના ફણસામાં પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્નીને ઉતારી મોતને ઘાટ, બે સંતાનોએ માતા ગુમાવી

4. મીઠાનું વધારે પ્રમાણમાં સેવન
તમને જણાવી દઈએ કે આપણે ખોરાક દ્વારા ખાવામાં આવેલા સોડિયમનો 95 ટકા ભાગ કિડની દ્વારા ચયાપચય થાય છે, તેથી મીઠાના વધુ પડતા સેવનથી આપણા કિડનીને નુકસાન થાય છે.

5. વધુ પડતી પેઇનકિલરનો ઉપયોગ
જ્યારે થોડો દુખાવો થાય ત્યારે ઘણા લોકો પેઇનકિલર ખાય છે, જે ખૂબ જ હાનિકારક છે. તે તમારી કિડનીને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ વિના દવાઓનું સેવન કરવાનું ટાળો. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતુ નથી. તેનો અમલ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published: