Home /News /lifestyle /Raw Paneer for health: જાણો, કાચા પનીરના સેવનથી સ્વાસ્થ્યને થાય છે કેટલા ફાયદા
Raw Paneer for health: જાણો, કાચા પનીરના સેવનથી સ્વાસ્થ્યને થાય છે કેટલા ફાયદા
પનીરની પ્રતિકાત્મક તસવીર
Benefits of Raw Paneer: શું તમે જાણો છો કાચા પનીરથી સ્વાસ્થ્યને કેટલા ફાયદાઓ થાય છે. જો નહીં તો આપને જણાવી દઇએ કે કાચું પની પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફોલેટ્સ, વિટામિન અને કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે.
Health tips: પનીરનું (Paneer) સેવન આપણે મટર પનીર, પનીર ટિક્કા, પનીર દો-પ્યાઝા, પનીર પરોઠા અને ન જાણે કેટલી ડિશ દ્વારા કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય કાચું પનીર ટેસ્ટ કર્યુ છે. શું તમે જાણો છો કાચા પનીરથી સ્વાસ્થ્યને કેટલા (Raw Paneer for health) ફાયદાઓ થાય છે. જો નહીં તો આપને જણાવી દઇએ કે કાચું પની પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફોલેટ્સ, વિટામિન અને કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. આવો જાણીએ કાચા પનીરના સેવનથી થતા ફાયદો (Raw Paneer Benefits) વિશે..
ત્વચા માટે ફાયદાકારક કાચા પનીરનું સેવન કરવાથી ત્વચામાં ગ્લો આવે છે. પનીરમાં પ્રોટીન, વિટામિન એ, બી-1,બી-3,બી-6 અને ઘણી અન્ય પોષક તત્વોની સાથે સેલેનિયમ, વિટામિન-ઇ અને એન્ટી ઓક્સીડેન્ટ પણ હોય છે. જે ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે. જેનાથી ત્વચા હેલ્થી અને ગ્લોઇંગ બને છે.
વજન ઘટાડે છે વજન ઓછું કરવામાં પણ કાચા પનીરનું સેવન કરવું ફાયદાકારક છે. તેમાં લિનોલિક એસિડ વધુ માત્રામાં હોય છે. જે શરીરમાં ફેટ બર્નિંગ પ્રોસેસને સ્પીડ આપે છે અને તેનાથી એક્સ્ટ્રા વજન કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે.
નબળાઇ દૂર કરે છે શરીરમાં નબળાઇ અને થાકની પરેશાનીને ઓછી કરવા માટે કાચા પનીરનું સેવન ઘણું ફાયદાકારક છે. તે ઘણા પોષક તત્વોથી ભરપૂર હોવાથી નબળાઇ અને થાક દૂર કરવાની સાથે ઇમ્યૂનિટી અને પ્લેટલેટ્સને વધારવામાં પણ મદદ કરે છે.
સ્ટ્રેસ કરે છે દૂર આજના ઝડપી યુગની લાઇફ સ્ટાઇલમાં નાની નાની વાતો પર તણાવ થઇ જાય તે સામાન્ય બની ગયું છે. તેને દૂર કરવા માટે તમે કાચા પનીરનું સેવન કરી શકો છો. તે તમારા સ્ટ્રેસને પણ દૂર કરશે અને સાથે જ સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રાખવામાં મદદ કરશે. પાચનતંત્રમાં કરશે સુધાર કાચા પનીરનું સેવન કરવાથી પાચનતંત્રમાં સુધાર આવે છે અને કબજીયાતની સમસ્યા પણ દૂર થાય છે. પનીરમાં આઇસોટીન અને સોર્બિટોલ તત્વ હોય છે, જે આ સમસ્યાઓમાંથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર