health tips : માત્ર ફૂદીનાના પાન કરશે આટલી બધી બીમારીઓની સારવાર

News18 Gujarati
Updated: January 22, 2020, 11:26 PM IST
health tips : માત્ર ફૂદીનાના પાન કરશે આટલી બધી બીમારીઓની સારવાર
પ્રતિકાત્મક તસવીર

ઊલટી અને જુલાબની સમસ્યાથી છૂટકારો મેળવવા ફૂદીનામાં સાકર ભેળવી અથવા દહીં નાખીને ખાવાથી રાહત થાય છે.

  • Share this:
લાઈફસ્ટાઈલ ડેસ્કઃ ફૂદીનો (mint) શરીરને ઠંડક આપવાની સાથે સાથે તેનો ઉપયોગ રસોઇમાં (cooking) સ્વાદ તથા સોડમ વધારવા માટે તો કરવામાં આવે જ  છે. પરંતુ ઓછા લોકો જાણતા હશે કે ફૂદીનો ઔષધિગુણથી (Herbaceous) ભરપૂર છે. (health tips)

  •  અળાઇથી રાહત પામવા ફૂદીનાના રસમાં ગોળ ભેળવી ઉકાળવું અને ઠંડુ થયા બાદ પીવું.


  •  ફૂદીનાના પાન ચાવવાથી માઉથ ફ્રેશનરનું કામ કરે છે.

  •  ઊલટી અને જુલાબની સમસ્યાથી છૂટકારો મેળવવા ફૂદીનામાં સાકર ભેળવી અથવા દહીં નાખીને ખાવાથી રાહત થાય છે.

  •  અજીર્ણની તકલીફમાં ફૂદીનાના રસમાં કાળું મીઠું (સંચળ) ભેળવી ચાટવાથી ફાયદો થાય છે.
  •  ઉધરસથી રાહત મેળવવા ફૂદીનાના રસમાં કાળું મીઠુ ભેળવી લેવું.અથવા ફૂદીના અને આંબળાનો રસ સપ્રમાણ લઇ મધ ભેળવી લેવું.

  •  ફૂદીનાના રસમાં પાણી ભેળવી કોગળા કરવાથી ટોન્સિલમાં રાહત થાય છે.

  •  ફૂદીનાના તાજા રસમાં મધ ભેળવીને પીવાથી પેટના દુખાવાથી છૂટકારો મળે છે.

  •  એક કપ પાણીમાં બે ચમચી ફૂદીનાનો રસ તથા લીંબુનો રસ ભેળવી પીવાથી પેટની તકલીફમાં રાહત થાય છે.

  •  ફૂદીના તથા તુલસીના ૧૦-૧૦ પાન લઇ તેનો કાઢો બનાવી પીવાથી મેલેરિયામાં ફાયદો થાય છે.

  •  ફૂદીનાના રસમાં લીંબુનો રસ, આંબળાનો રસ તથા મધ ભેળવી પીવાથી કોલેરા તથા ઊલટીમાં આરામ મળે છે.

  •  ફૂદીનાની ચટણીનો લેપ બનાવી ચહેરા પર એક કલાક સુધી લગાડી રાખી ચહેરો ધોવાથી ચમકી ઊઠશે.

  •  ફૂદીના તથા તુલસીનો રસ ભેળવી પીવાથી ટાઇફોડમાં રાહત થાય છે.
    ફૂદીનાના રસના ત્રણ-ચાર ટીપાં નાકમાં નાખવાથી શરદીમાં રાહત થાય છે તેમજ ગળતું નાક બંધ થાય છે.

  •  ફૂદીનાના પાન, મરી, સિંધવ, હીંગ, કાળી દ્રાક્ષ તથા જીરું મિક્સ કરી વાટી તેની ચટણી બનાવી ખાવાથી મંદાગ્નિ દૂર થઇ પાચનશક્તિ વધે છે.

First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर