Home /News /lifestyle /

Health tips: મહિલાઓમાં ગુપ્તાંગના ઇન્ફેક્શનને દૂર કરવા પ્રોબાયોટિક્સ છે ફાયદાકારક, આવી રીતે કરે છે કામ

Health tips: મહિલાઓમાં ગુપ્તાંગના ઇન્ફેક્શનને દૂર કરવા પ્રોબાયોટિક્સ છે ફાયદાકારક, આવી રીતે કરે છે કામ

પ્રતિકાત્મક તસવીર

Probiotics To Keep Vaginal Infections away: હેલ્થલાઈનમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં ન્યૂયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના આરોગ્ય વિજ્ઞાન વિભાગના ડો. મીંડી હાર્ડનું કહેવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલી આશાસ્પદ શોધ જણાવે છે કે, યોનીના PH સંતુલનમાં થયેલા પરિવર્તનથી ઉભી થતી સમસ્યાની સારવારમાં પ્રોબાયોટિક્સ ખૂબ પ્રભાવશાળી સાબિત થઈ રહ્યા છે.

વધુ જુઓ ...
Probiotics For Vaginal Health: પ્રોબાયોટિક્સમાં હેલ્ધી બેક્ટેરિયા હોય છે. જે અન્ય નુકસાનકારક બેક્ટેરિયાથી આપણું રક્ષણ કરે છે. અત્યારે પ્રોબાયોટિક્સ (Probiotics)નું ચલણ ખૂબ વધ્યું છે. તેને ઇન્ફેક્શન સામે લડવાનું શસ્ત્ર માનવામાં આવે છે. પ્રોબાયોટિક્સના કારણે પાચન તંત્ર તંદુરસ્ત રહે છે. અલબત, પ્રોબાયોટિક્સ માત્ર આંતરડાની અસર પૂરતું સીમિત નથી. તેના કારણે યોની (Vaginal)ને પણ લાભ થાય છે. પણ આ બાબત સાબિત કરવા માટે ઘણા સંશોધનની જરૂર છે.

PH લેવલ નિયંત્રણમાં રાખે
હેલ્થલાઈનમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં ન્યૂયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના આરોગ્ય વિજ્ઞાન વિભાગના ડો. મીંડી હાર્ડનું કહેવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલી આશાસ્પદ શોધ જણાવે છે કે, યોનીના PH સંતુલનમાં થયેલા પરિવર્તનથી ઉભી થતી સમસ્યાની સારવારમાં પ્રોબાયોટિક્સ ખૂબ પ્રભાવશાળી સાબિત થઈ રહ્યા છે.

કઈ રીતે થાય છે અસર?
યોનીમાં 50 જાતના માઈક્રાબ્સ હોય છે. જેમાંથી કેટલાક માઈક્રાબ્સ બહારના સંક્રમણ સામે સુરક્ષા આપવા અને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. જ્યારે અસુરક્ષિત સેક્સ, હોર્મોનલ ફેરફાર, પિરિયડ, અને સ્વચ્છતાના અભાવની સ્થિતિ સર્જાય ત્યારે તે એક્ટિવ થઈ યોનીની સુરક્ષા કરે છે.

આ પણ વાંચોઃ-બાળકો માટે ખૂબ જ જરૂરી છે ખેલકૂદ, તન અને મન પર થાય છે આવી અસર

આ પણ વાંચોઃ-Health tips: ડાયટિંગમાં સ્ટ્રીટ ફૂડ ખાધા વગર રહેવાતું નથી? આ વસ્તુઓ ખાઈ શકાય છે

વજાઈનલ ઈંબેલન્સ શું છે?
આ સ્થિતિમાં યોનીમાંથી દુર્ગંધ આવવી, ડિસ્ચાર્જ થવું, ખંજવાળ આવવી જેવી સમસ્યા ઉભી થાય છે. જે સામાન્ય રીતે બેક્ટેરિયલ ઇન્ફેક્શન, યીસ્ટ ઇન્ફેક્શન કે UTIના લક્ષણ હોય છે.

તજજ્ઞો શું કહે છે?
તજજ્ઞોનું કહેવું છે કે, વજાઈનલ PH લેવલને બેલન્સ કરવા આજે આ રીતના ઇન્ફેક્શનને દૂર કરવા માટે મહિલાઓએ પોતાના ભોજનમાં દહીં કે પ્રોબાયોટિક્સ કેપ્સુલ લેવા જોઈએ. 1996માં થયેલી શોધ મુજબ પ્રોબાયોટિક્સનું વધુ સેવન કરનારી મહિલાઓને આવી સમસ્યાઓમાંથી પસાર થવું પડ્યું નહોતું. અન્ય સંશોધનોમાં પણ આ પ્રકારના જ પરિણામ જોવા મળ્યા છે. જોકે, વજાઈનલ ઇન્ફેક્શનથી બચવા માટે માત્ર પ્રોબાયોટિક્સનું સેવન પૂરતું નથી. પ્રોબાયોટિક્સ અમુક હદ સુધી ફાયદાકારક સાબિત થઈ શકે છે.
First published:

Tags: Health Tips

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन