શારીરિક નબળાઈથી લઈ અનેક સમસ્યામાં પુરુષો માટે ફાયદાકારક છે એક ચપટી જાફરાન, આવી રીતે કરો સેવન

પ્રતિકાત્મક તસવીર

જાફરાન વિશ્વનો સૌથી મોંઘો મસાલો છે. કેસરના સુકાયેલા આગળના ભાગમાંથી જાફરાન કાઢવામાં આવે છે. વિશ્વમાં કાશ્મીરી કેસરને સૌથી ફાયદાકારક માનવામાં આવે છે.

  • Share this:
Health tips: કેસરને (Saffron) કુમકુમ, જાફરાન (benefits jafaran) અને સેફ્રન જેવા વિવિધ નામે ઓળખવામાં આવે છે. જાફરાન લાલ રંગનું હોય છે, જેને પાણીમાં નાંખી હલાવવાથી તેનો રંગ પીળો થઈ જાય છે. તેનો સ્વાદ કડવો અને તીવ્ર હોય છે અને સુગંધ ખૂબ તેજ હોય છે. જાફરાન શુષ્ક અને ગરમ પ્રકૃતિનું હોય છે. તેને વાયુ, કફ અને પિત્ત નાશક માનવામાં આવે છે.

જાફરાન વિશ્વનો સૌથી મોંઘો મસાલો છે. કેસરના સુકાયેલા આગળના ભાગમાંથી જાફરાન કાઢવામાં આવે છે. વિશ્વમાં કાશ્મીરી કેસરને સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત ઈરાન અને બલખ બુખારા દેશથી પણ કેસર અને જાફરાન મળે છે. જાફરાનનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે થાય છે. મહિલા અને પુરૂષ એમ બન્ને માટે તે ફાયદાકારક છે. તો ચાલો તેના ઉપયોગના ફાયદા જાણીએ.

પુરૂષોની શારીરિક નબળાઈ દૂર કરે
પુરુષોએ જાફરાનનું સેવન કરવું જોઈએ. તે પુરુષોના મેલ હોર્મોનને સરખા કરે છે. આ ઉપરાંત જાફરાનનું સેવન કરવાથી પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો ખતરો પણ દૂર થઈ જાય છે. જાફરાનમાં મોટા પ્રમાણમાં વિટામિન સી અને સેલેનિયમ જોવા મળે છે. જેનાથી સ્પર્મની ક્વોલિટી વધે છે. આવી સ્થિતિમાં પુરુષોએ પોતાની શારીરિક નબળાઈ દૂર કરવા જાફરાનનું સેવન કરવું જોઈએ.

આ પણ વાંચોઃ-અમદાવાદની મહિલા ગેંગ કાનપુરમાંથી ઝડપાઈ, બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ

મહિલાઓમાં પિરિયડસનો દુઃખવો ઓછો કરે
મહિલાઓમાં સેક્સ્યુઅલ ઇન્ટિમસી વધારવાની સાથે પીરિયડ્સ દરમિયાન થતા ક્રેમ્પ અને પ્રિ-મૈંસટ્યુંઅલ સિન્ડ્રોમથી રાહત મેળવવા જાફરાન મદદરૂપ સાબિત થાય છે. આ માટે એક ચપટી જાફરાનને દૂધમાં નાંખી પી શકાય છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

શરદી ઉધરસમાં રાહત આપે છે
શરદી ઉધરસ થાય ત્યારે જ જાફરાનનો ઉપયોગ ખૂબ લાભદાયક નીવડે છે. જાફરાનની તાસીર ગરમ હોય છે. આ ઉપરાંત તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ શરદી ઉધરસ સામે લડવામાં મદદરૂપ બને છે.

આ પણ વાચોઃ-રાજકોટ : 'દારૂના નશામાં ચકચુર પતિએ સમાગમ વખતે મારા ગુપ્તાંગ પર બચકા ભર્યા', કંટાળી પરિણીતાની આપઘાતની કોશિશ

ચહેરાની રંગત માટે
જાફરાનમાં બહોળા પ્રમાણમાં વિટામિન અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. જે ચહેરાની ત્વચા માટે ખૂબ લાભદાયક છે. તેમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી ખીલ રોકવામાં મદદ મળે છે. આ ઉપરાંત ચહેરાના ડાઘ પણ હળવા કરે છે. આ માટે જાફરાનને સાફ પાણીમાં પલાળી દો. ત્યારબાદ તેમાં બે ચમચી હળદર પાવડર નાખી પેસ્ટ બનાવો. તે પેસ્ટ ચહેરા પર લગાવો.

આ પણ  વાંચોઃ-Honor Killing: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ હુડાડીના ઘા મારી પુત્રીની કરી હત્યા

યાદશક્તિ વધારે
જાફરાનનું સેવન કરવાથી મગજ તેજ થાય છે. આ સાથે વૃદ્ધાવસ્થામાં મગજમાં અમીલોઇડ બીટાની રચનાને અટકાવીને અલ્ઝાઇમર અને નબળી યાદશક્તિથી રાહત આપે છે. બાળકોના મગજને સ્વસ્થ રાખવા માટે તમે જાફરાનવાળું દૂધ પીવડાવી શકો છો.અસ્થમામાં રાહત આપે
જાફરાનમાં એન્ટી ઇંફ્લામેટરી ગુણ હોય છે. જે ફેફસાના સોજા અને બળતરા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. જાફરાનના સેવનથી અસ્થમાના હુમલાનું જોખમ પણ ઓછું થઈ શકે છે.(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય જાણકારી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published: