Home /News /lifestyle /જો તમને આ પ્રકારની સમસ્યા છે તો ન કરો જાંબુનું સેવન, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

જો તમને આ પ્રકારની સમસ્યા છે તો ન કરો જાંબુનું સેવન, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

જો કોઈ ઓપરેશન કરાવવાનું હોય તો તેના બે અઠવાડિયા પહેલાં જાંબુનું સેવન ન કરવું જોઈએ Image Credit : shutterstock

જાંબુ અનેક લાભકારી ગુણોથી ભરપૂર હોવા છતાં ક્યારેક ક્યારેક તેનું સેવન કરવાની મનાઈ કરવામાં આવે છે. કેટલાક વ્યક્તિઓએ જાંબુનું સેવન કરતા પહેલા ડૉકટરની સલાહ લેવાની જરૂર છે.

    ગરમીની ઋતુમાં જાંબુ (java plum) ખાવા દરેક વ્યક્તિને ગમે છે. રીંગણી રંગના આ ફળને ન્યુટ્રીશનનું પાવર હાઉસ કહેવામાં આવે છે. સ્વાદથી ભરપૂર આ ફળમાં ઔષધીય ગુણો રહેલા છે, જેના કારણે આયુર્વેદ (Ayurved) અને યૂનાની (Unani) ચિકિત્સા (Treatment) પદ્ધતિમાં વર્ષોથી જાંબુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જાંબુ શરીરને જીવલેણ રોગોથી બચાવવામાં મદદ કરે છે. જાંબુનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને લોહીની કમી દૂર થાય છે તથા બ્લડ શુગર પણ નિયંત્રિત રહે છે. જાંબુનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. જાંબુ અનેક લાભકારી ગુણોથી ભરપૂર હોવા છતાં ક્યારેક ક્યારેક તેનું સેવન કરવાની મનાઈ કરવામાં આવે છે. કેટલાક વ્યક્તિઓએ જાંબુનું સેવન કરતા પહેલા ડૉકટરની સલાહ લેવાની જરૂર છે.

    બ્લડ શુગરની સમસ્યા

    હાઈબ્લડપ્રેશરના દર્દીઓ માટે જાંબુ ખૂબ જ લાભદાયી છે. આયુર્વેદમાં બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે જાંબુના ઠળિયાનો પાઉડર અથવા જાંબુને ડાયટમાં શામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. અનેક લોકો બ્લડ શુગરની સમસ્યાથી રાહત મેળવવા માટે વધુ માત્રામાં તેના પાઉડરનું સેવન કરે છે જેના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે. આ કારણોસર તેનું સેવન કરતા પહેલા ડૉકટરની સલાહ લેવી જોઈએ.

    કબજિયાતની સમસ્યા

    જાંબુમાં ભરપૂર માત્રામાં વિટામીન સી રહેલું છે. જાંબુનું અધિક સેવન કરવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે.

    આ પણ વાંચો : રાત્રે નથી આવતી ઊંઘ? તો જીવનશૈલીમાં આ વસ્તુઓને કરો સામેલ, આ છે કેટલાક ઘરેલું ઉપાય

    ખીલની સમસ્યા

    જાંબુનું અધિક માત્રામાં સેવન કરવાથી ચહેરા પર ખીલની સમસ્યા થઈ શકે છે. જો તમારી ત્વચા ઓઈલી છે અને ચહેરા પર ખીલ થાય છે, તો તમારે જાંબુનું સેવન કરતા પહેલા ડૉકટરની સલાહ લેવી જોઈએ.

    ઉલ્ટી થઈ શકે છે

    અનેક લોકોને જાંબુનું સેવન કર્યા બાદ ઉલ્ટી થવા લાગે છે. આ પરિસ્થિતિમાં શરૂઆતમાં બે થી ત્રણ જાંબુનું સેવન કરો. ત્યારબાદ જો કોઈ ઊંધી અસર ન થાય તો જ જાંબુનું સેવન કરો.

    સર્જરી

    જાંબુ બ્લડ સુગર લેવલ પર અસર કરે છે અને જાંબુનું સેવન પ્રેશરને ઓછુ કરવા માટે પણ કરવામાં આવે છે. સર્જરી દરમિયાન અને સર્જરી બાદ જાંબુનું સેવન ન કરવું જોઈએ. જો કોઈપણ પ્રકારની સર્જરી કરાવવાની હોય તો સર્જરીના બે સપ્તાહ પહેલાથી જાંબુનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ.

    આ પણ વાંચો : હાર્ટને સ્વસ્થ રાખશે આ પીણાં, જાણી લો આ પીણાંના નામ

    લોહીના ગઠ્ઠા થાય છે

    જો તમને એથેરોસ્ક્લેરોસિસ અને લોહીના ગઠ્ઠા થવાની સમસ્યા છે તો તમારે જાંબુનું સેવન ના કરવું જોઈએ. આ સમસ્યામાં જાંબુનું સેવન કરવાથી તમારી સમસ્યામાં વધારો થઈ શકે છે.

    વાત્ત દોષની સમસ્યા

    જાંબુનું સેવન કરવાથી વાત્ત દોષની સમસ્યા વધી જાય છે. જો તમને પણ વાત્ત દોષ સંબંધિત કોઈપણ સમસ્યા છે, તો જાંબુનું સેવન ન કરવું જોઈએ.

    (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
    First published:

    Tags: જાંબુ (jamun) ડાયાબિટીસ (Diabetes) સ્વાસ્થ્ય (health

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો